છત્તીસગઢમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડાં સાફ, 10 નગર નિગમમાં કમળ ખીલ્યું
Chhattisgarh Election: છત્તીસગઢમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેસરિયો લહેરાયો છે. ભાજપે તમામ 10 નગર પાલિકામાં મેયર પદની ચૂંટણી જીતી લીધી છે. સૌથી મોટી જીત રાયપુરમાં મીનલ ચૌબેને મળી છે. મીનલ ચૌબેએ 1 લાખ 53 હજારથી વધુ મતથી દિપ્તિ દુબેને હરાવ્યા છે. રાયપુરમાં આ અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. રાયપુરમાં 15 વર્ષ સુધી કોંગ્રેસના મેયર હતા. આ સિવાય દુર્ગ, રાજનાંદગાંવ, બિલાસપુર, જગદલપુર, અંબિકાપુર, રાયગઢ, ચિરમિરિના નગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયાં છે.
રાજનાંદગાંવમાં ડૉ. રમણ સિંહનો જાદૂ
રાજનાંદગાંવ નગર પાલિકામાં મેયર પદ માટે થયેલી ચૂંટણીમાં ભાજપના મધુસુદન યાદવે જીત મેળવી છે. ચૂંટણીમાં મધુસુદનને કુલ 62,517 મત મળ્યા છે. જ્યારે નિખિલ દ્વિવેદીને કુલ 21,379 મત મળ્યા છે. મધુસુદન યાદવે કોંગ્રેસના નિખિલ દ્વિવેદીને 41,138 મતોથી હરાવ્યા છે. અહીં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો હતો. મધુસુદન યાદવ ભૂતકાળમાં સાંસદ અને મેયર પણ રહી ચૂક્યા છે. મધુસુદનને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વિધાનસભા અધ્યક્ષ ડૉ. રમણ સિંહના નજીકના માનવામાં આવે છે. કારણ કે આ ડૉ. રમણ સિંહનું હોમ ટાઉન છે અને તેમનો જાદુ અહીં કામ કરી ગયો. ડૉ. રમણે મુખ્યમંત્રી સાથે ચૂંટણી સભાઓ કરી હતી. કોંગ્રેસે પહેલી વાર અહીં નિખિલ દ્વિવેદીને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ જનતાએ તેમને નકારી દીધા હતા.
મેયર પદ માટે કોણ ક્યાંથી જીત્યું અને કોણ હાર્યું?
રાયપુર મ્યુનિસિપલ કૉર્પોરેશન
- ભાજપ - મીનલ ચૌબે (વિજેતા)
- કોંગ્રેસ - દીપ્તિ દુબે (હાર)
- પરિણામ- ભાજપ 1,53,290 મતથી વિજેતા
દુર્ગ મ્યુનિસિપલ કૉર્પોરેશન
- ભાજપ - અલકા બાગમાર (વિજેતા)
- કોંગ્રેસ - પ્રેમલતા સાહુ (હાર)
- પરિણામ - ભાજપ 67 હજાર મતોથી જીત્યું
બિલાસપુર મ્યુનિસિપલ કૉર્પોરેશન
- ભાજપ - પૂજા વિધિ (વિજેતા)
- કોંગ્રેસ - પ્રમોદ નાયક (હાર)
- પરિણામ - ભાજપ 66,179 મતથી જીત
રાયગઢ મ્યુનિસિપલ કૉર્પોરેશન
- ભાજપ - જીવવર્ધન ચૌહાણ (વિજેતા)
- કોંગ્રેસ - જાનકી કાત્જુ (હાર)
- પરિણામ - ભાજપ 34,365 મતથી વિજેતા
રાજનંદગાંવ મ્યુનિસિપલ કૉર્પોરેશન
- ભાજપ - મધુસુદન યાદવ (વિજેતા)
- કોંગ્રેસ - નિખિલ દ્વિવેદી (હાર)
- પરિણામ - ભાજપ 41 હજારથી વધુ મતથી વિજેતા
કોરબા મ્યુનિસિપલ કૉર્પોરેશન
- ભાજપ - સંજુ દેવી (વિજેતા)
- કોંગ્રેસ - ઉષા તિવારી (હાર)
- પરિણામ - ભાજપ 52,000 મતોથી વિજેતા
અંબિકાપુર મ્યુનિસિપલ કૉર્પોરેશન
- ભાજપ - મંજુષા ભગત (વિજેતા)
- કોંગ્રેસ - અજય તિર્કી (હાર)
- પરિણામ - ભાજપ 11,063 મતોથી વિજેતા
જગદલપુર મ્યુનિસિપલ કૉર્પોરેશન
- ભાજપ - સંજય પાંડે (વિજેતા)
- કોંગ્રેસ - મક્કિત સિંહ ગાયડુ (હાર)
- પરિણામ - ભાજપ 8772 મતોથી વિજેતા
ધમતરી મ્યુનિસિપલ કૉર્પોરેશન
- ભાજપ - જગદીશ રામુ રોહરા (વિજેતા)
- કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન રદ થયું
- પરિણામ - ભાજપ 34,085 મતોથી વિજેતા
ચિરમિરી મ્યુનિસિપલ કૉર્પોરેશન
- ભાજપ - રામ નરેશ રાય (વિજેતા)
- કોંગ્રેસ - વિનય જયસ્વાલ (હાર)
- પરિણામ - ભાજપ 4000 મતોથી વિજેતા