Get The App

પીલીભીત પરથી વરૂણ ગાંધીની ટિકિટ ભાજપ કાપશે ત્યાંથી એક સમયે રાહુલના નિકટવર્તી રહેલા મૌર્યને ટિકિટ અપાશે

Updated: Mar 20th, 2024


Google NewsGoogle News
પીલીભીત પરથી વરૂણ ગાંધીની ટિકિટ ભાજપ કાપશે ત્યાંથી એક સમયે રાહુલના નિકટવર્તી રહેલા મૌર્યને ટિકિટ અપાશે 1 - image


- એક દશક પૂર્વે વરૂણ ગાંધીની ભાજપમાં 'ફાયર-બ્રાન્ડ' નેતાઓમાં ગણતરી થતી હતી તેને ભાજપના યુપીના મુ.મં. પદના ચહેરા તરીકે માનવામાં આવતા હતા

નવી દિલ્હી : આગામી લોકસભાની ચૂંટણીનો શંખનાદ ફૂંકાઈ ચૂક્યો છે. એપ્રિલ-મે માં મતદાન પછી ૪થી જૂને પરિણામો જાહેર થશે. ઉ.પ્ર.માં ભાજપે મોટા ભાગના ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધા છે. પરંતુ જેની ઉપર સૌની નજર છે, તે વરૂણ ગાંધી છે. પીલીભીત સીટ પરથી ભાજપના ઉમેદવાર તરીકે વિજયી થતા રહેતા વરૂણ ગાંધી લાંબા સમયથી પોતાની (ભાજપની) જ પાર્ટીની યુપી અને કેન્દ્ર સરકાર વિરૂદ્ધ નિવેદનો કરતા હતા. વચ-વચમાં તેઓ પાર્ટીથી નારાજ થયા હોવાની પણ વાત ઊડી હતી. હવે જાણકારો કહે છે કે ભાજપ કદાચ પીલીભીતથી વરૂણ ગાંધીની ટીકીટ કાપી નાખશે.

એબીમીએ સૂત્રોનો હવાલો આપતાં જણાવ્યું છે કે હવે ભાજપ એક સમયે રાહુલ ગાંધીના નિકટવર્તી રહેલા પરંતુ પછીથી કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ઉ.પ્ર. સરકારમાં મંત્રીપદે રહેલા જીતીન પ્રસાદને પીલીભીતની ટીકીટ આપવામાં આવે.

એક દશક પૂર્વે વરૂણ ગાંધીની ગણના ભાજપમાં 'ફાયર-બ્રાન્ડ' નેતા તરીકે થતી હતી. તેઓને ભાજપના (યુપીના) મુખ્યમંત્રી તરીકેના ચહેરા તરીકે પણ મનાતા હતા. પરંતુ ૨૦૧૭માં ભાજપે યોગી આદિત્યનાથને મુ.મં. બનાવ્યા. તેનું કારણ તે હતું કે છેલ્લાં કેટલાંક વર્ષોથી વરૂણ ખેડૂત આંદોલન, બેકારી, અને મોંઘવારી સહિત કેટલાએ મુદ્દાઓએ પોતાના જ પક્ષની સરકારો ઉપર હુમલા કરી રહ્યા હતા. ત્યારથી હવા ચાલી રહી હતી કે કદાચ આ વખતે વરૂણની ટિકીટ કાપવામાં આવશે.

આ સાથે તેવી પણ ચર્ચા ચાલી રહી છે કે વરૂણ કદાચ સપામાં જોડાશે. ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી સમયે પણ આવી અટકળો હતી. પરંતુ અખિલેશ યાદવે કહ્યું હતું કે તે અંગે પાર્ટી આખરી નિર્ણય કરશે.

તેવી પણ અટકળો થઈ રહી છે કે વરૂણને અમેઠી (મૂળ જવાહરલાલ નહેરૂની સીટ) જે અત્યારે ભાજપ પાસે છે. ઉપરથી રાહુલ ગાંધીની સામે જ ઊભા રાખે. તેઓ અપક્ષ તરીકે લડે. સપા તેને સમર્થન આપે, પરંતુ આ અટકળો જ છે. તેને કોઈ પુષ્ટિ નથી મળતી.

કેટલાક તેમ કહે છે કે રાહુલ ત્યાંથી ઉભા રહેશે તો વરૂણ તેમની સામે ઉભા રહે તે ગળે ઉતરે તેવી વાત નથી.


Google NewsGoogle News