Get The App

હિમાચલપ્રદેશ અને ઉતરાખંડમાં ભાજપનું કલીન સ્વીપ, ઇન્ડિયા ગઠબંધનને ફટકો

હિમાચલની 4 અને ઉતરાખંડની 5 બેઠકોમાં ભાજપે જીતી

મંડી બેઠક કંગના રનૌતે કોંગ્રેસના ઉમેદવારને માત આપી

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
હિમાચલપ્રદેશ અને ઉતરાખંડમાં ભાજપનું  કલીન સ્વીપ, ઇન્ડિયા ગઠબંધનને ફટકો 1 - image


સિમલા, 4 જૂન,2024,મંગળવાર 

પ્રવાસન અને ધાર્મિક તિર્થ સ્થળો માટે જાણીતા હિમાચલપ્રદેશ અને ઉતરાખંડમાં ભાજપને બંપર સફળતા મળી હતી, હિમાચલની કુલ ૪ લોકસભા બેઠકો અને ઉતરાખંડની કુલ ૫ બેઠકો પર ભાજપને કલીન સ્વીપ મળી છે. ઉતરાખંડની ટેહરી, ગઢવાલ, અલમોરા, નૈનિતાલ અને હરિદ્વારની બેઠક પરના ભાજપના ઉમેદવારોને એક લાખ કરતા વધુ મતોની સરસાઇ સાથે જીત મળી હતી. 

હિમાચલપ્રદેશની હમીરપુર સીટ પર કેન્દ્રીયમંત્રી અનુરાગ ઠાકુર કોગ્રેસના ઉમેદવાર અને નજીકના હરિફ કરતા ૧.૭૭ લાખની સરસાઇ મેળવી હતી. મંડી સીટ પર ભાજપના ઉમેદવાર કંગના રનૌતની ૭૪૭૫૫ મતોથી જીત થઇ હતી. સિમલા બેઠક પર ભાજપના સુરેશકુમાર કશ્યપ પણ કોંગ્રેસના ઉમેદવાર સામે ૯૦ હજારથી વધુ મતોની સરસાઇ મેળવી હતી.  કાંગરા બેઠક પર ભાજપના રાજીવ ભારદ્વાજે નજીકના હરિફ આનંદ શર્મા સામે ૨૫૧૮૯૫ મતોની સરસાઇથી જીત મેળવી હતી. આ સાથે જ આ બે નાના રાજયોમાંથી બેઠકો મેળવવાથી ઇન્ડિયા ગઠબંધન વંચિત રહી ગયું હતું,



Google NewsGoogle News