‘અમે તમને પુરો સપોર્ટ કરીશું’, આતિશીના CM બનવા પર BJP સાંસદ મનોજ તિવારીનું નિવેદન
Manoj Tiwari: BJP MP મનોજ તિવારીએ આતિશીને દિલ્હીના CM તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. શપથ ગ્રહણ કાર્યક્રમમાં તેઓ રાજ નિવાસમાં પણ હાજર રહ્યા હતા.
મનોજ તિવારીએ કહ્યું કે, હું આતિશીને દિલ્હીની ત્રીજી મહિલા સીએમ બનવા બદલ અભિનંદન આપું છું. મને દિલ્હી વિશે કેટલીક ચિંતાઓ છે જે હું તેને જણાવીશ. હું તેમને પત્ર પણ લખી રહ્યો છું.
મનોજ તિવારીએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલ સાડા નવ વર્ષથી સીએમ છે. લોકો પહેલાથી જ દિલ્હીની સ્થિતિ જોઈ રહ્યા છે, રસ્તાઓ પર ખાડાઓ છે. નદી અને હવા ગંદી છે. ચૂંટણીને હવે માત્ર ત્રણ-ચાર મહિના બાકી છે. આ સમય દરમિયાન, અમે તમારા કામમાં સપોર્ટ આપીશું.
મહત્વનું છેકે, આતિશી પહેલા સુષ્મા સ્વરાજ અને શીલા દીક્ષિત દિલ્હીના મહિલા સીએમ હતા. આતિશી દિલ્હીના સૌથી યુવા સીએમ પણ છે. આતિશીની સાથે પાંચ કેબિનેટ મંત્રીઓ ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, સૌરભ ભારદ્વાજ, ઈમરાન હુસૈન અને મુકેશ અહલાવતે પણ પદ અને ગુપ્તતાના શપથ લીધા છે. રાજ નિવાસ ખાતે લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના દ્વારા દરેકને શપથ લેવડાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: