ઇઝરાયેલના દુતાવાસ પાસે વિસ્ફોટનો મળ્યો હતો કોલ, એનઆઇએની ટીમ તપાસ શરુ કરી .
ચાણકયપુરી વિસ્તારમાં દુતાવાસની પાછળ એક ખાલી પ્લોટમાં વિસ્ફોટ
એનઆઇએની ટીમ તપાસમાં લાગી, દિલ્હી પોલીસને ઘટનાની જાણકારી નથી
નવી દિલ્હી, ૨૬ ડિસેમ્બર,૨૦૨૩,મંગળવાર
નવી દિલ્હીમાં ઇઝરાયેલના દુતાવાસ પાસે વિસ્ફોટ થયો હોવાનો દુતાવાસ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટમાં કોઇ પણ સ્ટાફને ઇજ્જા થઇ નથી. ઇઝરાયેલી દુતાવાસના પ્નવકતા ગાઇનીરે એક ખાનગી ટીવી ચેનલને જણાવ્યું હતું કે વિસ્ફોટ થયો હતો જેનો અવાજ અમે સાંભળ્યો હતો. અમે વધુ માહિતી મળે તેની રાહ જોઇ રહયા છીએ. જો કે દિલ્હી પોલીસે દુતાવાસ પાસે વિસ્ફોટ થયો હોવાની શરુઆતમાં પુષ્ઠી કરી ન હતી.
અગાઉ દિલ્હી પોલીસ અને અગ્નિશમન સેવાઓએ ઇઝરાયેલી મિશન પાસે બોંબ વિસ્ફોટની માહિતી આપતા એક કોલપછી રાષ્ટ્રીય રાજધાનીમાં ઇઝરાયેલી દુતાવાસનો સંપર્ક કર્યો હતો. રિપોર્ટસમાં જણાવ્યા અનુસાર ફોન કરવાવાળી વ્યકિતએ દિલ્હીના ચાણકયપુરી વિસ્તારમાં દુતાવાસની પાછળ એક ખાલી પ્લોટમાં વિસ્ફોટની સૂચના મળી હતી. પોલીસને અત્યાર સુધી તપાસમાં કોઇ વાંધાજનક સામગ્રી મળી નથી. દુતાવાસમાં વિસ્ફોટની જાણકારી મળવાની સાથે જ એનઆઇએની ટીમ તપાસમાં લાગી ગઇ છે.