લોકસભામાં ભાજપનો નિસ્તેજ દેખાવ : મંદી અને બેરોજગારીનો પડકાર
- ભાજપે મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાન સભા ચૂંટણી જીતીને અણધાર્યું કમબેક કર્યું
- રાહુલ ગાંધી હવે નેતા બનવાના પાઠ પાક્કા કરીને આવ્યા હોય તેમ પ્રભાવી સાંસદ બન્યા છે
- અયોધ્યા રામ મંદિર નિર્માણનું સ્વપ્ન સાકાર થયું પણ મતપેટી છલકાવી ન શક્યું
- વર્ષ દરમ્યાન દેશમાં મંદિર મસ્જીદ વિવાદ અને બે કોમ વચ્ચે અજંપો વધ્યો
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા : મત મેળવવા માટેનો રાજમાર્ગ
નેવીની સ્પીડ બોટની ટક્કર: મુંબઈ ફેરી બોટ દુર્ઘટનામાં ૧૪નાં મૃત્યુ
નૂતન વર્ષ - ૨૦૨૪ નો પ્રથમ મહિનો પ્રભુ રામલલ્લાના આવવાથી ભક્તિ અને શ્રદ્ધામય જોવા મળ્યો. ૫૦૦ વર્ષ પછી ઐતહાસિક ૨૨મી જાન્યુઆરીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહમાં બપોરના અભિજીત કરી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરી.
ભારતનું પ્રથમ સૂર્ય મિશન ''આદિત્ય એલ-૧'' પૃથ્વીથી ૧૫ લાખ કિ.મી. દૂર લેંગ્રેજ પોઈન્ટ પર સ્થાપિત થયું. કુલ ૭ પેલોડમાંથી ૪ પેલોડ સૂર્યની આસપાસ અભ્યાસ કરતું.
બિહારના નીતિશકુમાર ફરી એન.ડી.એ.માં સામેલ થયા. નીતીશકુમાર બિહારમાં નવમી વખત મુખ્યમંત્રી બનનાર પ્રથમ નેતા બન્યા. બિહાર એન.ડી.એ. સરકારવાળું ૧૭મું રાજ્ય બન્યું.
મણિપુરના થૌબાલ જિલ્લાથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ''ભારત જોડો ન્યાયયાત્રા'' શરૂ કરી.
નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું અંદાજપત્ર કુલ ૪૭.૬૬ લાખ કરોડનું રજુ કર્યું.
વડાપ્રધાન મોદીએ અબુધાબીમાં બનેલ પ્રથમ હિન્દુ મંદિર (બી.એ.પી.એસ. દ્વારા) ઉદ્ધાટન કર્યું. ૭૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ આ યુ.એ.ઈ.નું પ્રથમ હિન્દુ મંદિર.
જ્ઞાનવાપીના ભોંયરામાં આખરે હાઈકોર્ટના ચૂકાદાથી ૩૧ વર્ષ પછી હિન્દુઓને પૂજાનો અધિકાર મળ્યો.
જમીન કૌભાંડમાં ઘેરાયેલા ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને રાજીનામું આપ્યું. ચંપઈ સોરેન ઝારખંડના નવા મુખ્યમંત્રી બન્યા.
સુપ્રીમ કોર્ટે ઈલેકટોરલ બોન્ડને ગેરબંધારણીય ગણાવી રદ કર્યો.
સૌ પ્રથમવાર ભારતના પાંચ મહાનુભાવોનો ''ભારત રત્ન'' એવોર્ડ જાહેર થયા. જેમાં પુર્વ ગૃહમંત્રી એલ. કે. અડવાણી, પુર્વ વડાપ્રધાન ચરણસિંહ ચૌધરી, પુર્વ વડાપ્રધાન પી. વી. નરસિંહરાવ, બિહારના પુર્વ મુખ્યમંત્રી કપૂરી ઠાકુર અને કૃષિ વિજ્ઞાની એમ. એસ. સ્વામીનાથનનો સમાવેશ થાય છે.
વિશ્વમાં સૌથી મોટી અને મોંઘી ભારતની લોકસભાની ચૂંટણી જાહેર થઈ. કુલ ૫૪૩ બેઠકો માટે ૧૯મી એપ્રિલથી ૧લી જૂન - ૨૦૨૪ સુધી એટલે કે ૪૪ દિવસ સુધી ચૂંટણી ૭ તબક્કામાં યોજાશે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડીએ ''લિકર પોલીસી કૌભાંડ''ના મુખ્ય સુત્રધાર ગણાવી ૬ દિવસના રિમાન્ડ પર લીધા. બેંગ્લોરમાં ભારે જળસંકટ, લોકો શહેર છોડવા મજબુર થયા.
