Get The App

કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' ને ભાજપે પરિવાર બચાવવાની યાત્રા ગણાવી

Updated: Sep 7th, 2022


Google NewsGoogle News
કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' ને ભાજપે પરિવાર બચાવવાની યાત્રા ગણાવી 1 - image


નવી દિલ્હી, તા. 07 સપ્ટેમ્બર 2022 બુધવાર

કોંગ્રેસની ભારત જોડો યાત્રા મુદ્દે ભાજપ નેતા રવિશંકર પ્રસાદએ આકરા પ્રહાર કર્યા છે. તેમણે આ યાત્રાને પરિવાર બચાવવાની યાત્રા ગણાવી છે.

કોંગ્રેસની ભારત જોડો યાત્રા પર ભાજપએ પલટવાર કરતા કહ્યુ કે કોંગ્રેસ પોતાને પણ જોડી શકી નથી. તેમની આ ભારત જોડો યાત્રા છેતરપિંડી છે. તેણે દેશને કમજોર કર્યો છે. તેમની પરિવાર બચાવવાની યાત્રા છે. કોંગ્રેસમાં એક દરબારી ગીત ગવાય છે કે રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવો, પાછા અધ્યક્ષ બનાવો.

રાહુલ ગાંધી દેશને જોડવા નીકળ્યા છે

રવિશંકર પ્રસાદે કહ્યુ રાહુલ ગાંધી કહે છે કે હુ અધ્યક્ષ નહીં બનુ, ક્યારેક તે વિદેશ યાત્રા પર નીકળી જાય છે, પાર્ટી સાથે કેટલા જોડાયા છે તે આપ તમામ જાણો છો. કોંગ્રેસના પોતાના જૂના સમર્પિત લોકો, સમર્પિત નેતા કોંગ્રેસ છોડીને જઈ રહ્યા છે અને રાહુલ જી નીકળ્યા છે દેશ જોડવા. રાહુલ જી તમે પહેલા પોતાનુ ઘર, પાર્ટી જોડી લો પછી દેશ જોડવાની વાત કરજો.

આ પરિવાર બચાવવાની યાત્રા છે

ઉરીના પુરાવા માગ્યા, બાલાકોટના સાક્ષી માગ્યા હતા તમે દેશની સામરિક સુરક્ષાને તોડવાનો પ્રયત્ન કર્યો આજે જોડવાના પ્રયત્નમાં લાગી ગયા છો. કોવિડના સમયે પણ થાળી વગાડવાની મજાક ઉડાવીને દેશ તોડવાનો પ્રયત્ન કર્યો હતો અને આજે નાટક અને છેતરપિંડી કરી રહ્યા છે. આ પરિવારને બચાવવા અને જોડવાનો પ્રયત્ન છે પોતાની રાજકીય દુકાન બચાવવા માટે ભારત જોડવા નીકળ્યા છે.

રવિશંકર પ્રસાદે કહ્યુ, નીતીશ બાબુ દિલ્હીમાં રાજકીય તીર્થયાત્રા પર નીકળ્યા છે. દુકાળ અને પૂર તો છે જ અપરાધની ઘટના દરરોજ થઈ રહી છે. નીતીશ જી એ કોંગ્રેસની સરકાર બે સૈનિકોના મુદ્દે પાડી દીધી હતી. દેવેગૌડાની સરકાર કેમ પાડી હતી અને ઈન્દ્ર કુમાર ગુજરાલની સરકાર કેમ પાડી હતી યાદ છે ને તમને અને તમે રાહુલ જી ની સાથે ઉભા રહીને ફોટો પડાવી રહ્યા છો. 


Google NewsGoogle News