દિલ્હી ચૂંટણી માટે ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર, મોદી-શાહ સહિત કુલ 40 નામ સામેલ
Delhi Assembly Elections 2025: ભારતીય જનતા પાર્ટીએ આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ આ યાદીમાં તેના 40 ટોચના નેતાઓને સ્થાન આપ્યું છે. પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરૂણ સિંહે આ અંગે બુધવારે ચૂંટણી આયોગને એક પત્ર લખીને દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન પાર્ટીના ચૂંટણી અભિયાનમાં ભાગ લેનારા 40 નેતાઓના નામ જણાવ્યા.
યાદીમાં કયા કયા કેન્દ્રીય નેતાઓ સામેલ?
વડાપ્રધાન મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ સામેલ છે.
યાદીમાં કયા કયા મુખ્યમંત્રીઓને મળી જગ્યા?
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વ સરમા, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની સામેલ છે.
આ સિવાય કયા કયા ભાજપ નેતાઓ કરશે પ્રચાર?
આ સિવાય દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવ, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ઓડિસાના ભાજપના નેતા બૈજયંત જય પાંડા, અતુલ ગર્ગ, ડૉ. અલકા ગુર્જર, હર્ષ મલ્હોત્રા, કેશવ પ્રસાદ મૌર્ય, પ્રેમચંદ બૈરવા, સમ્રાટ ચૌધરી, ડૉ. હર્ષવર્ધન, હંસરાજ હંસ, મનોજ તિવારી, રામવીર સિંહ બિધૂડી, યોગેન્દ્ર ચાંડોલિયા, કમલજીત સિંહ સહરાવત, પ્રવીણ ખંડેલવાલ, બાંસુરી સ્વરાજ, સ્મૃતિ ઈરાની, અનુરાગ ઠાકુર, હેમા માલિની, રવિ કિશન, દિનેશ લાલ યાદવ (નિરહુઆ) અને સરદાર રાજા ઇકબાલ સિંહને ભાજપના સ્ટાર પ્રચારક બનાવાયા છે.