Get The App

ભાજપ ફરીથી ન વિચાર્યું હોય તેવું પગલું ભરશે, ફડણવીસ-શિંદેનું પણ પત્તું કપાશે! કોણ બનશે CM?

Updated: Nov 27th, 2024


Google NewsGoogle News
ભાજપ ફરીથી ન વિચાર્યું હોય તેવું પગલું ભરશે, ફડણવીસ-શિંદેનું પણ પત્તું કપાશે! કોણ બનશે CM? 1 - image


Maharashtra CM: મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્ત્વવાળી મહાયુતિને સરકાર બનાવાવમાં હજુ સમય લાગી શકે છે. ભાજપ નેતૃત્ત્વમાં મુખ્યમંત્રીના નામને લઈને હજુ સુધી મંથન ચાલી રહ્યું છે. નામ નક્કી થતાં જ ભાજપ ધારસભ્ય દળની બેઠક બોલાવશે અને નવી સરકાર બનાવવાનો રસ્તો સાફ થશે. જોકે, આ દરમિયાન શિવસેના અને એનસીપીએ સ્પષ્ટ કરી દીધું છે કે, મુખ્યમંત્રીના નામનો નિર્ણય ભાજપ નેતૃત્ત્વ પર છોડી દીધો છે. બંને પાર્ટીઓએ કહ્યું છે કે, જે પણ નિર્ણય લેવામાં આવશે તે બંને માટે માન્ય રહેશે.

ભાજપનો જ મુખ્યમંત્રી બનશે?

મહાયુતિની ભારે જીત બાદ ભાજપ પાસે મુખ્યમંત્રીના પદ માટે પૂર્વ મુખ્યમંત્રી અને મહાયુતિ સરકારમાં નાયબ મુખ્યમંત્રી રહેલા દેવેન્દ્ર ફડણીવીસનું નામ પ્રમુખ રૂપે સામે આવી રહ્યું છે. જોકે, પાર્ટી નેતૃત્ત્વ હજુ સુધી આ વિષય પર કોઈ નિષ્કર્ષ પર નથી પહોંચી શક્યું. જોકે, એવી પણ અટકળો ચાલી રહી છે કે, ભાજપ નેતૃત્ત્વ અમુક અન્ય નામ પર પણ વિચાર કરી રહ્યું છે. જેમાં ઓબીસી અને મરાઠા સમુદાયના કોઈ નેતાને મુખ્યમંત્રી બનાવવાનો વિકલ્પ સામેલ છે. આ લગભગ સ્પષ્ટ છે કે, મુખ્યમંત્રી ભાજપનો જ હશે અને એનસીપી અને શિવસેનાના નેતા નાયબ મુખ્યમંત્રીના પદ પર રહેશે. 

આ પણ વાંચોઃ 'એકનાથ હૈ તો સેફ હૈ...', શિંદેની શિવસેનાના નારાથી ભાજપને વાંધો, કહ્યું- 'ક્યાંની વાત ક્યાં જોડો છો'

એકનાથ શિંદે બનશે નાયબ મુખ્યમંત્રી?

ભાજપના ઉમેદવાર અને મુખ્યમંત્રી પદના દાવેદાર મનાતાં દેવેન્દ્ર ફડણવીસ ગત સરકારમાં નાયબ મુખ્યમંત્રી હતાં. હવે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે, નવી સરકારમાં એકનાથ શિંદેને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. જોકે, આ વિશે અત્યાર સુધી કેન્દ્રીય સ્તર પર ઔપચારિક વિચાર-વિમર્શ નથી થયો.

આ પણ વાંચોઃ શિંદેને મુખ્યમંત્રી બનવું છે? શિવસેનાએ અજિત પવાર જૂથનો સંપર્ક કર્યો, એક કલાક ચાલી ચર્ચા

ભાજપ કોને બોલાવશે કેન્દ્રમાં? 

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, શિવસેના એકનાથ શિંદેને રાજ્યના નેતૃત્ત્વમાં જાળવી રાખવા ઇચ્છે છે. શિંદેને કેન્દ્રમાં મોકલવાથી શિવસેનાને નુકસાન થઈ શકે છે. તેથી, સંભાવના છે કે શિંદે રાજ્ય સરકારમાં સામેલ રહે. આ સિવાય એક ફોર્મ્યુલા એવી પણ ચર્ચામાં છે કે, શિંદેને કેન્દ્રમાં મોકલવામાં આવે અને રાજ્યમાં તેના દીકરાને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે. હવે જોવાનું રહેશે કે, ભાજપ અને મહાયુતિની અન્ય પાર્ટીઓ વચ્ચે આ મુદ્દા પર અંતિમ નિર્ણય ક્યારે અને કેવી રીતે લેવામાં આવશે?



Google NewsGoogle News