'વિપક્ષે ક્યારેય વિચાર્યું નહોતું કે રામમંદિર બની જશે..' આમંત્રણ ફગાવવા મુદ્દે સુબ્રમણ્યમ સ્વામીનું નિવેદન

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે વિપક્ષને હવે ઈર્ષ્યા થઈ રહી છે

Updated: Jan 12th, 2024


Google NewsGoogle News
'વિપક્ષે ક્યારેય વિચાર્યું નહોતું કે રામમંદિર બની જશે..' આમંત્રણ ફગાવવા મુદ્દે સુબ્રમણ્યમ સ્વામીનું નિવેદન 1 - image

Ram mandir News | ભાજપ નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ (Subramanian Swami On Ram Mandir Invitation Row) રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ અંગે વિપક્ષ તરફથી કરવામાં આવી રહેલી નિવેદનબાજી અંગે આકરા પ્રહારો કરતાં કહ્યું કે વિપક્ષને ઇર્ષ્યા થઈ રહી છે. તેમણે ક્યારેય વિચાર્યું નહોતું કે રામમંદિરનું નિર્માણ થશે. 

સુબ્રમણ્યમ સ્વામીએ મૂક્યો મોટો આરોપ 

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે જે લોકોને બહારથી ફન્ડિંગ મળે છે ફક્ત એ જ લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. આટલું જ નહીં લઘુમતી સમુદાય પર રામમંદિરને લઈને ખુશ છે. ખરેખર તો અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે વિપક્ષને આમંત્રણ અપાયું હતું. જોકે કોંગ્રેસ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) એ આ કાર્યક્રમમાં જોડાવાનો ઈનકાર કરી દીધો છે. 

કોંગ્રેસે તાક્યું હતું નિશાન 

કોંગ્રેસે રામમંદિરના સમારોહમાં સામેલ થવાનો ઈનકાર કરતાં કહ્યું હતું કે ભાજપે આ કાર્યક્રમને રાજકીય કાર્યક્રમ બનાવી દીધો છે. સીપીઆઈએમ જેવા અન્ય વિપક્ષોએ પણ આ જ પ્રકારના નિવેદન આપ્યા હતા. ભાજપ નેતા સ્વામીએ તેના પર કહ્યું કે તેમને બળતરાં થઇ રહ્યા છે. તેમણે ક્યારેય વિચાર્યું નહોતું કે રામમંદિરનું નિર્માણ થઇ જશે. હવે આખા દેશમાં ઉત્સાહ છે. પણ વિપક્ષ જ મુશ્કેલીમાં છે. મને કોઈ ચિંતા નથી કેમ કે ભારતમાં 82 ટકા હિન્દુ છે. 

'વિપક્ષે ક્યારેય વિચાર્યું નહોતું કે રામમંદિર બની જશે..' આમંત્રણ ફગાવવા મુદ્દે સુબ્રમણ્યમ સ્વામીનું નિવેદન 2 - image


Google NewsGoogle News