આ રાજ્યમાં ખુદ ભાજપને નથી જીતની આશા, પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું કેટલી બેઠકો પર પાર્ટી જીતશે

મિઝોરમ ભાજપના પાર્ટીએ કહ્યું , ભાજપ આ વખતે અક્ઝિટ પોલ કરતા સારુ પ્રદર્શન કરશે

ભાજપ મિઝોરમમાં 5 બેઠકો જીતી શકે છે, જે પક્ષ માટે સારી બાબત છે : વનલાલમુઆકા

Updated: Dec 3rd, 2023


Google NewsGoogle News
આ રાજ્યમાં ખુદ ભાજપને નથી જીતની આશા, પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું કેટલી બેઠકો પર પાર્ટી જીતશે 1 - image

ઈમ્ફાલ, તા.03 નવેમ્બર-2023, રવિવાર

Mizoram Assembly Election Result : મિઝોરમ વિધાનસભા ચૂંટણીની મતગણતરીની તારીખો બદલવામાં આવી છે. ચૂંટણી પંચે શુક્રવારે જણાવ્યું હતું કે, મિઝોરમાં 3 ડિસેમ્બરના બદલે 4 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે, ત્યારે મિઝોરમ BJP અધ્યક્ષ વનલાલમુઆકા (Vanlalhmuaka)એ કહ્યું કે, પાર્ટી આ વખતના એક્ઝિટ પોલ કરવા શ્રેષ્ઠ પ્રદર્શન કરશે.

મિઝોરમમાં ભાજપ 5 બેઠકો જીતશે : પાર્ટી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીના મિઝોરમ પાર્ટી અધ્યક્ષ વનલાલમુઆકાએ કહ્યું કે, ભાજપ આ વખતે અક્ઝિટ પોલ કરતા સારુ પ્રદર્શન કરશે, કારણ કે, રાજ્યમાં એક્ઝિટ પોલ કરવો ખુબ પડકારજનક છે. તેમણે કહ્યું કે, આ વખતે અમે 5 બેઠકો જીતવાની આશા રાખી રહ્યા છીએ, જેના કારણે પાર્ટીના વર્ચશ્વમાં આંશિત વધારો થશે અને સુધારો પણ જોવા મળશે. મિઝોરમમાં 40 વિધાનસભા બેઠકો છે. ભાજપ આ ચૂંટણીમાં 23 બેઠકો પર ચૂંટણી લડી છે. મિઝોરમમાં આવતીકાલે 7મી નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે.

મિઝોરમમાં 87 ટકા ખ્રિસ્તી સમુદાયની વસ્તી

ચૂંટણી પંચે શુક્રવારે જણાવ્યું હતું કે, મિઝોરમના લોકો માટે રવિવારનું વિશેષ મહત્વ હોય છે. આ જ કારણે મિઝોરમમાં મતગણતરીની તારીખો બદલાઈ છે. અમે ઘણા લોકોએ મતગણતરીના તારીખો બદલવા વિનંતી કરી હતી. 3 ડિસેમ્બર રવિવાર છે અને રવિવારે ખ્રિસ્તી સમાજના ઘણા લોકો ચર્ચમાં જતા હોય છે. આ જ કારણે તારીખો બદલવામાં આવી છે. રાજ્યમાં 87 ટકા ખ્રિસ્તી સમુદાયની વસ્તી છે. લોકોની માંગ હતી કે, પરિણામોની તારીખ બદલાવમાં આવે.

મિઝોરમમાં કોની સરકાર બનશે ?

