દિલ્હી ચૂંટણી માટે ભાજપની બીજી યાદી જાહેર, કપિલ મિશ્રા સહિત 29 નેતાઓને મળી તક
Delhi BJP Candidates List : દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ને લઈને ભાજપે 29 ઉમેદવારોના નામ સાથે બીજી યાદી જાહેર કરી છે. જેમાં કપિલ મિશ્રાને કરાવલ નગરથી ટિકિટ આપી છે. જ્યારે રાજ કરણ ખત્રીને નરેલાથી, સૂર્ય પ્રકાશ ખત્રીને તિમારપુરથી, ગજેન્દ્ર દરાલને મુંડકાથી અને બજરંગ શુક્લાને કિરાડી બેઠક પરથી ચૂંટણી મેદાને ઉતાર્યા છે.
આ ઉપરાંત, કરમ સિંહ કર્મા સુલતાનપુર માઝરાથી, કરનૈલ સિંહ શકુર બસ્તી બેઠક પરથી, તિલક રામ ગુપ્તા ત્રિનગર બેઠક પરથી, મનોજ કુમાર જિંદાલ સદર બજાર બેઠક પરથી અને સતીશ જૈન ચાંદની ચોક વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે.