Get The App

જમ્મુ-કાશ્મીરની ચૂંટણી માટે ભાજપે ફરી નવી યાદી જાહેર કરી, 44 નહીં હવે 15 જ ઉમેદવારોના નામ

Updated: Aug 26th, 2024


Google NewsGoogle News
જમ્મુ-કાશ્મીરની ચૂંટણી માટે ભાજપે ફરી નવી યાદી જાહેર કરી, 44 નહીં હવે 15 જ ઉમેદવારોના નામ 1 - image


BJP Relesed Candidates list for Jammu and Kashmir Assembly Election : જમ્મુ-કાશ્મીર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણીની તારીખોના એલાન બાદ ભાજપે આજે જમ્મુ-કાશ્મીર માટે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી સૌને ચોંકાવી દીધા હતા પરંતુ પછી એવા અહેવાલ સામે આવ્યા કે આ યાદી પાછી ખેંચી લેવામાં આવી. ત્યારબાદ હવે નવી યાદી જાહેર કરવામાં આવી છે જેમાં પ્રથમ તબક્કાના 15 ઉમેદવારોના નામ જ જાહેર કરાયા છે. 

3 તબક્કામાં ચૂંટણી યોજાશે જમ્મુ-કાશ્મીરમાં 

ઉલ્લેખનીય છે કે આ પહેલા ભાજપની જૂની યાદીમાં પહેલા તબક્કા માટે 15, બીજા માટે 10 અને ત્રીજા તબક્કાના મતદાન માટે 19 જેટલાં ઉમેદવારોના નામ જાહેર કરી દેવાયા હતા. હવે આ યાદીમાં સુધારા-વધારા કરીને ફરી નવી યાદી જાહેર કરવામાં આવી છે. 

આ વખતે શું નવું હતું યાદીમાં? 

તો તમને જણાવી દઈએ કે આ વખતે ભાજપની ઉમેદવારોની યાદીમાં નવું એ હતું  કે જમ્મુ-કાશ્મીર વિધાનસભાના પૂર્વ ડેપ્યુટી સ્પીકર ડૉ. નિર્મળ સિંહને જ ટિકિટ ફાળવાઇ નહોતી અને તેમનું પત્તું કાપી નાખવામાં આવ્યું હતું. નિર્મળ સિંહ 2014માં વિધાનસભા બેઠક પર જીત્યા હતા. બીજી બાજુ ભાજપે 2 કાશ્મીરી પંડિતોને પણ ટિકિટ આપી હતી. જેમાં વીર સરાફને શાંગાસ-અનંતનાગ તો અશોક ભટ્ટને હબ્બકાદલથી ટિકિટ આપી હતી. 

જમ્મુ-કાશ્મીરની ચૂંટણી માટે ભાજપે ફરી નવી યાદી જાહેર કરી, 44 નહીં હવે 15 જ ઉમેદવારોના નામ 2 - image


Google NewsGoogle News