Get The App

યુપીની પેટાચૂંટણી માટે ભાજપે પહેલી યાદી કરી જાહેર, જાણો કોણ કઈ બેઠક પરથી લડશે

Updated: Oct 24th, 2024


Google NewsGoogle News
યુપીની પેટાચૂંટણી માટે ભાજપે પહેલી યાદી કરી જાહેર, જાણો કોણ કઈ બેઠક પરથી લડશે 1 - image

UP By Election BJP Candidates List: ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશ પેટા ચૂંટણી માટે 7 ઉમેદવારોની  પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપે યુપીની 7 વિધાનસભા બેઠકો કરહલ, કુંડરકી, ગાઝિયાબાદ, ફૂલપુર, મઝવાં, કટેહરી, ખેર પર પેટાચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટીએ કરહલ બેઠકથી અનુજેશ યાદવ, કુંડરકીથી રામવીર સિંહ ઠાકુર, મઝવાંથી સુચિસ્મિતા મૌર્ય, કટેહરીથી ધર્મરાજ નિષાદ, ખેરથી સુરેન્દ્ર દિલેર અને મીરાપુરથી ઉમેદવારોની જાહેરાત કરી છે. ફૂલપુરથી દીપક પટેલ, ગાઝિયાબાદથી સંજીવ શર્માને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જોકે, સીસામઉ (કાનપુર) બેઠકથી હજુ સુધી ભાજપે કોઈ ઉમેદવાર જાહેર નથી કર્યા. 

કટેહરી અને મઝવાંથી કોણ છે ઉમેદવાર?

કટેહરીથી ધર્મરાજ નિષાદ મૂળ બીએસપીના છે. તેઓ 3 વખત બસપાથી ધારાસભ્ય અને બસપા સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા હતા. 2022 પહેલા ભાજપમાં જોડાયા. ચૂંટણી લડ્યા અને હારી ગયા. હવે ભાજપે તેમને વધુ એક તક આપી છે. સુચિસ્મિતા મૌર્ય મઝવાંથી ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે. વર્ષ 2022માં આ બેઠક નિષાદ પાર્ટીને આપવામાં આવી હતી આ વખતે ભાજપે પોતાની પાર્ટીના પૂર્વ ધારાસભ્યને મઝવાંથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. અલીગઢની ખેર બેઠક પરથી સુરેન્દ્ર દિલેર ભાજપના પૂર્વ સાંસદ રાજવીર દિલેરનો દીકરો છે. ફૂલપુરથી દીપક પટેલ ભાજપના પૂર્વ સાંસદ કેસરી દેવી પટેલનો દીકરો છે.

યુપીની પેટાચૂંટણી માટે ભાજપે પહેલી યાદી કરી જાહેર, જાણો કોણ કઈ બેઠક પરથી લડશે 2 - image

મઝવાંથી ભાજપના ઉમેદવારની જાહેરાત પર ભાજપના પ્રવક્તા મનીષ શુક્લાએ કહ્યું કે, એનડીએ એકજૂટ છે. અમારે ત્યાં એવો કોઈ વિવાદ નથી જે જાહેર મંચ પર જાય. હરિયાણામાં કોંગ્રેસે સપાને સ્થિતિ દેખાડી દીધી છે. અખિલેશ યાદવ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર દબાણ બનાવી રહ્યા છે. દબાણની રાજનીતિ I.N.D.I.A. ગઠબંધનમાં થઈ રહી છે. ભાજપે સાત ઉમેદવારો જાહેર કર્યા છે. બીજી બે બેઠકો છે જેના પર નામો થોડા સમયમાં જ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો: સરકારના સહાય પેકેજને કિસાન મોરચાએ કમલમ છાપ લોલીપોપ ગણાવી, એક હેક્ટરનો ખર્ચ પણ ન નીકળે

ભાજપના પ્રવક્તાએ પોતાના નિવેદન દ્વારા એ મેસેજ આપી દીધો છે કે, ભાજપ અન્ય બે બેઠકો પર પણ પોતાના જ ઉમેદવારો ઉતારશે. યુપી પેટા ચૂંટણી માટે ભાજપની યાદીની જાહેરાત પર સપા પ્રવક્તા સીએ પ્રદીપ ભાટીએ કહ્યું કે, જે બેઠકો પર ચૂંટણી થઈ રહી છે તેમાંથી 5 બેઠકો પર તો અમે જીત હાંસલ કરી હતી. અમારી કોંગ્રેસ સાથે લાંબા સમયથી વાત ચાલી રહી છે. 

છેલ્લા થોડા દિવસોમાં ભાજપનો સહયોગી પક્ષ નિષાદ પાર્ટીએ અનેક અવસર પર મઝવાં અને કટેહરી બેઠક માગી હતી. ભાજપ હાઈકમાન્ડ સાથે પણ તેમણે વાત કરી હતી. 


Google NewsGoogle News