સપા સાંસદ અવધેશ પ્રસાદને 'રાજા અયોધ્યા' કહેતા અખિલેશ યાદવ ઘેરાયા, ભાજપે કહ્યું- 'આ સનાતનનું અપમાન'

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
સપા સાંસદ અવધેશ પ્રસાદને 'રાજા અયોધ્યા' કહેતા અખિલેશ યાદવ ઘેરાયા, ભાજપે કહ્યું- 'આ સનાતનનું અપમાન' 1 - image


Image Source: Twitter

Akhilesh Yadav Statement: સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને કન્નોજથી સાંસદ અખિલેશ યાદવે ફૈઝાબાદથી સાંસદ અવદેશ પ્રસાદ અંગે આપેલા એક નિવેદનથી રાજકારણ ગરમાયુ છે. સપા અધ્યક્ષે રાષ્ટ્રપતિના સંબોધન પર પ્રતિક્રિયા આપતા અવધેશ પ્રસાદનો પરિચય અયોધ્યાના રાજા તરીકે કરાવ્યો હતો ,ત્યારબાદ ભાજપે તેમના પર પ્રહાર કરી રહી છે. ભાજપે તેને ભગવાન રામ અને સનાતન ધર્મનું અપમાન ગણાવ્યું છે અને કહ્યું કે અખિલેશે પોતાના સાંસદની તુલના ભગવાન રામ સાથે કરી છે.

અખિલેશ યાદવ પોતાના સાંસદો સાથે સંસદમાં જઈ રહ્યા હતા ત્યારે પત્રકારોએ તેમને ઈમરજન્સી અંગે સવાલ કર્યો હતો. આ દરમિયાન તેમણે ઈમરજન્સી દરમિયાન સપાનું યોગદાન ગણાવતા અવધેશ પ્રસાદનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, અમારી સાથે લોકતંત્રના રક્ષક સૈનાની અવધેશ પ્રસાદ ઊભા છે. અવધેશ જી 'રાજા અયોધ્યા'.

ભાજપે અખિલેશ યાદવ પર નિશાન સાધ્યુ

સપા અધ્યક્ષના આ નિવેદન પર ભાજપે તરત જ પ્રહાર કરવાનું શરૂ કરી દીધું છે. ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ અખિલેશ યાદવ પર નિશાન સાધતા અવધેશ પ્રસાદને અયોધ્યાના રાજા કહેવા પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે આ સનાતનનું અપમાન છે. તેમણે કહ્યું કે 37 બેઠકો જીત્યા બાદ સપાને અહંકાર આવી ગયો છે તેથી તેઓએ તેમના એક સાંસદની તુલના પ્રભુ શ્રી રામ સાથે કરવા લાગ્યા છે.

ભાજપના પ્રવક્તાએ કહ્યું કે, બધા જ જાણે છે કે અયોધ્યાના રાજા કોણ છે અને હંમેશા સુધી કોણ રહેશે. આજે તમે તમારા એક સાંસદની તુલના ભગવાન શ્રી રામ સાથે કરી રહ્યા છો. 37 સીટો જીતીને તમે એટલા મોટા થઈ ગયા કે તમે ભગવાન રામ સાથે તમારી સરખામણી કરવા લાગ્યા અને તેમને અયોધ્યાના રાજા ગણાવવા લાગ્યા. તેમણે કહ્યું કે સનાતન, હિન્દુ ધર્મ અને રામચરિતમાનસ પછી સનાતનનું સતત અપમાન કરવામાં આવી રહ્યું છે.


Google NewsGoogle News