Get The App

મહારાષ્ટ્રમાં ભાજપનો ઐતિહાસિક વિજય, 80 ટકા સ્ટ્રાઈક રેટ સાથે ખીલ્યું કમળ

Updated: Nov 23rd, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં ભાજપનો ઐતિહાસિક વિજય, 80 ટકા સ્ટ્રાઈક રેટ સાથે ખીલ્યું કમળ 1 - image


Image: X

Maharashtra Assembly Election Result: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના રૂઝાનોમાં ભાજપની હવા કે આંધી નહીં પરંતુ સુનામી નજર આવી રહી છે. ભાજપે રાજ્યની 148 બેઠકો પર ચૂંટણી લડી હતી અને અત્યાર સુધી આવેલા રૂઝાનોમાં તે 127 બેઠકો પર આગળ ચાલી રહી છે. જો આ રૂઝાન પરિણામોમાં બદલાય છે તો ભાજપની આ અત્યાર સુધીની સૌથી મોટી જીત હશે. ભાજપનો સ્ટ્રાઈક રેટ 84 ટકાનો રહ્યો છે, જે રાજકીય પંડિતોને પણ ચોંકાવી રહ્યો છે. મહારાષ્ટ્રના ચૂંટણી ઈતિહાસમાં ભાજપને પહેલી વખત આટલી વધુ બેઠકો મળશે. આનાથી પાર્ટી રાજ્યના રાજકારણમાં મજબૂત થવાની સાથે જ ગઠબંધનમાં પણ ખૂબ શક્તિશાળી થઈને ઉભરશે અને પોતાના જ સીએમ બનાવવામાં તેને સફળતા મળી શકે છે.

ભાજપ માટે 127 બેઠકો પર જીત મેળવવાની સાથે જ સ્ટ્રાઈક રેટ પણ મહત્ત્વ રાખે છે. ભાજપે 2014ની વિધાનસભા ચૂંટણીમાં 260 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા પરંતુ 122 બેઠકો પર જ જીત મળી હતી. તે બાદ 2019માં તેનો શિવસેના સાથે ગઠબંધન થયુ હતુ અને 150 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા. તે બાદ પણ તેને 105 બેઠકો પર જ જીત મળી હતી. આ રીતે જોઈએ તો ભાજપને મહારાષ્ટ્રના પોતાના ચૂંટણી ઈતિહાસમાં સૌથી મોટી જીત મળી છે. આ પહેલા ભાજપને 2009માં 46 અને 2004માં 54 બેઠકો પર જીત મળી હતી.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં MVAનો રકાસ! શિંદે એકલા હાથે ઉદ્ધવ, પવાર અને કોંગ્રેસ પર ભારે, આંકડો ચોંકાવનારો

વિધાનસભા ચૂંટણીમાં ભાજપની આ બહુમત એટલી ધમાકેદાર છે કે મહાવિકાસ અઘાડીના તમામ દળોને મળેલી બેઠકોના ડબલથી પણ વધુ તેને જીત મળી છે. ભાજપની સાથે જ એકનાથ શિંદેની શિવસેનાને પણ મોટી સફળતા મળી છે અને 54 બેઠકો પર તે આગળ છે. એટલું જ નહીં કાકા શરદ પવારથી બળવો કરનાર અજીત પવારની એનસીપી પણ 35 બેઠકો પર આગળ છે.


Google NewsGoogle News