Get The App

મહારાષ્ટ્રમાં સરપ્રાઈઝ આપશે ભાજપ? ફડણવીસ જ નહીં, બે નામ પણ CM બનવાની રેસમાં

Updated: Nov 30th, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં સરપ્રાઈઝ આપશે ભાજપ? ફડણવીસ જ નહીં, બે નામ પણ CM બનવાની રેસમાં 1 - image


Image: Facebook

Maharashtra Politics: મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનાની કવાયત ઝડપી થઈ ગઈ છે. સૂત્રો અનુસાર 5 ડિસેમ્બરે મુંબઈમાં શપથ ગ્રહણ સમારોહ થઈ શકે છે અને આઝાદ મેદાન કે મહાલક્ષ્મી રેસકોર્ટમાં શપથ ગ્રહણનો કાર્યક્રમ શક્ય છે પરંતુ અત્યાર સુધી સીએમનું નામ નક્કી થયું નહીં અને ભાજપે અત્યાર સુધી ધારાસભ્ય દળની બેઠક પણ બોલાવી નથી. એકનાથ શિંદે ઈચ્છે છે કે ભાજપ ટૂંક સમયમાં પોતાના નેતા પસંદ કરે, જેથી મંત્રીમંડળને લઈને વાતચીત થઈ શકે. ભાજપ તરફથી સીએમના નામના એલાનમાં મોડું થવાના કારણે એ વાતની પણ અટકળો લગાવાઈ રહી છે કે શું કોઈ નવું નામ આવી શકે છે.

ભાજપના જ હોઈ શકે છે સીએમ?

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મહાયુતિના નેતાઓની સાથે ગુરુવારે બેઠક કરી હતી. આ દરમિયાન એકનાથ શિંદેએ દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારની સાથે અમિત શાહથી મુલાકાત કરી હતી. રિપોર્ટ અનુસાર દાવો કરવામાં આવી રહ્યો છે કે બેઠકમાં એ વાતના સંકેત આપવામાં આવ્યા કે મુખ્યમંત્રી ભાજપની તરફથી જ હશે, પરંતુ એ વાતનો ખુલાસો કરવામાં આવ્યો નથી કે આખરે મુખ્યમંત્રી કોણ હશે. 

શું દેવેન્દ્ર ફડણવીસ બનશે સીએમ

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપની 132 બેઠકો પર જીત બાદથી જ દેવેન્દ્ર ફડણવીસના નામની ચર્ચા થવા લાગી છે પરંતુ ભાજપે અત્યાર સુધી સત્તાવાર રીતે દેવેન્દ્ર ફડણવીસના નામની જાહેરાત કરી નથી. અમિત શાહની સાથે બેઠકમાં પણ મુખ્યમંત્રી પદને લઈને દેવેન્દ્ર ફડણવીસના નામ પર કોઈ ચોક્કસતા જણાવી નથી. તે બાદ ચર્ચા થવા લાગી છે કે શું ભાજપ સીએમ માટે કોઈ નવો ચહેરો જાહેર કરી શકે છે.

આ પણ વાંચો: શું એક પછી એક મસ્જિદોમાં સરવે માટે પૂર્વ CJI ચંદ્રચૂડ જવાબદાર? મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ ભડક્યું

ભાજપે પહેલા પણ સીએમને લઈને ચોંકાવ્યા છે

વર્ષ 2014ની વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ એકનાથ ખડસે અને ગોપીનાથ મુંડે સિવાય ઘણા નામ ચાલી રહ્યાં હતાં, પરંતુ ભાજપે ચોંકાવતાં દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કર્યો. ઉદ્ધવ સરકાર પડ્યા બાદ પણ દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાની અટકળો લગાવાઈ રહી હતી પરંતુ સીએમ માટે અચાનક એકનાથ શિંદેનું નામ સામે આવ્યું. એટલું જ નહીં, એકનાથ શિંદે સરકારમાં દેવેન્દ્ર ફડણવીસને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા. આ પહેલા ઘણા રાજ્યોમાં ભાજપ આ રીતે ચોંકાવી ચૂકી છે. પરંતુ સવાલ ઉઠે છે કે જો ફડણવીસ સીએમ નહીં બને તો કોને તક મળશે. આ માટે 2 નામ આગળ ચાલી રહ્યાં છે.

પહેલું નામ ચંદ્રશેખર બાવનકુલે

દેવેન્દ્ર ફડણવીસ સિવાય મુખ્યમંત્રીની રેસમાં બીજું નામ ચંદ્રશેખર બાવનકુલેનું ચાલી રહ્યું છે, જે મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ છે. ચંદ્રશેખર બાવનકુલે કામઠી વિધાનસભા બેઠકથી ધારાસભ્ય છે અને ચોથી વખત જીતીને વિધાનસભા પહોંચ્યા છે. ચંદ્રશેખર બાવનકુલે 2014 સુધી ફડણવીસ સરકારમાં ઉર્જા અને આબકારી મંત્રી રહી ચૂક્યા છે. તેલી સમાજથી આવતાં ચંદ્રશેખર બાવનકુલેનું વિદર્ભ ક્ષેત્રમાં તેલી સમાજ બીજો સૌથી મોટો ઓબીસી વર્ગ છે. 2019ની ચૂંટણીમાં ભાજપે બાવનકુલેની ટિકિટ કાપી દીધી હતી પરંતુ 12 ઓગસ્ટ 2022એ મોટી જવાબદાર આપતાં મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ સિવાય બાવનકુલેને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીના નજીકના પણ માનવામાં આવે છે. 

બીજું નામ મુરલીધર મોહોલ

મુખ્યમંત્રીની રેસમાં દેવેન્દ્ર ફડણવીસ અને ચંદ્રશેખર બાવનકુલે સિવાય મુરલીધર મોહોલનું નામ પણ ચાલી રહ્યું છે જે પૂણે લોકસભા બેઠકથી સાંસદ છે. વર્ષ 2024ની ચૂંટણીમાં પહેલી વખત સાંસદ બન્યા અને પહેલી વખતમાં જ તેમને મોદી કેબિનેટમાં સ્થાન મળી ગયું. લગભગ 3 દાયકા પહેલા ભાજપથી રાજકીય કરિયરની શરૂઆત કરનાર મુરલીધર મોહોલ પૂણેના મેયર પણ રહી ચૂક્યા છે.


Google NewsGoogle News