ભાજપનો અક્ષમ્ય અપરાધ : ઉ.પ્ર.ની હોસ્પિટલમાં 14 બાળકો HIV નીકળતા ખડગે ભભૂકી ઉઠયા

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
ભાજપનો અક્ષમ્ય અપરાધ : ઉ.પ્ર.ની હોસ્પિટલમાં 14 બાળકો HIV નીકળતા ખડગે ભભૂકી ઉઠયા 1 - image


- એ 14 બાળકોને જે લોહી ચઢાવવામાં આવ્યું તે HIV+ve લોકોનું હતું

નવી દિલ્હી : ઉ.પ્ર.માં આવેલી 'લાલા લાજપતરાય' (LLR) હોસ્પિલટમાં સારવાર લઈ રહેલા ૧૪ બાળકો હીપેટાઇટીસ અને એચઆઇવી પોઝિટિવ જોવા મળ્યા છે. આ સમાચાર સાંભળી કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આજે ઉ.પ્ર.ની ભાજપ સરકાર ઉપર ઉગ્ર પ્રહારો કર્યા હતા.

તે બાળકોને લાગેલી આ ભયંકર બીમારીઓ વિષે જે વિગતો પ્રાપ્ત થઈ છે ત પ્રમાણે તે નિર્દોષ બાળકોને હેપેટાઇટીસ B અને C લાગી ગયો છેતો કેટલાકને HIV નો ચેપ પણ લાગી ગયો છે આ ત્રણે પ્રકારના રોગો ભયંકર છે તે સર્વવિદિત છે.

આ અંગે કોંગ્રેસ પ્રમુખે પોતાનો પુણ્યપ્રકોપ ઠાલવતા કહ્યું હતું કે, 'ડબલ એન્જિન સરકારે આપણા આરોગ્ય તંત્રને ડબલ સિક' (બમણું માંદુ) બનાવી દીધું છે. કાનપુરની સરકારી હોસ્પિટલમાં થેલેસેમિયાથી પીડાતા નિર્દોષ બાળકોને આવા ચેપી રોગવાળા લોહી ચઢાવાતા તેમને એચઆઇવી એડ્સ અને હેપેટાઇટીસ બી અને સી જેવા ભયંકર રોગો થઈ ગયા છે. ઉ.પ્ર.ની ભાજપ સરકારનો આ અક્ષમ્ય અપરાધ છે. તેમ કોંગ્રેસ પ્રમુખે તેમના "X" હેન્ડલ ઉપર લખ્યું હતું.

આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પણ ઉગ્ર પ્રહારો કરતાં મલ્લિકાર્જુન ખડગેએ લખ્યું, 'ગઈકાલે મોદીજી ૧૦ પ્રતિજ્ઞા લેવાનું આપણને શીખવાડતા હતા પરંતુ તેઓએ ભાજપ સરકારો ઉપર એક ટીપા જેટલી પણ જવાબદારી મૂકી છે ?'

કાનપુરની એ હોસ્પિટલમાં ૧૮૦ જેટલા બાળકો થેલેસેમિયા માટે સારવાર લઈ રહ્યા છે તેઓ ૬થી ૧૬ વર્ષ સુધીની વયના છે. આ પૈકી ૧૪ બાળકોને કાં તો હેપેટાઇટીસ બી કે સી (કમળાનો એક પ્રકાર) કે એચઆઇવી એડ્ઝનો ચેપ લાગી ગયો છે. સરકારી હોસ્પિટલના સ્ટાફની આ અસહ્ય બેદરકારી છે તેમ પણ ખડગેએ તેમના "X" હેન્ડલ ઉપર લખ્યું હતું.


Google NewsGoogle News