મહાકુંભમાં ચક્કાજામ, હાંફી ગયું તંત્ર: ભાજપે કાર્યકર્તાઓને દોડાવ્યા, અખિલેશ યાદવે પૂછ્યા સવાલ
Mahakumbh Mela: મહાકુંભ મેળો સમાપ્તિના આરે છે. એવામાં કરોડો શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી છે. જેના લીધે પ્રયાગરાજમાં રસ્તાઓ પર ચક્કાજામ થયો છે. તંત્ર અને સત્તાધીશો સતત સુવ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ લોકો કલાકો સુધી લોકો ટ્રાફિકમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. પ્રયાગરાજમાં ટ્રાફિકની અવ્યવસ્થાના કારણે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સરકાર પર આક્ષેપો લગાવ્યા છે, જ્યારે બીજી તરફ ભાજપ પોતાના કાર્યકરોને ટ્રાફિકમાં ફસાયેલા લોકોની મદદ કરવા અપીલ કરી રહી છે.
અખિલેશે દલીલ કરી છે કે, 'લોકો પરેશાન છે, બેચેન છે અને કોઈ જવાબદાર મંત્રી કે વ્યક્તિ દેખાતા નથી. અહીં મેળાના સ્થળ પર કેટલાય કિલોમીટર સુધી ટ્રાફિક જામની સ્થિતિ છે. બીજી બાજુ ભાજપના સંગઠન મંત્રી બીએલ સંતોષે પોતાના કાર્યકરોને ટ્રાફિક જામમાં ફસાયેલા લોકોને ભોજન અને પાણી પહોંચાડવા નિર્દેશ આપ્યો છે.
આ પણ વાંચોઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મહાકુંભમાં લગાવી પવિત્ર ડૂબકી, CM યોગી પણ સાથે હાજર રહ્યા
શું કહ્યું બીએલ સંતોષે?
ભાજપના મંત્રી બીએલ સંતોષે ટ્વિટ કર્યું છે કે, પક્ષના અધ્યક્ષ જેપી નડ્ડાના નિર્દેશ પર કાર્યકરો રસ્તાઓ પર ટ્રાફિક મેનેજમેન્ટ, કુંભ યાત્રીઓને ભોજન-પાણી, મેડિકલ સંબંધિત સેવા ઉપલબ્ધ કરાવવા સત્તાધીશોની મદદ કરે. આ ટ્વિટ બાદ ઉત્તર પ્રદેશની ભાજપ એક્શનમાં આવી છે. પક્ષના કાર્યાલયથી 10 જિલ્લાના જિલ્લાધ્યક્ષોને આ અંગે નોટિફિકેશન મોકલવામાં આી છે.
અખિલેશે સરકારને ઘેરી
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પ્રયાગરાજમાં ભારે ટ્રાફિક જામ માટે ઉત્તરપ્રદેશ સરકારની ટીકા કરતાં કહ્યું હતું કે મહા કુંભ મેળામાં આવતાં શ્રદ્ધાળુઓને ઘણી અસુવિધા પડી રહી છે. પ્રયાગરાજમાં જામને કારણે ખાવા માટે ન તો અનાજ, શાકભાજી અને મસાલા અને ન તો દવાઓ, પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ છે. જેના કારણે પ્રયાગરાજ, મહાકુંભ સંકુલ અને પ્રયાગરાજ તરફ જતા રસ્તાઓ પર ફસાયેલા કરોડો ભૂખ્યા, તરસ્યા અને થાકેલા શ્રદ્ધાળુઓની હાલત દર કલાકે ખરાબ થઈ રહી છે. આ ખૂબ જ ગંભીર સ્થિતિ છે. જેમ રાજ્યોમાં બંધારણીય વ્યવસ્થા નિષ્ફળ જાય છે ત્યારે કમાન્ડ કોઈ બીજાને આપવામાં આવે છે, તેવી જ રીતે મહાકુંભમાં અરાજકતાની ભરમાર જોઈને કઈ સક્ષમ વ્યક્તિને શાસનની કમાન સોંપવી જોઈએ. અસમર્થ લોકો ખોટો પ્રચાર કરી શકે છે, સાચી સિસ્ટમ નહીં.
લોકો સંપર્ક ગુમાવી રહ્યા છે...
અખિલેશે દાવો કર્યો હતો કે ભક્તોના મોબાઈલ ફોનની બેટરી ખતમ થઈ રહી છે, જેના કારણે તેમનો તેમના પ્રિયજનો સાથે સંપર્ક તૂટી રહ્યો છે. સંપર્ક અને માહિતીના અભાવે લોકોમાં બેચેની વધી છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કોઈ જવાબદાર મંત્રી કે વ્યક્તિ દેખાતા નથી. મુખ્યમંત્રી સંપૂર્ણ નિષ્ફળ સાબિત થયા છે એટલું જ નહીં, નાયબ મુખ્યમંત્રી અને પ્રયાગરાજ સાથે જોડાયેલા ઘણા જાણીતા મંત્રીઓ પણ ગાયબ છે.
સૈનિકો-સફાઈ કામદારોની અજોડ કામગીરી
અખિલેશે સૈનિકો, વર્ગ-4ના કર્મચારીઓ તથા સફાઈ કામદારોના વખાણ કરતાં કહ્યું કે, જેઓ દિવસ-રાત નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે, ભૂખ્યા અને તરસ્યા છે તેમના માટે ભોજન અને પાણીની કોઈ દેખીતી વ્યવસ્થા નથી. અધિકારીઓ રૂમમાં બેસીને ઓર્ડર આપી રહ્યા છે પરંતુ ગ્રાઉન્ડ લેવલે કામ કરવા બહાર આવ્યા નથી. પ્રયાગરાજના રહેવાસીઓને ગંદકી, ટ્રાફિક જામ અને મોંઘવારી સિવાય કશું મળ્યું નથી.
ભાજપે ભક્તો પર આરોપ ઢોળ્યો
ભાજપે પ્રયાગરાજમાં અવ્યવસ્થાનો આરોપ ભક્તો પર લગાવ્યો હોવાનો દાવો અખિલેશે કર્યો છે. મૌની અમાસના દિવસે કરોડોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં. તેમજ જ્યાં-ત્યાં ડેરો જમાવતાં નાસભાગનો ભોગ બન્યા હતા. 13 જાન્યુઆરીથી નવ ફેબ્રુઆરી સુધી 43.57 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું છે. વાહનોની સંખ્યા વધતાં ટ્રાફિક જામ સતત વધ્યો છે.