એપ્રિલ મહિનો ચૂંટણી ઢંઢેરાઓ અને લોકસભા ચૂંટણી મતદાનનો રહ્યો. ભાજપનું સુત્ર અબ ૪૦૦ પારની જેમ કોંગ્રેસે પણ ૩૪૦ પાર સુત્ર આપ્યું.
૧૯મી એપ્રિલના રોજ પ્રથમ તબક્કાના મતદાન સાથે લોકસભા - ચૂંટણી પર્વ ૨૦૨૪ નો પ્રારંભ થયો. જે ૪૭ દિવસ સુધી ચાલશે.
ભારતની વસ્તી ૧૪૪ કરોડની થઈ. વસ્તીની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને આવ્યું. ૧૪૨.૫ કરોડની વસ્તી સાથે ચીન દ્વિતીય ક્રમે રહ્યું. દૂરદર્શનનો લોગો ભગવો કરાયો. ચેન્નઈમાં જળસંકટ.
મે મહિનો ધોમધમતો... છ તબક્કા સુધીનું વોટીંગ થયું ત્યાં સુધીમાં ગરમીનો પારો ૪૯ ને પાર થઈ ગયો ! ગરમીના પારાની જેમ ચારધામની યાત્રામાં પણ ભારે ધસારો જોવા મળ્યો.
આપના સાંસદ સ્વાતિ માલીવાલે કેજરીવાલના ઘરમાં હુમલા થતાં પોલીસ ફરિયાદ નોંધાવી. કર્ણાટક સેક્સ સ્કેન્ડલમાં પ્રજવલ્લને જે.ડી.એસ.માંથી સસ્પેન્ડ કરાયા. પિતા દેવગૌડાના ઘરમાં છૂપાયેલા ધારાસભ્ય રેવન્નાની ધરપકડ કરાઈ. પ્રજ્વલ્લના જામીન નામંજુર થયા. મણિપુર હિંસાને એક વર્ષ થયું. જાતિય હિંસા યથાવત્ વિસ્ફોટક સ્થિતિ.
જૂન મહિનાના પ્રથમ પખવાડિયામાં નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન બનવાના શપથ ગ્રહણ કર્યા. ૭૨ મંત્રી બન્યા, જેમાં ૩૩ નવા ચહેરાઓ, ૩૧ કેબિનેટ મંત્રી, ૩૬ રાજ્યમંત્રી, ૫ સ્વતંત્ર હવાલો, કેબિનેટમાં સૌથી વધુ ૫ મંત્રીઓ ગુજરાતના પસંદ કરાયા, ૭ મહિલાઓ મંત્રી બન્યા.
આ પહેલા ૪થી જૂનના રોજ ચૂંટણી પરિણામ આવ્યું હતું જેમાં NDAને ૨૯૧ બેઠકો (ભાજપ-૨૪૦), ઇન્ડિયાને ૨૩૪ (કોંગ્રેસ-૯૯) અન્યને ૧૮ બેઠકો મળી હતી.
રાહુલ ગાંધી વિપક્ષના નેતા બન્યા. તેઓએ રાયબરેલી બેઠક જાળવી રાખી. વાયનાડની બેઠક છોડી જ્યાંથી પ્રિયંકા ગાંધીએ ઉમેદવારી નોંધાવી. સ્પીકર પદ માટે ૭૨ વર્ષમાં પ્રથમવાર ચૂંટણી થઇ. NDAના ઉમેદવાર ઓમ બિરલા ધ્વનિમતથી ચૂંટાયા.
ઓડિશામાં આદિવાસી નેતા મોહનચરણ માંઝી, આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુ, અરૂણાચલમાં પ્રેમા ખાંડુ મુખ્યમંત્રી બન્યા. અજીત ડોભાલ ત્રીજી વખત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, પી.કે. મિશ્રા વડાપ્રધાનના મુખ્ય સચિવ બન્યા.
ન્યુ જલપાઈ ગુડી નજીક કંચનજંગા એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે ભીષણ અકસ્માત થયો. નવના મોત થયા.
જુલાઇ મહિનો ભયંકર વરસાદ, ટ્રેન અકસ્માત, સત્સંગમાં નાસભાગ અને આઈ.ટી. સંકટવાળો રહ્યો. ભારતની વસ્તી ૧૪૪ કરોડ થઇ.
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમને ૭મું બજેટ વર્ષ ૨૦૨૪-૨૫ માટે ૪૮.૨૧ લાખ કરોડનું રજુ કર્યું. ૩ થી ૭ લાખ માટે ૫%, ૭થી ૧૦ લાખ માટે ૧૦%, ૧૦થી ૧૨ લાખ માટે ૧૫% ટેક્ષ જાહેર કર્યો.
પહેલી જુલાઈથી દેશમાં ૧૬૪ વર્ષ જૂના અંગ્રેજોના સમયથી ચાલી રહેલા ત્રણ અપરાધિક કાયદાઓ બદલાયા. ત્રણ નવા ભારતીય કાયદાઓમાં ''ભારતીય ન્યાયિક સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ લાગુ પડશે. જે અનુક્રમે IPL-1860, CRPC-1973 અને એડવાન્સ એક્ટ-૧૮૭૨નું સ્થાન લેશે.
ભાજપ અયોધ્યા પછી બદ્રીનાથમાં પણ હાર્યું. ઝારખંડના જામીન મુક્ત હેમંત સોરેન મુખ્યમંત્રી બન્યા.
જમ્મુમાં આતંક, ડોડામાં ફરી સેના પર આતંકી હુમલો, કેપ્ટન બ્રજેશ થાપા સહિત ૪ જવાન શહીદ થયા. ડોડા અને ડેડુચ્યા જિલ્લામાં સ્પેશિયલ કમાન્ડો ઉતાર્યા. (ડ્રોન-હેલિકોપ્ટરથી સર્ચ ઓપરેશન, ૨૪ આતંકવાદીનો સફાયો કરાયો.
કેરળના વાયનાડમાં ભારે વરસાદ, ભુસ્ખલનથી ભારે આફત, અડધી રાત્રે પર્વત ધસી પડતાં ૪ ગામ દટાયા, ૧૨૩ના મૃત્યુ થયા, ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લાના પુલરાઈમાં નારાયણ સાકાર ઉર્ફે ભોલા બાબાના સત્સંગ પછી થયેલી નાસભાગમાં ૧૨૩ના મૃત્યુ થયા. ૮૦,૦૦૦થી વધુ ભીડ ઉમટી હતી. SITના રીપોર્ટમાં ભોલા બાબાને ક્લીનચીટ આપવામાં આવી.
૧૯ જુલાઈના રોજ દુનિયાભરમાં IT સંકટ સર્જાયું. વિશ્વ બંધ થઇ ગયું. ફ્લાઇટ કેન્સલ થઇ. જગન્નાથ મંદિરનો ખજાનો ૪૬ વર્ષે ખુલ્યો. પેરિસ ઓલિમ્પિકમાં મનુ ભાકરે શૂટીંગમાં બે બ્રોન્ઝ જીતી ઇતિહાસ રચ્યો.
ઓગસ્ટ મહિનામાં વરસાદ, પૂર, આરજીકર મેડિકલ કોલેજ દુષ્કર્મ કેસ અને સ્ત્રી-૨ ફિલ્મની ચર્ચાના સમાચારો મુખ્ય રહ્યા.
વડાપ્રધાન મોદીએ ૧૫મી ઓગસ્ટના રોજ ૭૮માં સ્વતંત્રતા દિવસની ઉજવણી લાલ કિલ્લા પરથી ૧૧મી વખત સંબોધન કરીને કરી. પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ પછી ૧૧મી વખત લાલકિલ્લા પરથી સંબોધન કરનારા મોદી પ્રથમ વડાપ્રધાન બન્યા. હવે પ્રોપર્ટી વેચાણ પર ઇન્ટેક સેશનનો લાભ મેળવી શકાશે. સરકારે સુધારો કર્યો. ૪૫ વર્ષ પછી ભારતીય વડાપ્રધાનનો પોલેન્ડ પ્રવાસ.
દેશમાં પ્રથમ વખત 'રીયુઝેબલ હાઈબ્રિડ રોકેટ રૂમી-૧નું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરાયું. દેશના પ્રથમ સેમિકંડક્ટર પ્લાન્ટનું આસામમાં ભૂમિ પૂજન કરવામાં આવ્યું. દેશની પ્રથમ ડિજિટલ કોર્ટ કેરળમાં શરૂ થઇ.
કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં ૭૦૦૦થી વધુ લોકોએ હુમલો કર્યો. જૂનિયર મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં રેલી યોજાઈ. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શરીરની ઉપર ૧૬ અને અંદર ૯ જગ્યાએ ઊંડી ઇજાઓ જણાવાય. હેમા કમિટિના રિપોર્ટ બાદ મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભારે હલચલ. અભિનેતા સિદ્દીકી પર બળાત્કારનો આરોપ. ભારત બંધની ૭ રાજ્યમાં જ અસર જોવા મળી.
૭૦માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો જાહેર થયા. ગુલમહોર શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ, માનસી પારેખ, નિત્યા મેમન શ્રેષ્ઠ અભિનેત્રી, નીના ગુપ્તા સહાયક અભિનેત્રી.
પ.બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું, પૂર્વ સૈન્ય અધ્યક્ષ જનરલ સુંદરરાજનનું અવસાન થયું.
સપ્ટેમ્બર મહિનામાં મોદીજ્ર૩ના ૧૦૦ દિવસ પૂર્ણ, જમ્મુ કાશ્મીરમાં શાંતિપૂર્ણ મતદાન, ૭૦ વર્ષથી વધુ વયના નાગરિકો ''આયુષમાન ભારત''માં કવર થશે. કેન્સરની દવા પરનો ય્જી્ ૧૨થી ઘટાડી ૫% કરાયો.
આપ નેતા અરવિંદ કેજરીવાલ ૧૭૭ દિવસ પછી તિહાડ જેલમાંથી બહાર આવ્યા પણ મુખ્યમંત્રીની ઓફિસે જઇ શકશે નહીં, ફાઇલ પર સહી પણ કરી શકશે નહીં. પાંખ વીનાની આઝાદી મળી ! બે દિવસ પછી અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું. આતિશી માર્લે દિલ્હીનાં સળંગ આઠમાં અને ત્રીજા મહિલા મુખ્યમંત્રી બન્યા. જમ્મુ કાશ્મીરમાં પહેલા તબક્કામાં ૭ જિલ્લાની ૨૪ બેઠકોના ૨૧૯ ઉમેદવારો માટે ૫૯% મતદાન થયું. બીજા તબક્કામાં ૫૪% મતદાન થયું. મણિપુરમાં કુકી જૂથોની અલાયદા વહીવટીતંત્રની માંગ, મણિપુર ભડકે બળ્યું, ઇમ્ફાલમાં કર્ફ્યુ, નેટ બંધ, હિંસક દેખાવો થયા.
આંધ્રપ્રદેશમાં ૨૦ વર્ષનું સૌથી વિનાશક પુર આવ્યું. ૨.૭૫ લાખથી વધુ લોકો બેઘર થયા. બિહારમાં જીતિયા તહેવાર દરમ્યાન ૩૭ બાળકો, ૭ મહિલા સહિત ૪૬ ડૂબ્યા. તીરૂપતિ મંદિરમાં લાડુમાં બીફની ચરબી અને માછલાનું તેલ મળ્યું.
ઓક્ટોબર મહિનામાં હરિયાણા અને જમ્મુ કાશ્મીરની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા, હરિયાણામાં ભાજપની હેટ્રિક, દેશના ઇતિહાસમાં પ્રથમવાર ૭૦ કે વધુ વર્ષના વડિલો માટે પાંચ લાખ સુધીની નિ:શુલ્ક સારવાર સુવિધા શરૂ થઇ. ન્યાયદેવીની પ્રતિમા ઉપર લગાવાયેલ પટ્ટી દૂર કરાઈ. મુંબઈમાં NCPના નેતા બાબા સિદીકીની હત્યા થઇ. પીઢ ઉદ્યોગપતિ રતન તાતાનું અવસાન થયું.
હરિયાણાની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કુલ ૯૦ બેઠકોમાંથી ૪૮ બેઠક જીતી. ૫૭ વર્ષનો રેકોર્ડ તોડયો. કોંગ્રેસે ૩૭ સીટ જીતી. જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોંગ્રેસે ૪૨, ભાજપે ૨૯, કોંગ્રેસે-૬ બેઠકો જીતી. હરિયાણામાં નાયબસિંહ સૈન્ય બીજી વખત મુખ્યમંત્રી બન્યા. જમ્મુ કાશ્મીરમાં ઓમર અબ્દુલ્લા મુખ્યમંત્રી બન્યા.
