છત્તીસગઢમાં ભાજપે 64 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા, પૂર્વ સીએમ રમણ સિંહને પણ મળી ટિકિટ
છત્તીસગઢની યાદીમાં ભાજપે ત્રણ સાંસદોને પણ ટિકિટ આપી
BJP candidate list 2023 Chhattisgarh : મધ્યપ્રદેશ અને રાજસ્થાન બાદ ભાજપે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે પણ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ભાજપે રાજ્યની 64 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે. આદિવાસી પ્રભુત્વ ધરાવતા રાજ્યમાં કુલ 90 વિધાનસભા બેઠકો છે. રાજનાંદગાંવથી પૂર્વ સીએમ ડો. રમણ સિંહને તક આપવામાં આવી છે. આ ઉપરાંત લોરમીથી પ્રદેશ પ્રમુખ અરુણ સાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. છત્તીસગઢની યાદીમાં ભાજપે ત્રણ સાંસદોને પણ ટિકિટ આપી છે. જેમાં પથલગાંવના સાંસદ શ્રીમતી ગોમતી સાઈ અને ભરતપુર સોનહાટના સાંસદ રેણુકા સિંહનો સમાવેશ થાય છે. આ સિવાય અરુણ સાઓ પણ સાંસદ છે.
છત્તીસગઢની 90 બેઠકો પર સતાનો સંગ્રામ
છત્તીસગઢની 90 બેઠકો પર વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 7 નવેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 17 નવેમ્બરના રોજ થવાનું છે. આ ચૂંટણી માટે મતદાન ગણતરી 3 ડિસેમ્બરના રીજ યોજાશે. છેલ્લી વિધાનસભા ચૂંટણી નવેમ્બર 2018માં યોજાઈ હતી. જેમાં કોંગ્રેસનો વિજય થયો હતો અને ભૂપેશ બઘેલ રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. રાજ્યમાં કુલ 2.03 કરોડ મતદાતાઓ છે.