Get The App

Lok Sabha Elections 2024: દિલ્હીમાં ભાજપનો દાવ, બે સાંસદને ટિકિટ આપશે, પાંચનું પત્તું કાપશે

લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર નિર્ણય કરવા ભાજપની સતત બેઠકો

દિલ્હીમાં ભાજપના પાંચ વર્તમાન સાંસદોનું પત્તું કપાવા અને બે રિપિટ થવાની સંભાવના

Updated: Mar 2nd, 2024


Google NewsGoogle News
Lok Sabha Elections 2024: દિલ્હીમાં ભાજપનો દાવ, બે સાંસદને ટિકિટ આપશે, પાંચનું પત્તું કાપશે 1 - image


Loksabha Elections 2024 : ચૂંટણી પંચ સહિત તમામ રાજકીય પક્ષો લોકસભા ચૂંટણી પંચની તૈયારીમાં જોતરાઈ ગયા છે. એક તરફ કોંગ્રેસની યાત્રા આગળ વધી રહી છે, તો બીજીતરફ ભાજપ પણ ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં લાગી ગયું છે. આ સાથે અન્ય પક્ષો પણ ચૂંટણી પર સતત ધ્યાન આપી રહ્યા છે. ભાજપ ઉમેદવારોની ચર્ચા અંગે સતત બેઠકો પર બેઠકો યોજી રહી છે, થોડા દિવસોથી દિલ્હી ભાજપમાં પણ દોડધામ જોવા મળી રહી છે, ત્યારે ભાજપ લોકસભા ચૂંટણીમાં દિલ્હીમાં મોટો ખેલ કરવાની તૈયારીમાં હોવાની વિગતો સામે આવી છે.

ભાજપ દિલ્હીમાં પાંચ નવા ચહેરા ઉતારશે

સૂત્રોના જણાવ્યા મુજબ પાર્ટી હાઈકમાન્ડે દિલ્હીમાં મોટા ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. સૂત્રોનું માનીએ તો BJP દિલ્હીની કુલ સાત લોકસભા બેઠકોમાંથી માત્ર બે જ વર્તમાન સાંસદોને મેદાનમાં ઉતારશે, જ્યારે વર્તમાન પાંચ સાંસદોનું પત્તું કાપી નવા ઉમેદવારને તક આપવાની તૈયારીમાં છે. જોકે સૂત્રો દ્વારા આ સાંસદોનો નામ જાણવા મળ્યા નથી.

ભાજપ કેન્દ્રીય સમિતિની બીજી બેઠક બુધવાર 6 માર્ચે યોજાશે

હાલ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, ઉમેદવારોના નામ પર વિચારણા કરવા ભાજપની કેન્દ્રીય સમિતિની બીજી બેઠક બુધવાર 6 માર્ચે યોજાઈ શકે છે. ભાજપ સૂત્રોના જણાવ્યા મુજબ બુધવારે યોજાનાર સીઈસીની બેઠકમાં ગઠબંધનવાળા રાજ્યોના ઉમેદવારોના નામ પર ચર્ચા થઈ શકે છે. એવું કહેવાઈ રહ્યું છે કે, બુધવારની બેઠકમાં આંધ્રપ્રદેશ, પંજાબ, મહારાષ્ટ્ર અને બિહાર ઉપરાંત અન્ય ઘણા રાજ્યો માટે ઉમેદવારોના નામ પર મંથન કરી શકે છે. આ ઉપરાંત બેઠકોની વહેંચણીને માટે ઘણા રાજ્યોમાં સહયોગી દળો સાથે ભાજપની વાતચીત અંતિમ તબક્કામાં છે, જ્યારે કેટલાક રાજ્યોના પ્રાદેશિક પક્ષો ગઠબંધનમાં જોડાવા માંગે છે અને આ પક્ષો સાથેની ભાજપની વાતચીત પણ અંતિમ તબક્કામાં છે.

વડાપ્રધાને ઉમેદવારો અંગે ચર્ચા કરી

આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી માટેના ઉમેદવારો નામ પર અંતિમ મહોર મારવા કેન્દ્રીય ચૂંટણી સમિતિ સાથે ગુરુવારે મોડી રાત્રે મેરેથોન બેઠક યોજી હતી. દિલ્હી ભાજપના હેડક્વાર્ટર ખાતે ગુરુવારે રાત્રે લગભગ 10.45 કલાકે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી, જે મોડીરાત્રે 3.15 કલાકે સમાપ્ત થઈ હતી.

ભાજપ ગમે ત્યારે ઉમેદવારોના નામ જાહેર કરે તેવી સંભાવના

આ બેઠક લગભગ સાડ ચાલ કલાક સુધી યોજાઈ હતી અને તેમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, છત્તીસગઠ, તેલંગાણા, ગોવા અને કેરળ સહિત ઘણા રાજ્યો તેમ કેન્દ્ર શાસિત પ્રદેશોની 150થી વધુ લોકસભા બેઠક પરના ઉમેદવારોના નામ પર ચર્ચા થઈ હતી. એવું મનાઈ રહ્યું છે કે, ભાજપ ટૂંક સમયમાં ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે.


Google NewsGoogle News