તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ, પાંચ મહિલાઓ સહિત 8 મજૂરોના મોત

Updated: May 9th, 2024


Google NewsGoogle News

તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ, પાંચ મહિલાઓ સહિત 8 મજૂરોના મોત 1 - image

Blast in Tamil Nadu: તમિલનાડુમાં જોરદાર વિસ્ફોટના સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તમિલનાડુના શિવાકાશી પાસે એક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે. મળતી માહિતી પ્રમાણે શિવકાશી નજીક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં 8 લોકોના મોત થયા છે.

આ વિસ્ફોટ શિવકાશીના સેંગમલપટ્ટી વિસ્તારમાં થયો હતો. ગુરુવારે બપોરે લગભગ 3.45 વાગ્યે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. વિસ્ફોટની માહિતી મળતા જ લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા અને ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા.

શિવકાશીને ભારતમાં ફટાકડા બનાવવાનું કેન્દ્ર કહેવામાં આવે છે. દેશના ફટાકડા, સેફ્ટી માચીસ અને સ્ટેશનરી સામાનના કુલ ઉત્પાદનમાં પણ આ સ્થળનો મોટો હિસ્સો છે.

વિસ્ફોટમાં ઘણા લોકો દાઝ્યા 

આ ઘટનાને લઇને પોલીસે કહ્યું કે તેઓ વિસ્ફોટનું કારણ શું છે તેની તપાસ કરી રહ્યા છે. એક અહેવાલ મુજબ પોલીસે જણાવ્યું કે, આ વિસ્ફોટમાં અન્ય 12 લોકો દાઝી ગયા છે. 

રેસ્ક્યુ ઓપરેશન ચાલુ 

મળતી માહિતી પ્રમાણ કેટલાક લોકો કાટમાળ નીચે ફસાયા છે, તેમને બચાવવા માટે રેસ્ક્યુ ચાલી રહ્યું છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે, લોકોને ત્યાંથી બચવાનો મોકો મળ્યો ન હતો. 

આ પહેલા ફેબ્રુઆરી 2024માં પણ તમિલનાડુના રામુથેવનપટ્ટીમાં ફટાકડાની ફેક્ટરીમાં 10 લોકોના મોત થયા હતા. તે સમયે ફટાકડા ફેક્ટરીના કર્મચારીઓ ફેન્સી ફટાકડા માટે કેમિકલ ભેળવી રહ્યા હતા, તે દરમિયાન આ અકસ્માત થયો હતો.


Google NewsGoogle News