Get The App

ચૂંટણી લડ્યા વગર ભાજપ 4805 બેઠક જીત્યો આ રાજ્યમાં, મતદાનથી 16 દિવસ પહેલાં 71% બેઠકો જીતી

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
ચૂંટણી લડ્યા વગર ભાજપ 4805 બેઠક જીત્યો આ રાજ્યમાં, મતદાનથી 16 દિવસ પહેલાં 71% બેઠકો જીતી 1 - image


Tripura Election 2024 | ત્રિપુરામાં સત્તાધારી પક્ષ ભાજપે ત્રિ-સ્તરીય પંચાયતની ચૂંટણીઓ બિન હરિફ જીતી લીધી છે. મંગળવારે ચૂંટણી અધિકારીએ માહિતી આપી હતી કે રાજ્યની 71 ટકા બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જીત્યા છે. આ રાજ્યની પંચાયતમાં કુલ 6889 બેઠકો છે જેમાં ગ્રામ પંચાયત, પંચાયત સમિતિ અને જિલ્લા પરિષદનો પણ સમાવેશ થાય છે. તેમાંથી ભાજપે કુલ 4805 બેઠકો તો બિનહરીફ જ જીતી લીધી છે. હજુ તો 8 ઓગસ્ટે મતદાન થવાનું છે.

ચૂંટણી પંચના સચિવે આપી માહિતી 

ત્રિપુરામાં રાજ્ય ચૂંટણી પંચના સચિવ અસિત કુમાર દાસે જણાવ્યું હતું કે ભાજપે ગ્રામ પંચાયતોની કુલ 6,370 બેઠકોમાંથી 4,550 બિનહરીફ જીતી છે. જેના કારણે હવે 71 ટકા બેઠકો પર મતદાન નહીં યોજાય. હવે જે 1,819 ગ્રામ પંચાયત બેઠકો પર મતદાન થશે ત્યાં ભાજપે 1,809 ઉમેદવારો ઉભા રાખ્યા છે, જ્યારે CPI(M) એ 1,222 બેઠકો પર અને કોંગ્રેસે 731 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. ભાજપના સહયોગી ટીપ્રા મોથાએ 138 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે.

પંચાયત સમિતિઓની 423 બેઠકોમાંથી ભાજપે 235 બેઠક કબજે કરી 

અસિત કુમારે કહ્યું કે પશ્ચિમ ત્રિપુરા જિલ્લામાં મહેશખલા પંચાયતની એક બેઠક માટે ચૂંટણી હાલ નહીં યોજાય. આ બેઠક પર ભાજપના ઉમેદવારનું નિધન થઇ ગયું છે. દાસે કહ્યું, પંચાયત સમિતિઓમાં ભાજપે કુલ 423 બેઠકોમાંથી 235 બેઠકો બિનહરીફ જીતી લીધી છે, જે કુલ બેઠકોના 55 ટકા થાય છે. હવે 188 બેઠકો માટે મતદાન થશે. જ્યારે ભાજપે 116 જિલ્લા પરિષદ બેઠકોમાંથી 20 બિનહરીફ જીતી છે, જે કુલ બેઠકોના લગભગ 17 ટકા થાય છે. નોંધનીય છે કે નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 22 જુલાઈ હતી જ્યારે 8 ઓગસ્ટે મતદાન થવાનું છે. મતગણતરી 12 ઓગસ્ટે થશે. છેલ્લી ચૂંટણીઓમાં, ભાજપે ત્રિ-સ્તરીય પંચાયત વ્યવસ્થામાં 96 ટકા બેઠકો પર બિનહરીફ જીત મેળવી હતી.

ચૂંટણી લડ્યા વગર ભાજપ 4805 બેઠક જીત્યો આ રાજ્યમાં, મતદાનથી 16 દિવસ પહેલાં 71% બેઠકો જીતી 2 - image


Google NewsGoogle News