Get The App

‘રાહુલ ગાંધીનું ‘X’ એકાઉન્ટ સસ્પેન્ડ કરો’, ચૂંટણી પંચમાં ફરિયાદ કરી ભાજપની માગથી રાજકીય ગરમાવો

Updated: Nov 11th, 2024


Google News
Google News
‘રાહુલ ગાંધીનું ‘X’ એકાઉન્ટ સસ્પેન્ડ કરો’, ચૂંટણી પંચમાં ફરિયાદ કરી ભાજપની માગથી રાજકીય ગરમાવો 1 - image


BJP Seeks Action Against Rahul Gandhi : ભાજપે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ ગંભીર આક્ષેપ કરીને ચૂંટણી પંચમાં પત્ર લખીને ફરિયાદ નોંધાવી છે. પત્રમાં રાહુલના ટ્વિટનો ઉલ્લેખ કરાયો છે. ભાજપે ચૂંટણી પંચને વિનંતી કરી છે કે, ‘સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’એ તેમનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવું જોઈએ તેમજ વાંધાજનક સામગ્રી હટાવવી જોઈએ.’

‘રાહુલ ગાંધી વિરુદ્ધ ફોજદારી ટ્રાયલ શરૂ કરાવો’

ભાજપના પત્રમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે, ચૂંટણી પંચ રાહુલ ગાંધી વિરુદ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરવા અને ફોજદારી ટ્રાયલ શરૂ કરવા માટે રાજસ્થાનના મુખ્ય ચૂંટણી અધિકારીને નિર્દેશ આપે. ભાજપે આક્ષેપ કર્યો છે કે, કોંગ્રેસના સ્ટાર કેમ્પેનર રાહુલ ગાંધીએ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરી સોશિયલ મીડિયા હેન્ડર એક્સ પર વાંધાજનક સામગ્રી પોસ્ટ કરી છે.

ભાજપે રાહુલ ગાંધીની પોસ્ટનો સ્ક્રીનશૉટ શેર કર્યો

ભાજપે ફરિયાદ પત્રમાં રાહુલ ગાંધીના ટ્વિટનો સ્ક્રીનશૉટ પણ શેર કર્યો છે. રાહુલ ગાંધીએ 25 નવેમ્બરે સવારે 8.00 કલાકે એક પોસ્ટ શેર કરી હતી, જેમાં રાજસ્થાનમાં કોંગ્રેસની ચૂંટણી ગેરેન્ટીનો ઉલ્લેખ કરાયો છે. ભાજપે આક્ષેપ કર્યો છે કે, ‘મતદાનના 48 કલાક પહેલા આચાર સંહિતા લાગુ પડી જાય છે અને આ દરમિયાન કોઈપણ પ્રકારનો ચૂંટણી પ્રચાર કરી શકાતો નથી, તેથી રાહુલ ગાંધીએ આ ટ્વિટ કરીને પીપલ્સ એક્સ 1951ની કલમ 126નું ઉલ્લંઘન કર્યું છે. આવા ઉલ્લંઘનના કેસમાં બે વર્ષની જેલ અને દંડની જોગવાઈ છે.

આ પણ વાંચો : વાયનાડમાં રાહુલ ગાંધીનો નવો અંદાજ, બહેન પ્રિયંકા માટે ચૂંટણી પ્રચાર કરી કહ્યું- ‘તમે મારી રાજનીતિ બદલી નાખી’

રાહુલ વિરુદ્ધ વહેલીતકે કાર્યવાહી કરો : ભાજપ

રાહુલે ચૂંટણીમાં આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું હોવાનો આક્ષેપ કરીને ભાજપે પત્રમાં લખ્યું છે કે, ‘રાહુલ ગાંધી કોંગ્રેસના સ્ટાર પ્રચારક છે, તેથી ચૂંટણી પંચે આવા ઉલ્લંઘનના મામલામાં તેમના વિરુદ્ધ વહેલી તકે અને કડક કાર્યવાહી કરવી જોઈએ.

અગાઉ ચૂંટણી પંચે રાહુલ ગાંધીને ફટકારી હતી નોટિસ

આ પહેલા રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર કરતી વખતે વડાપ્રધાન મોદી વિરુદ્ધ વાંધાજનક ‘પનૌતી’ શબ્દનો ઉપયોગ કર્યો હતો, જે મુદ્દે ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. ભાજપની ફરિયાદ બાદ ચૂંટણી પંચે કોંગ્રેસ નેતાને નોટિસ ફટકારી હતી. પંચે રાહુલ ગાંધીને જવાબ રજુ કરવા માટે શનિવાર સુધીનો સમય આપ્યો હતો.

આ પણ વાંચો : ભારત વિકસાવી રહ્યું છે ‘સ્વદેશી નેવિગેશન સિસ્ટમ’, ઇસરો લોન્ચ કરશે 7 નવા NavIC સેટેલાઇટ

Tags :
BJPRahul-GandhiElection-Commission

Google News
Google News