Get The App

ભાજપને જોરદાર ઝટકો, ઓવૈસીને પડકારનાર ચર્ચિત મહિલા નેતાની ધરપકડ, જાણો શું છે મામલો?

Updated: Oct 14th, 2024


Google NewsGoogle News
ભાજપને જોરદાર ઝટકો, ઓવૈસીને પડકારનાર ચર્ચિત મહિલા નેતાની ધરપકડ, જાણો શું છે મામલો? 1 - image


BJP Leader Madhavi Latha Arrested : દેશમાં દુર્ગા પૂજાના વિસર્જન બાદ ઘણાંં વિસ્તારોમાંથી ખૂબ જ ખરાબ સમાચાર આવી રહ્યા છે. બહરાઇચ પછી હવે તેલંગાણાના સિકંદરાબાદમાં પણ વિરોધ પ્રદર્શન શરૂ થયા છે. મંદિરમાં તોડફોડના વિરોધમાં ઘરણા કરી રહેલા લોકોમાં ભાજપના નેતા માધવી લતા પણ સામેલ હતા. કાર્યવાહી કરતાં તેલંગાણા પોલીસે માધવી લત્તાની ધરપકડ કરી છે. માધવી લતાની ધરપકડ બાદ મામલો વધુ ગંભીર બન્યો છે. સિકંદરાબાદમાં તેમના સમર્થકોએ હંગામો મચાવ્યો છે.

આ પણ વાંચો : ભાજપ માટે સૌથી મહત્ત્વપૂર્ણ ગણાતા રાજ્યમાં જ વિખવાદ: કેબિનેટ મંત્રી થયા નારાજ, ગૃહમંત્રીને કરશે ફરિયાદ



શું છે આખો મામલો?

હકીકતમાં સિકંદરાબાદના મુથ્યાલમ્મા મંદિરમાં કથિત તોડફોડનો મામલો સામે આવ્યો છે. ઘણાંં લોકોનો આરોપ છે, કે કોઈ અજાણ્યા શખસે મંદિરમાં ઘૂસીને પવિત્ર મૂર્તિને ખંડિત કરી નાખી હતી. આરોપીએ મંદિરને પણ અપવિત્ર કર્યું છે. જ્યારે સ્થાનિક લોકોને આ વાતની જાણકારી મળી તો તેઓએ આરોપીને પકડીને પોલીસને હવાલે કર્યો. ઘણાં લોકોએ આ ઘટનાનો વિરોધ કર્યો હતો. વિરોધ પ્રદર્શન કરનારા લોકોમાં ભાજપના નેતા માધવી લતા પણ હાજર હતી.  

આ પણ વાંચો : યુપીમાં સ્થિતિ કાબૂ બહાર, સવાર પડતાં જ લોકોનું ટોળું રસ્તા પર ઉતર્યું, દુકાનોમાં કરી આગચંપી

શરમજનક ઘટના : કેન્દ્રીય મંત્રી

કેન્દ્રીય મંત્રી અને તેલંગાણા ભાજપના અધ્યક્ષ જી કિશન રેડ્ડીએ મંદિરની મુલાકાત લઈને પ્રદર્શનકારીઓ સાથે વાત કરી. તેમણે આ ઘટનાને શરમજનક ગણાવતા કહ્યું કે, કેટલાક લોકો જાણીજોઈને સમુદાયના મતભેદો વધારવા માંગે છે. સ્થાનિક લોકોએ આરોપીને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. આ વ્યક્તિ ચોરી કરવાના ઈરાદે નહીં પરંતુ હિંદુ સમાજને અપમાનિત કરવા આવ્યો હતો. હૈદરાબાદમાં સતત આ પ્રકારની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે.


Google NewsGoogle News