રાજસ્થાનમાં ચૂંટણી પહેલા ભાજપ અધ્યક્ષની રાજીનામાની તૈયારી, જાણો શું છે કારણ
Rajasthan Politics News : રાજસ્થાનમાં ચૂંટણી પહેલા ભાજપ અધ્યક્ષ અને ચિત્તૌડગઢના સાંસદ સી.પી.જોશીએ રાજીનામું આપવાની ઓફર કરી છે. આ માટે તેમણે ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે પણ મુલાકાત કરી છે. જોશીએ રાજીનામું આપવાની તૈયારીઓ કેમ કરી, તેનું કારણ પણ સામે આવ્યું છે.
નવા અધ્યક્ષ ઓબીસી સમાજના હોવાની સંભાવના
ભાજપ સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ અધ્યક્ષ સી.પી.જોશી (BJP State President C.P.Joshi)એ રાજીનામાની ઓફર કરી છે. એવા પણ અહેવાલો સામે આવ્યા છે કે, રાજ્યમાં પાંચ બેઠકો પર ઉપર ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં જાતિગત સમીકરણને ધ્યાને રાખી ટૂંક સમયમાં અધ્યક્ષ બદલવામાં આવશે. ભાજપ ઓબીસી સમાજના નેતાને અધ્યક્ષ બનાવી શકે છે.
જોશીની નડ્ડા અને શાહ સાથે મુલાકાત
સૂત્રો મુજબ, રાજસ્થાન ભાજપના અધ્યક્ષ કેટલાક દિવસોથી દિલ્હીમાં છે અને તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે પણ મુલાકાત કરી ચુક્યા છે. તેમણે ભાજપ હાઈકમાન્ડને કહ્યું છે કે, તેઓ સાંસદ છે અને પાર્ટીમાં એક વ્યક્તિ અને એક પદની પરંપરા છે, આ કારણે જ તેઓ અધ્યક્ષ પદ છોડવા ઈચ્છે છે.
નવા પ્રદેશ અધ્યક્ષ માટે આ નામોની ચર્ચા
મળતા અહેવાલો મુજબ રાજ્યમાં નવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ પદ માટે ઘણાં નામો ચર્ચામાં છે. આમાં કિરોડીલાલ મીણા (Kirodi Lal Meena), અવિનાશ ગહલોત (Avinash Gehlot), પ્રભુલાલ સૈની (Prabhu Lal Saini) અને રાજેન્દ્ર ગહલોત (Rajendra Gehlot)ના સૌથી મોખરે છે. સૂત્રોનું કહેવું છે કે, એવી પણ ચર્ચા થઈ છે કે, સી.પી.જોશી પેટા-ચૂંટણી સુધી પદ પર યથાવત્ રહેશે. જોકે અતિમ નિર્મય હમાઈકમાન્ડ જ કરશે.
આ પણ વાંચો : યુપીમાં થશે નેતૃત્વ પરિવર્તન! અખિલેશ યાદવના દાવાથી ફરી રાજકારણ ગરમાયું
રાજસ્થાનમાં આ બેઠકો પર યોજાશે પેટા-ચૂંટણી
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં પાંચ બેઠકો પર પેટા-ચૂંટણી યોજાવાની છે, જેમાં ઝુંઝનુ, દૌસા, દેવલી-ઉનિયારા, ખીંવસર અને ચૌરાસી બેઠકનો સમાવેશ થાય છે. ભાજપે રાજસ્થાન લોકસભા ચૂંટણી-2019માં 24 બેઠકો જીતી હતી, જ્યારે 2024માં માત્ર 14 બેઠકો જીતી છે, ત્યારે આવી સ્થિતિમાં ભાજપ કોઈપણ જોખમ ઉઠાવવા માંગશે નહીં.