શરાબ નીતિ કૌભાંડ મુદ્દે કેજરીવાલ પર BJPના પ્રહાર, કહ્યું ‘આજે પણ ભાગી ગયા, જેલથી કેવી રીતે ભાગશો’
કેજરીવાલ ED સમક્ષ હાજર ન થતા ભાજપ પ્રવક્તાએ કહ્યું, ‘કેજરીવાલ જ્યાં ભાગશે, ત્યાં કાયદો પહોંચી જશે’
કેજરીવાલ શરાબ કૌભાંડના માસ્ટરમાઈન્ડ, કરોડોના ગોટાળો કર્યો, તેમણે સિસોદિયાને સૂળી પર લટકાવ્યા : સંદીપ પાત્રા
નવી દિલ્હી, તા.21 નવેમ્બર-2023, ગુરુવાર
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) દિલ્હી શરાબ કાંડ મામલે (Delhi Liquor Case) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal,)ને પૂછપરછ મામલે બોલાવ્યા હતા. જોકે તેઓ હાજર ન થયા હતા. હવે આ મામલે BJPએ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા (Sambit Patra)એ કહ્યું કે, અરવિંદ કેજરીવાલ તપાસથી ભાગી રહ્યા છે, તેઓ 2 નવેમ્બરે પણ ભાગ્યા હતા અને આજે પણ ભાગી ગયા. પાત્રાએ આક્ષેપ કર્યો કે, કેજરીવાલ શરાબ કાંડના માસ્ટરમાઈન્ડ છે અને તેમના શરાબના હિસાબની ગણતરી ચાલી રહી છે. તેમણે કહ્યું કે, વિપક્ષને જોડનાર ફેવિકૉલ પણ શરાબ છે અને ઈન્ડિયા ગઠબંધનને શરાબએ જ જોડ્યો છે.
કેજરીવાલ શરાબ કૌભાંડના માસ્ટરમાઈન્ટ : સંબિત પાત્રા
સંબિત પાત્રાએ કહ્યું કે, કેજરીવાલ ઈડીના સમન્સથી ભાગી રહ્યા છે અને તેઓ જ શરાબ કૌભાંડના માસ્ટરમાઈન્ડ છે. કેજરીવાલ ED સમય હાજર ન થતા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ યોજી આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, ‘કેજરીવાલની બેશરમી તો જુઓ, આજે પણ ભાગી ગયા અને 2 નવેમ્બરે પણ ભાગી ગયા હતા.’
ભાજપે ઉપરાષ્ટ્રપતિના અપમાન મામલે પણ વિપક્ષ કર્યા પ્રહાર
સંબિત પાત્રાએ વધુમાં કહ્યું કે, ‘શરાબ કૌભાંડ કરીને કોઈ ભાગી રહ્યા છે, કોઈ ભારતના ઉપરાષ્ટ્રપતિનું અપમાન કરી માર્ચ કરી રહ્યા છે. ઈડીએ શરાબ કૌભાંડ મામલે કેજરીવાલને 2 નવેમ્બરે સમન્સ પાઠવ્યું હતું. કેજરીવાલજીએ કહ્યું હતું કે, આપણે આમને-સામને બેસી સવાલ-જવાબ કરીશું. જ્યાં સુધી કેજરીવાલજીના શરાબના હિસાબ-કિતાબની વાત છે, તેની હજુ સુધી ગણતરી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાના જામીન જામીફન ફગાવતી વખતે સ્પષ્ટ કહ્યું હતું કે, આ મની ટ્રેલ છે. કેજરીવાલની બેશરમી તો જુઓ, આજે પણ ભાગી ગયા, 2 નવેમ્બરે પણ ભાગી ગયા હતા.
કેજરીવાલે સિસોદિયાના સૂળી પર લટકાવ્યા
અરવિંદ કેજરીવાલ પર આક્ષેપ કરતા સંબિત પાત્રાએ કહ્યું કે, ‘કુશાસન કર્યું છે તો જેલસાન થશે. કેજરીવાલ અને કર્તવ્યો ક્યારે સાથે ન ચાલી શકે. કેજરીવાલે કરોડો રૂપિયાનો ગોટાળો કર્યો છે. કેજરીવાલ જેલથી બચવા ભાગી રહ્યા છે, ક્યાં સુધી ભાગશે. કેજરીવાલ શરાબ કૌભાંડના કિંગપિન છે. કેજરીવાલ જ્યાં ભાગશે, ત્યાં કાયદો પહોંચી જશે. કેજરીવાલે સિસોદિયાને સૂળી પર લટકાવ્યા’