Get The App

ચંડીગઢ મેયરની ચૂંટણીમાં ભાજપની જીત : આપ-કોંગ્રેસને જોરદાર આંચકો

Updated: Jan 31st, 2024


Google NewsGoogle News
ચંડીગઢ મેયરની ચૂંટણીમાં ભાજપની જીત : આપ-કોંગ્રેસને જોરદાર આંચકો 1 - image


- ભાજપને 16 અને આપને 12 મત મળ્યા : 8 મત ગેરલાયક ઠેરવાયા

- આપ અને કોંગ્રેસ ચૂંટણીના પરિણામને હાઇકોર્ટમાં પડકારશે : સિનિયર ડેપ્યુટી મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં પણ ભાજપનો વિજય

ચંડીગઢ : ભાજપે ચંડીગઢ મેયરની ચૂંટણી જીતી લઇને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને જોરદાર આંચકો આપ્યો છે. ભાજપના ઉમેદવાર મનોજ સોનકરે મેયર પદની ચૂંટણીમાં મોટો વિજય થયો છે. ઉલ્લેખનીય છે કે આપ અને કોંગ્રેસે આ ચૂંટણી સાથે મળીને લડી હતી. ભાજપે આ ચૂંટણીમાં ત્રણેય મહત્ત્વપૂર્ણ પદો પર વિજય મેળવ્યો છે. 

મેયરની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનોજ સોનકરે આપના કુલદીપ કુમારને  હરાવ્યા છે. સોનકરને ૧૬ મત મળ્યા જ્યારે કુમારને ૧૨ મત મળ્યા છે. આઠ મતોને ગેરમાન્ય ઠેરવવામાં આવ્યા હતાં.

સિનિયર ડેપ્યુટી મેયર પર ભાજપના ઉમેદવાર કુલજિત સંધુ અને ડેપ્યુટી મેયર પર ભાજપના ઉમેદવાર રાજિન્દર શર્માને વિજતા જાહેર કરવામાં આવ્યા છે. 

આપ અને કોંગ્રેસના કાઉન્સિલરોએ આરોપ મૂક્યો છે કે ચૂંટણી વખતે બેલેટ પેપર સાથે ચેડાં કરવામાં આવ્યા હતાં. જો કે ભાજપે આ આરોપને ફગાવી દીધા છે. આપ વડા અરવિંદ કેજરીવાલે ધોળા દિવસે છેતરપિંડી આચરવા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. 

આપ કાઉન્સિલરે જણાવ્યું હતું કે તેઓ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટનો સંપર્ક કરશે. ૧૮ જાન્યુઆરીએ ચૂંટણી મોકૂફ થયા પછી હાઇકોર્ટના નિર્દેશને આધારે મંગળવારે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આપ અને કોંગ્રેસે આરોપ મૂક્યો છે કે પ્રિસાઇડિંગ ઓફિસર અનિલ મસિહે ગણતરી દરમિયાન બેલેટ પેપર પર કેટલાક ચિહ્નો કર્યા હતાં અને ત્યારબાદ આ બેલેટ પેપરને ગેરમાન્ય ઠેરવી દીધા હતાં. તેમણે દાવો કર્યો હતો કે કોંગ્રેસ-આપ એજન્ટોને બેલેટ પેપરની સમીક્ષા કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી.


Google NewsGoogle News