મિઝોરમમાં હાલ મિઝો નેશનલ ફ્રન્ટની સરકાર છે, જોકે આ વખતે ZPM સરકાર બનાવી શકે છે. સર્વેના તારણો મુજબ 40 વિધાનસભા બેઠકો ધરાવતી મિઝોરમ વિધાનસભાની બેઠકોમાં ઝોરમ પીપલ્સ મુવમેન્ટ (ZPM)ને વધુ બેઠકો જ્યારે બીજા નંબરની પાર્ટી તરીકે MNFના ચૂંટણી પરિણામો જોવા મળી શકે છે, જ્યારે એક્ઝિટ પોલના તારણોમાં કોંગ્રેસ 10થી વધુ અને ભાજપ 2થી વધુ બેઠકો મેળવવાની સ્થિતિમાં જોવા મળી રહી નથી. મિઝોરમમાં અગાઉ 2018માં મિઝો નેશનલ ફ્રન્ટે (Mizo National Front) વિજય મેળવ્યો હતો, જ્યારે 2013ની ચૂંટણીમાં કોંગ્રેસે સત્તા પર કબજો જમાવ્યો હતો. રાજ્યમાં 7 નવેમ્બરે યોજાયેલ મતદાનમાં 80.86 ટકા મતદાન નોંધાયું હતું, રાજ્યમાં બહુમતી મેળવવાનો જાદુઈ આંકડો 21 છે.

મિઝોરમમાં આમ આદમી પાર્ટીના 4 ઉમેદવાર

મિઝોરમ વિધાનસભા ચૂંટણીનું 7 નવેમ્બરે મતદાન થયું હતું, વિધાનસભા ચૂંટણી લડી રહેલા 174 ઉમેદવારોમાંથી સત્તાધારી મિઝો નેશનલ ફ્રન્ટ (MNF), જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM) અને કોંગ્રેસે તમામ 40 બેઠકો પર ચૂંટણી લડી હતી, જ્યારે ભાજપે 23 બેઠકો પર ચૂંટણી લડી હતી. જ્યારે આમ આદમી પાર્ટીએ પ્રથમ વખત 4 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. મિઝોરમ વિધાનસભાનો પાંચ વર્ષનો કાર્યકાળ 17 ડિસેમ્બર 2023 ના રોજ સમાપ્ત થશે.

મિઝોરમમાં 2018માં MNFની તો 2013માં કોંગ્રેસની બની સત્તા

મિઝોરમ વિધાનસભામાં વર્ષ 2018માં મિઝો નેશનલ ફ્રન્ટ પાર્ટીએ 40માંથી 26 બેઠકો મેળવી સ્પષ્ટ બહુમતી સાથે સત્તા પર કબજો જમાવ્યો હતો. આ ચૂંટણીમાં કોંગ્રેસે 5, જોરમ પીપલ્સ મૂવમેન્ટ 8 જ્યારે ભારતીય જનતા પાર્ટી 1 બેઠક મેળવી હતી. જ્યારે વિધાનસભા 2013માં કોંગ્રેસે જવલંત વિજય મેળવી 34 બેઠકો પર વિજયનો ઝંડો લહેરાવ્યો હતો. આ ચૂંટણીમાં મિઝો નેશનલ ફ્રન્સને 5 જ્યારે અન્યે 1 બેઠક મેળવી હતી.

મિઝોરમ ચૂંટણીના મુખ્ય ચહેરા

મિઝોરમની ચૂંટણીમાં મુખ્ય મુકાબલો સત્તાધારી પક્ષ મિઝો નેશનલ ફ્રન્ટ અને કોંગ્રેસ વચ્ચે માનવામાં આવે છે. આ બંને પક્ષોમાંથી ઘણા શક્તિશાળી નેતાઓ ચૂંટણી લડ્યા છે, તેમાંથી મુખ્ય ચહેરાઓની વાત કરીએ તો મિઝો નેશનલ ફ્રન્ટના વડા અને મુખ્યમંત્રી ઝોરામથાંગા, ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના ઝોડિન્ટલુઆંગા રાલ્ટે અને લાલ થનહાવલા, જોરામ નેશનાલિસ્ટ પાર્ટીના નેતા લાલરિનમાવિયા, મિઝો પીપલ્સ કોન્ફરન્સના નેતા લાલમંગાઈહા સિલોનો સમાવેશ થાય છે.


Google NewsGoogle News