Get The App

દિલ્હીમાં ભાજપનો જાદૂ ચાલ્યો, કોંગ્રેસ અને 'આપ' ના ગઠબંધનને લોકોએ નકાર્યુ

નોર્થ -ઇસ્ટ દિલ્હીમાં કોંગ્રેસના કનૈયાકુમારને પણ જીત મળી નહી

ભાજપને દિલ્હીની સાતેય બેઠકો પર સફળતા મળી રહી છે

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
દિલ્હીમાં ભાજપનો જાદૂ ચાલ્યો, કોંગ્રેસ  અને 'આપ' ના ગઠબંધનને લોકોએ નકાર્યુ 1 - image


નવી દિલ્હી, ૪ જુન,૨૦૨૪,મંગળવાર 

દિલ્હીની ૭ બેઠકો પર આમઆદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનને લોકોએ નકાર્યુ હોય એમ તમામ સાત બેઠકો પર ભાજપનું કમળ ખિલ્યું છે. ચુંટણી પંચના આંકડા મુજબ ૩ બેઠકો ભાજપે જીતી લીધી છે જયારે ૪ બેઠકો પર ભાજપના ઉમેદવારો આગળ છે. જો કે પ્રતિસ્પર્ધીઓ કરતા ભાજપના સરસાઇ ધરાવતા ઉમેદવારો ખૂબ આગળ હોવાથી ૭ માંથી ૭ બેઠકો પર ભાજપનો વિજય નિશ્ચિત બન્યો છે.

ચાંદની ચોકથી ભાજપના પ્રવિણ ખંડલવાલ, ૮૯૩૨૫, નવી દિલ્હીથી બાંસુરી સ્વરાજ ૭૮૩૭૦ અને રામવીરસિંહ બિધુરી ૧૨૪૩૩૩ મતોથી વિજયી થયા છે. નોર્થ ઇસ્ટ દિલ્હી બેઠક પર મનોજ તિવારી ૧૩૭૦૬૬ મતોની સરસાઇ, ઇસ્ટ દિલ્હીમાં હર્ષ મલહોત્રા ૯૨૯૨૬ મતોની સરસાઇ,  નોર્થ વેસ્ટ દિલ્હીમાં યોગેન્દ્ર ચાંદલોડિયા ૨૯૦૮૪૯ અને વેસ્ટ દિલ્હી કમલજીત શેરાવત ૧૯૬૫૭૩ મતોની સરસાઇ સાથે જીત તરફ અગ્રેસર છે. 

દિલ્હીમાં ભાજપનો જાદૂ ચાલ્યો, કોંગ્રેસ  અને 'આપ' ના ગઠબંધનને લોકોએ નકાર્યુ 2 - image

નોર્થ -ઇસ્ટ દિલ્હીમાં જીતના દાવેદાર ગણાતા કોંગ્રેસના ઉમેદવાર કનૈયાકુમાર પણ જીતી શકયા નથી. ચાંદની ચોક બેઠક પર ગઢબંધન ઉમેદવારે શરુઆતમાં સરસાઇ મેળવી હતી પરંતુ પછી પાછળ રહી ગયા હતા. આમ આદમીના અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સંજયસિંહ પર ઇડીની કાર્યવાહી અને જેલનો મુદ્વો ખૂબજ ચર્ચામાં રહયો હતો. ભાજપ વિરુધ જીતી શકાય તે માટે આમ આદમી પાર્ટી અને કોગ્રેસે સીટ શેરિંગ કરીને મતો વહેંચાતા અટકાવ્યા હતા, તેમ છતાં દિલ્હીમાં ભાજપનો જ જાદૂ ચાલ્યો છે અને આપ અને કોંગ્રેસના ગઠબંધનને લોકોએ નકારી દીધું હતું. 


Google NewsGoogle News