'તમે બચી શકશો નહીં', BJP પ્રવક્તા સંબિત પાત્રાનો મનીષ સિસોદિયાને પડકાર
નવી દિલ્હી, તા. 24 ઓગસ્ટ 2022 બુધવાર
દિલ્હીમાં દારૂ નીતિ પર વિવાદ રોકાઈ રહ્યો નથી. ભાજપે આમ આદમી પાર્ટી પર મોટો આરોપ લગાવ્યો છે. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરીને દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને ચેલેન્જ આપી છે. તેમણે કહ્યુ કે તમે બચી શકશો નહીં. દિલ્હીમાં કરોડો રૂપિયાનુ કૌભાંડ થયુ છે. દિલ્હીની આપ સરકારે આનો જવાબ આપવો પડશે. ભાજપે AAPને અમુક સવાલ કર્યા.
AAP જવાબ આપી રહી નથી
સંબિત પાત્રાએ કહ્યુ, આમ આદમી પાર્ટી બીજી બધી વાતો કરી રહી છે પરંતુ જે મુદ્દાની વાત છે કે મનીષ સિસોદિયાએ કરોડો રૂપિયાનુ કૌભાંડ કર્યુ છે કે નહીં તેની પર કોઈ જવાબ આપી રહી નથી. જે પ્રકારે આમ આદમી પાર્ટી અકળાયેલી જોવા મળી રહી છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે મનીષ સિસોસિયાને મુદ્દે આમ આદમી પાર્ટીને નીચાજોણુ છે.
સિસોદિયા વિરુદ્ધ પુરાવા છે
મનીષ સિસોદિયા જી તમે બચી શકશો નહીં કેમ કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડત કરવી અને ભ્રષ્ટાચારીઓને અંજામ સુધી પહોંચાડવા આ દેશના બંધારણમાં છે. સિસોસિયા જી તમે ભ્રષ્ટાચાર કર્યો છે, આના પુરાવા છે, તપાસ થઈ રહી છે.