Get The App

AAP-કોંગ્રેસ ગઠબંધનને મોટો ઝટકો, ચંદીગઢ મેયર ચૂંટણીમાં ભાજપની જીત, જાણો કોને મળ્યા કેટલા મત

- આમ આદમી પાર્ટીએ આ રિઝલ્ટ અંગે બીજેપી પર ધાંધલીનો આરોપ લગાવ્યો

Updated: Jan 30th, 2024


Google NewsGoogle News
AAP-કોંગ્રેસ ગઠબંધનને મોટો ઝટકો, ચંદીગઢ મેયર ચૂંટણીમાં ભાજપની જીત, જાણો કોને મળ્યા કેટલા મત 1 - image


ચંદીગઢ, તા. 30 જાન્યુઆરી 2024, મંગળવાર

Chandigarh Mayor Election Result 2024: ચંદીગઢ મેયર ચૂંટણીમાં AAP-કોંગ્રેસ ગઠબંધનને મોટો ઝટકો લાગ્યો છે. આ ચૂંટણીમાં બીજેપી ઉમેદવાર મનોજ કુમાર સોનકરે જીત નોંધાવી છે. લોકસભા ચૂંટણી પહેલા આવેલું આ રિઝલ્ટને INDIA ગઠબંધનન માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યું છે. આ ચૂંટણીમાં મનોજ કુમારને 16 મત મળ્યા છે. બીજી તરફ આમ ઉમેદવાર કુલદીપ કુમારને 12 મત મળ્યા હતા. જ્યારે 8 મત રદ કરી દેવામાં આવ્યા છે. 

AAPએ લગાવ્યો ધાંધલીના આરોપ

આમ આદમી પાર્ટીએ આ રિઝલ્ટ અંગે બીજેપી પર ધાંધલીનો આરોપ લગાવ્યો છે. AAP કાઉન્સિલર કમલપ્રીતે કહ્યું કે, મત રદ કરી દેવામાં આવ્યા છે. આ ધોકો છે. આઠ મત રદ કરી દેવામાં આવ્યા છે પરંતુ આ મતો કેમ રદ થયા તે જણાવવામાં નથી આવ્યું.

બીજી તરફ અન્ય એક કાઉન્સિલરે કહ્યું કે, આ ચૂંટણીમાં મોટી ધાંધલી થઈ છે. આવું જ થતું રહેશે તો બધે બીજેપીની જ જીત થશે. 8 મત રદ કરી દેવામાં આવ્યા. આ કાળો દિવસ છે. 

કોંગ્રેસ-AAPની સમજૂતી

શરૂઆતમાં મેયર પદ માટે મતદાન થયું અને હવે મતગણતરી બાદ સિનિયર મેયર અને ડેપ્યુટી મેયર પદ માટે ચૂંટણી યોજાશે. મેયરની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસે ગઠબંધન કર્યું હતું. સમજૂતી હેઠળ AAPએ મેયર પદ માટે ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતો, જ્યારે કોંગ્રેસે ડેપ્યુટી મેયર અને સિનિયર મેયરના હોદ્દા માટે તેના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.

ચંદીગઢ મેયરની ચૂંટણી માટે મતદાન 18 જાન્યુઆરીએ થવાનું હતું પરંતુ પ્રિસાઈડિંગ ઓફિસર બીમાર પડ્યા બાદ ચંદીગઢ વહીવટી તંત્રએ તેને 6 ફેબ્રુઆરી સુધી ટાળી દીધી હતી. તેની સામે આમ આદમી પાર્ટીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોંગ્રેસ અને AAPના કાઉન્સિલરોએ ચૂંટણી ટાળવાના વહીવટીતંત્રના આદેશનો વિરોધ કર્યો હતો. હાઈકોર્ટે સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 30 જાન્યુઆરીએ મતદાન કરાવવાનો નિર્દેશ આપ્યો હતો.


Google NewsGoogle News