આંધ્રના ચંદ્રબાબુ નાયડુને ઇડીએ ૩૭૧ કરોડના સ્કેમમાં ક્લીનચીટ આપી. મુંબઈની લોકલ ટ્રેનના ડબ્બાઓ CCTVથી સુસજ્જ કરાયા. લદ્દાખની વિવિધ માંગણીઓ માટે અચોક્કસ મુદતના ઉપવાસ પર બેઠેલા સોનમ વાંગચૂકે ગૃહમંત્રાલયના આશ્વાસને ઉપવાસ તોડયા.
LAC પર સાડા ચાર વર્ષ પહેલાની સ્થિતિ જાળવી રાખવા ભારત-ચીન તૈયાર. કેન્દ્રીય કર્મચારીઓ ૨૦ વર્ષની નોકરી પછી VRS લઇ શકશે.
મિથુન ચક્રવર્તિને દાદા સાહેબ ફાળકે એવોર્ડ. વિજ્યા કિશોર રહારકર મહિલા પંચના નવમાં અધ્યક્ષ. દેશની પ્રથમ હાઈડ્રોજન ટ્રેન તૈયાર. ઉજ્જૈનની નિકિતા પોરવાલએ મિસ ઇન્ડિયા-૨૦૨૪ ખિતાબ જીત્યો. રતન તાતાના સાવકા ભાઈ નોએલ રતન તાતાના ઉત્તરાધિકારી બન્યા. OTT પ્લેટફોર્મ પર હવે ગાળા-ગાળી કે અશ્લીલ દ્રશ્યો વખતે બીપ-બીપ અવાજ અને ધુંધળું દેખાશે.
બિહારમાં લઠ્ઠાકાંડથી ૫૧ના મોત. વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળતી રહી.
નવેમ્બર મહિનાની ગુલાબી ઠંડીમાં મહારાષ્ટ્રમાં કમળ ખીલ્યું. મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં એનડીએએ ભવ્ય વિજય મેળવ્યો. ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં ઇન્ડિયાએ વિજય મેળવ્યો. વિશ્વના એકમાત્ર હસ્તલેખિત એવા ભારતના બંધારણના ૭૫ વર્ષ થયા. દિલ્હીની હવા હવે વિશ્વમાં સૌથી વધુ પ્રદૂષિત થઇ. અદાણી પર ૨૨૦૦ કરોડની લાંચનો આરોપ. અમેરિકાએ ધરપકડ વોરંટ જાહેર કર્યું. CJI ડી.વાય.ચંદ્રચુડ નિવૃત્ત થયા અને સંજીવ ખન્ના દેશના ૫૧માં મુખ્ય ન્યાયમૂર્તિ બન્યાં.
જમ્મુ-કાશ્મીર વિધાનસભાએ રાજ્યને ''વિશેષ દરજ્જો'' કલમ-૩૭૦ની ફરી વાપસીની દરખાસ્ત પસાર કરી, આ મુદ્દે સત્તા પક્ષ અને ભાજપના ધારાસભ્યો વચ્ચે ઝપાઝપી થઇ.
વિદેશમંત્રી જયશંકરની પ્રેસ કોન્ફરન્સ દર્શાવવા બદલ કેનેડાએ ઓસ્ટ્રેલિયન ચેનલ બંધ કરી. પાન ૨.૦ અપગ્રેડ કરાશે. નવા પાન કાર્ડમાં QR રહેશે. વાયનાડથી ચૂંટાયેલ પ્રિયંકા ગાંધીએ બંધારણ સાથે રાખીને સોગંદ લીધા. સંસદમાં પહેલીવાર ગાંધી પરિવારના ૩ સભ્યો થયા.
પ્રથમવાર મસ્કના ફાલ્કન-૯ રોકેટથી ઇસરોના બે સેટ M2 ઉપગ્રહ લોન્ચ થયો.
વાયુ પ્રદૂષણને લીધે દિલ્હીમાં અતિ ગંભીર પરિસ્થિતિ. સ્કુલ, કોલેજ, સુપ્રીમ કોર્ટ બધુ ઓનલાઈન, વર્ક ફ્રોમ હોમ. ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજની NICUમાં આગ લાગવાથી ૧૦ નવજાત શીશુના મૃત્યુ થયા.
વડાપ્રધાન મોદીના આર્થિક સલાહાકાર સમિતિના અધ્યક્ષ ડો. વિવેક દેબરોય, ઉદ્યોગપતિ શશિકાંત રુઇયાનું અવસાન થયું.
મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ ૨૧માં મુખ્યમંત્રી બન્યા. જ્યારે શિવસેના એકનાથશિંદે અને એન.સી.પી. નેતા અજીત પવાર નાયબ મુખ્યમંત્રી બન્યા. ફડણવીસ ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા. મહારાષ્ટ્રમાં વિશેષ સત્રમાં પહેલાં જ દિવસે વિપક્ષે શપથ લેવાનું ટાળીને વોકઆઉટ કર્યો હતો.
સંસદના ૭૨ વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ઉપરાષ્ટ્રપતિ-રાજ્યસભાના સભાપતિ- જગદીપ ધનખડની વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ અપાઈ. અલહાબાદ હાઈકોર્ટના વિવાદિત જજ શેખરકુમાર યાદવ વિરૂદ્ધ મહાભિયોગની નોટિસમાં વિપક્ષના ૫૫ સાંસદોએ સહી કરી.
''વન નેશન- વન ઈલેકશન''ને કેબિનેટની મંજૂરી. લોકસભામાં ''બેન્કિગ સુધારા'' બિલ પાસ. રાજયસભામાં સાંસદ અભિષેક મનુ સિંધવીની સીટ પરથી ચલણી નોટોની થોકડી મળી ! પ્રયાગરાજ - મહાકુંભમાં વ્યવસ્થા અને સુરક્ષા જાળવી શકાય એ માટે પ્રયાગરાજના ૬૦૦૦ હેકટરમાં ઉત્તર પ્રદેશનો ૭૬મો જીલ્લો બનાવાયો.
કર્ણાટકમાં પૂર્વ મુખ્યમંત્રી એસ. એમ. કૃષ્ણાનું ૯૨ વર્ષની વયે અવસાન.
જગવિખ્યાત તબલાવાદક ઉસ્તાદ જાકિરહુસેનનું નિધન. સંસદમાં ડૉ. બાબા આંબેડકર અને અનામત મુદ્દે સાંસદો બાખડયાં. જ્યપુર અજમેર માર્ગ પર ટ્રક અને જ્વલનશીલ ટેન્કર અથડાતા ૧૪નાં મૃત્યું થયા હતાં.
દેવગૌડાના પુત્ર અને પૌત્ર પ્રાજવાલનું સેકસ કૌંભાંડ
ભૂતપૂર્વ વડાપ્રધાન અને કર્ણાટકના મોટા ગજાના નેતા દેવગૌડાના પુત્ર એચ.આર. રેવાન્ના તેમજ તેના પૌત્ર પ્રાજવાલના સેકસ કૌભાંડથી રાજકારણ હચમચી ઊઠયું. પ્રાજવાલે પોતે જ બનાવી હોય તેવી હજારો યુવતીઓની નગ્ન અને બીભત્સ હરકત કરતો હોય તેવી સી. ડી.સમગ્ર રાજ્યમાં વાઇરલ બની. અંતે તે મ્યુનીચ(જર્મની)થી બેંગલોર આવ્યો અને જેલભેગો કરાયો
મોતની સજાથી બચ્યા : નેવીના ભૂતપૂર્વ આઠ અધિકારીઓને કતારમાંથી મહામહેનતે પરત લવાયા
કતારની એક શિપિંગ કંપનીમાં ભારતના આઠ ભૂતપૂર્વ નેવી ઓફિસર નોકરી કરતા હતા. કતારની સરકારને તેઓ જાસુસી કરે છે તેવી શંકા જતા મૃત્યુ દંડની સજા ફટકારી હતી પણ ભારત સરકારની દરમિયાનગીરીને લીધે તેઓ મુક્ત કરાયા અને ભારત પરત ફરી શક્યા હતાં જ્યાં તેઓનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
બિહારમાં લઠ્ઠા કાંડમાં 51નાં મૃત્યુ
બિહારમાં લઠ્ઠા કાંડની ઘટના છાશવારે બનતી હોય છે આ વર્ષે ઓક્ટોબર મહિનામાં પણ ૫ વ્યક્તિઓના ઝેરીલી દેશી શરાબ પીવાથી મૃત્યુ થયા હતા.બિહારમાં મદ્યપાન પર પ્રતિબંધ હોઈ વ્યસનીઓ ગેરકાયદેસર ભઠ્ઠીમાં બનતા દેશી દારૂનું સેવન કરે છે અને કોઈ વખત આવા દારૂને પણ જાણબહાર ખરીદી લેતો હોય છે.