કેરળના કન્વેન્શન સેન્ટરમાં બ્લાસ્ટ! ખ્રિસ્તીઓની પ્રાર્થના સભા દરમિયાન વિસ્ફોટ, એકનું મોત, 20થી વધુ ઘાયલ

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
કેરળના કન્વેન્શન સેન્ટરમાં બ્લાસ્ટ! ખ્રિસ્તીઓની પ્રાર્થના સભા દરમિયાન વિસ્ફોટ, એકનું મોત, 20થી વધુ ઘાયલ 1 - image


Blast At Convention Centre In Kerala : કેરળના અર્નાકુલમમાં ક્લામસેરી સ્થિત એક કન્વેન્શન સેન્ટરમાં ત્રણ મોટા બ્લાસ્ટની ઘટના સામે આવી છે. અહેવાલ મળી રહ્યા છે કે જે સમયે આ બ્લાસ્ટ થયા ત્યારે કન્વેન્શન સેન્ટરમાં ખ્રિસ્તી લોકોની પ્રાર્થના ચાલી રહી હતી. આ બ્લાસ્ટમાં 1 વ્યક્તિનું મોત અને લગભગ 20 લોકો ઘાયલ થયાની માહિતી મળી છે. 

મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું 

આ ઘટના પર મુખ્યમંત્રી પિનરાઈ વિજયન દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, આ ઘટના ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. આ ઘટના વિશે અમે તપાસ કરી રહ્યા છીએ. અર્નાકુલમમાં બધા ઉચ્ચ અધિકારીને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. DGP સહિતના અધિકારીઓ ઘટના સ્થળે હાજર છે. આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવશે. અત્યાર સુધીમાં એકનું મૌત અને બે લોકોની હાલત વધુ ગંભીર છે. ઘટનાની સંપૂર્ણ જાણકારી પછી વધારેમાં જણાવીશું.     

NIAની ટીમ તપાસ માટે રવાના 

આ દુર્ધટનાની જાણ થતા જ તરત NIAની 4 સભ્યોની ટીમ તપાસ માટે રવાના થઇ હતી. કોચી બ્રાંચ ઓફીસથી રવાના થયેલી આ ટીમ સાથે કેરળની સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. કન્વેન્શન સેન્ટરમાં ત્રણ દિવસીય કાર્યક્રમનો આજે છેલ્લો દિવસ હતો. આ બ્લાસ્ટ કેવી રીતે થયો અને તેની પાછળ કોણ જવાબદાર છે આ અંગે હજુ કોઈ કારણ સામે આવ્યું નથી. જયારે આ બ્લાસ્ટ થયો ત્યારે હોલમાં 2 હજારથી વધુ લોકો હાજર હતા. 


Google NewsGoogle News