‘હું ગૃહ મંત્રી હતો ત્યારે કાશ્મીર જતા ડરતો હતો’, કોંગ્રેસના દિગ્ગજ નેતાના નિવેદન પછી ભાજપ ગેલમાં

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
‘હું ગૃહ મંત્રી હતો ત્યારે કાશ્મીર જતા ડરતો હતો’, કોંગ્રેસના દિગ્ગજ નેતાના નિવેદન પછી ભાજપ ગેલમાં 1 - image


BJP Targeted Sushil Shinde : કોંગ્રેસના જ દિગ્ગજ નેતા અને પૂર્વ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ કાશ્મીર અંગે ચોંકાવનારું નિવેદન આપી પાર્ટીની મુશ્કેલીમાં વધારો કર્યા છે, તેમના નિવેદન બાદ ભાજપ પણ ગેલમાં આવી ગઈ છે. એક વીડિયોમાં તેઓ કહેતા જોવા મળી રહ્યા છે કે, ‘હું જ્યારે ગૃહમંત્રી તો, ત્યારે મને કાશ્મીરમાં જવાની સલાહ અપાતી હતી, જ્યારે હું ગયો, ત્યારે મને ખૂબ પ્રસિદ્ધિ મળી, જોકે મને ડર લાગી રહ્યો હતો.’ આ કહી સુશીલ કુમાર શિંદે ખૂબ હસ્યા અને કહ્યું કે, તેમણે લોકોને હસાવવા માટે આવું કહ્યું.

આ પણ વાંચો : હરિયાણામાં વિનેશ ફોગાટ સામે કેપ્ટન બૈરાગી મેદાનમાં, માટે ભાજપની 21 ઉમેદવારની બીજી યાદી જાહેર

મને વિજય ધરજીની સલાહથી ખૂબ પ્રસિદ્ધિ મળી: સુશીલ શિંદે

સુશીલ શિંદેએ કહ્યું કે, ‘રાજકારણમાં આવ્યા પહેલા હું વિજય ધરજીની સલાહ લેતો હતો, ગૃહમંત્રી બન્યા પહેલા હું વિજય ધર પાસે જતો હતો અને તેમની પાસે સલાહ પણ માંગતો હતો. તે દરમિયાન તેમણે મને કહ્યું કે, તું આમ-તેમ ન ભટક, તું લાલ ચોક જઈને ભાષણ આપ. કેટલાક લોકો સાથે મુલાકાત કર અને દાલ સરોવર ફરીને આવ. તેમની સલાહથી મને ખૂબ જ પ્રસિદ્ધિ મળી અને લોકોમાં એવો સંદેશ ગયો કે, એક એવો ગૃહમંત્રી છે, જે ડર્યા વગર જાય છે, જોકે મારી ### (વાંધાજનક) ગઈ હતી. હું કોણે કહું. આ વાત સાચી છે, પરંતુ મેં હસવા માટે કહ્યું.’

સુશીલના નિવેદનથી ભાજપ ગેલમાં, કોંગ્રેસને ઘેરી

સુશીલ શિંદેના નિવેદન બાદ ભાજપે કોંગ્રેસને ઘેરવાનું શરૂ કરી દીધું છું. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું છે કે, ‘કોંગ્રેસના રાજમાં દેશના ગૃહમંત્રી પણ કાશ્મીર જતા ડરતા હતા. જોકે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની સુરક્ષા એટલી મજબૂત થઈ ગઈ છે કે, વિપક્ષના નેતા કોઈપણ ભય વગર કાશ્મીરમાં બરફથી રમે છે.’

કાશ્મીરમાં બે-ત્રણ કરોડ પ્રવાસીઓ કાશ્મીર આવે છે : ભૂપેન્દ્ર યાદવ

કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે સોશિયલ મીડિયા પર પૂર્વ ગૃહમંત્રીના નિવેદનની ટીકા કરી લખ્યું છે કે, ‘તફાવત સ્પષ્ટ છે. જ્યાં કોંગ્રેસના શાસનમાં ગૃહમંત્રી કાશ્મીરમાં જતાં ડરતા હતા, હવે મોદી યુગમાં વર્ષે બે-ત્રણ કરોડ પ્રવાસીઓ જમ્મુ-કાશ્મીરની મુલાકાત લઈ રહ્યા છે. કલમ 370 નાબૂદ થવાથી લોકશાહી મજબૂત થઈ છે.’

આ પણ વાંચો : કેદારનાથ હાઇવે પર મોટી દુર્ઘટના: ભૂસ્ખલનમાં 5ના મોત, હજુ ઘણાં શ્રદ્ધાળુઓ દબાયા હોવાની આશંકા


Google NewsGoogle News