ગુજરાતના સાત સહિત ભાજપના 72 ઉમેદવારોની બીજી યાદી જાહેર, નાગપુરથી નીતિન ગડકરી લડશે
ભાજપે બીજી માર્ચે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી
કોંગ્રેસે પહેલી યાદીમાં 39 અને બીજી યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા
Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણીનું એલાન ટૂંક સમયમાં જ થવાનું છે. ત્યારે ભાજપ દ્વારા લોકસભા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરાઈ છે. આ અગાઉ બીજી માર્ચે ભાજપે પહેલી યાદીમાં 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા, જેમાં 15 ઉમેદવાર ગુજરાતના હતા. તો કોંગ્રેસે અત્યાર સુધીમાં બે યાદી જાહેર કરી છે. જેમાં પહેલી યાદીમાં 39 ઉમેદવાર અને બીજી યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ત્યારે હવે ભાજપે ગુજરાતના સાત સહિત 72 ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરી છે. આમ, ભાજપે કુલ 267 ઉમેદવારો જાહેર કરી દીધા છે, જેમાં ગુજરાતના 22 ઉમેદવાર છે.
ગુજરાતના સાત ઉમેદવારોના નામ સામેલ
- સાબરકાંઠાથી ભીખાજી દુધાજી ઠાકોર
- અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ
- ભાવનગરથી નિમુબેન બાંભણિયા
- વડોદરાથી રંજનબેન ભટ્ટ
- છોટા ઉદેપુરથી જશુભાઈ રાઠવા
- સુરતથી મુકેશ ચંદ્રકાંત દલાલ
- વલસાડથી ધવલ પટેલ
ભાજપના ગુજરાતમાં 22 લોકસભા ઉમેદવારના નામ જાહેર
(અમરેલી, મહેસાણા, જૂનાગઢ અને સુરેન્દ્રનગર - ચાર બેઠક પર ઉમેદવારોની જાહેરાત બાકી)
1. ગાંધીનગર- અમિત શાહ
2. નવસારી- સીઆર પાટીલ
3. ખેડા- દેવુસિંહ ચૌહાણ
4. ભરૂચ- મનસુખ વસાવા
5. જામનગર- પૂનમ માડમ
6. કચ્છ- વિનોદ ચાવડા
7. પાટણ- ભરતજી ડાભી
8. આણંદ- મિતેશ પટેલ
9. દાહોદ- જસવંતસિંહ ભાભોર
10. બારડોલી- પ્રભુ વસાવા
11.રાજકોટ- પરશોત્તમ રૂપાલા
12. પોરબંદર- મનસુખ માંડવિયા
13. અમદાવાદ પશ્ચિમ- દિનેશ મકવાણા
14. બનાસકાંઠા- રેખા ચૌધરી
15. પંચમહાલ- રાજપાલસિંહ જાધવ
16. સાબરકાંઠા- ભીખાજી દુધાજી ઠાકોર
17. અમદાવાદ પૂર્વ- હસમુખ પટેલ
18. ભાવનગર- નિમુબેન બાંભણિયા
19. વડોદરા- રંજનબેન ભટ્ટ
20. છોટા ઉદેપુર- જશુભાઈ રાઠવા
21. સુરત- મુકેશ ચંદ્રકાંત દલાલ
22. વલસાડ- ધવલ પટેલ
પ્રથમ યાદીમાં 195 ઉમેદવારોના નામ
પ્રથમ યાદી (BJP Candidate First List)માં ભાજપે ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધુ 51 ઉમેદવારો, મધ્યપ્રદેશમાં 24, પશ્ચિમ બંગાળમાં 20, ગુજરાતમાં 15, રાજસ્થાનમાં 15, કેરળમાં 12, તેલંગાણા, આસામ, છત્તીસગઢ અને ઝારખંડમાં 11-11, દિલ્હીમાં 5, ઉત્તરાખંડમાં 3, જમ્મુ અને કાશ્મીરમાં 2, ગોવા, ત્રિપુરા, આંદામાન અને નિકોબારમાં એક-એક, દમણ અને દીવની એક-એક બેઠક માટે ઉમેદવારો જાહેર કર્યા હતા. ભાજપની પ્રથમ યાદીમાં 30 અનુસૂચિત જાતિ અને 20 અનુસૂચિત જનજાતિના નેતાઓને સ્થાન મળ્યું છે. આ યાદીમાં એક ખ્રિસ્તી અને એક મુસ્લિમ ઉમેદવાર પણ સામેલ છે. ભાજપની આ યાદીમાં 28 મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. પ્રથમ યાદીમાં 34 કેન્દ્રીય મંત્રીઓ અને ત્રણ મુખ્યમંત્રીઓને પણ ટિકિટ આપવામાં આવી છે. આમ, ભાજપ દ્વારા પ્રથમ યાદીમાં કુલ 195 ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા.
ભાજપના 195 ઉમેદવારોની પ્રથમ યાદી જોવા અહીં ક્લિક કરો
તૃણમૂલ કોંગ્રેસે પણ ઉમેદવારોના નામ જાહેર કર્યા
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 10મી માર્ચે તમામ 42 બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કર્યા હતા. તૃણમૂલ કોંગ્રેસની આ યાદીમાં ગુજરાતના જાણીતા ક્રિકેટ બંધુ પૈકી એક ઈરફાન પઠાણના ભાઈ યુસુફ પઠાણનું નામ છે. તેમને બરહામપુરની બેઠક પરથી લોકસભાની ટિકિટ ફાળવવામાં આવી છે. જ્યારે બીજી બાજુ સંસદમાંથી બરતરફ થયેલા પૂર્વ સાંસદ મહુઆ મોઈત્રાને ફરી એકવાર કૃષ્ણનગરની બેઠક પરથી ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.