Get The App

ઉત્તરપ્રદેશમાં ભાજપનો આંતરિક વિવાદ શાંત પડ્યો! ઘણાં દિવસો બાદ સાથે દેખાયા બે દિગ્ગજ

Updated: Jul 29th, 2024


Google NewsGoogle News
ઉત્તરપ્રદેશમાં ભાજપનો આંતરિક વિવાદ શાંત પડ્યો! ઘણાં દિવસો બાદ સાથે દેખાયા બે દિગ્ગજ 1 - image


Image: Twitter

Uttar Pradesh BJP: ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ચોમાસા સત્રની કાર્યવાહી ચાલી રહી છે ગૃહમાં અખિલેશ યાદવના બદલે માતા પ્રસાદ પાંડે નજર આવશે. આ સત્રમાં જોરદાર હોબાળો મચે તેવા સંકેત નજર આવી રહ્યા છે. વિપક્ષ અનેક મુદ્દા પર સરકારને ઘેરી શકે છે. આ વચ્ચે હવે ઉત્તર પ્રદેશમાં ભાજપનો આંતરિક વિવાદ ઉકેલાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, સત્ર શરૂ થવા પહેલા સીએમ યોગી આદિત્યનાથે ધારાસભ્ય દળની બેઠક કરી હતી. આ દરમિયાન બંને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને બૃજેશ પાઠક સીએમ યોગી સાથે નજર આવ્યા હતા.

સીએમ યોગી આદિત્યનાથ અને ડેપ્યુટી સી એમ કેશવ પ્રસાદ મોર્ય એક સાથે નજર આવ્યા

યુપી વિધાનસભાના ચોમાસા સત્ર પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મીડિયાને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે આજથી વિધાનસભાની બેઠક શરૂ થઈ રહી છે. અમે ધારાસભ્યો અને વિધાન પરિષદના સદસ્યોનું સ્વાગત કરીએ છીએ. યુપીએ ફેબ્રુઆરીમાં જ બજેટ પાસ કરી દીધું હતું. રાજ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી પૂરક બજેટ રજૂ થશે. યુપી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરફ અગ્રેસર છે. પીએમ મોદીના માર્ગદર્શન હેઠળ આપણે નવી ઊંચાઇઓ પ્રાપ્ત કરી છે. ગૃહ સરળ રીતે ચાલે તેના માટે સત્તાપક્ષ અને વિપક્ષના સદસ્યોને આગ્રહ કરું છું. આ દરમિયાન બંને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોર્ય અને બૃજેશ પાઠક સીએમ સાથે નજર આવ્યા હતા.

વિપક્ષ આ મુદા પર યોગી સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે 

લોકસભા ચૂંટણી બાદ વિધાનસભાનું આ પ્રથમ સત્ર છે. રવિવારે વિપક્ષ નેતા બન્યા બાદ માતાપ્રસાદ પાંડેએ સ્પષ્ટ કરી દીધું હતું કે ચોમાસા સત્રમાં વિપક્ષ રાજ્ય સરકાર વિરુદ્ધ આક્રમક વલણ અપનાવશે. તેમણે કહ્યું કે ચોમાસા સત્ર દરમિયાન અમે ખેડૂતોના શોષણ, પુરની સમસ્યા, વહીવટી તંત્રમાં ભ્રષ્ટાચાર, બેરોજગારી, કાયદા વ્યવસ્થામાં ઘટાડો, વીજ પુરવઠાની સમસ્યા અને આરોગ્ય સંબંધિત મુદ્દા ઉઠાવીશું.


Google NewsGoogle News