Get The App

ચૂંટણી પહેલા જ મધ્ય પ્રદેશમાં ભાજપને ઝટકો, કદાવર નેતા અને રાજ્યસભા સાંસદનું રાજીનામું

ભાજપે મધ્યપ્રદેશની તમામ 29 લોકસભા બેઠકો માટે તેના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા

અજય પ્રતાપ સિંહને ટિકિટ આપવામાં આવી નથી

Updated: Mar 16th, 2024


Google NewsGoogle News
ચૂંટણી પહેલા જ મધ્ય પ્રદેશમાં ભાજપને ઝટકો, કદાવર નેતા અને રાજ્યસભા સાંસદનું રાજીનામું 1 - image


Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીની તારીખો હવે થોડા કલાકો બાદ જાહેર થવાની છે, પરંતુ તે પહેલા જ મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (bjp)ને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યસભાના સાંસદ અજય પ્રતાપ સિંહે પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.

ભાજપ અધ્યક્ષને રાજીનામું મોકલી દીધું

એવું માનવામાં આવે છે કે અજય પ્રતાપ સિંહ લોકસભા ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી નારાજ હતા. અજય પ્રતાપ સિંહે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માને પોતાનું રાજીનામું મોકલી દીધું છે અને તેની કોપી સોશિયલ મીડિયા પર શેર કરી છે. ભાજપે મધ્યપ્રદેશની તમામ 29 લોકસભા બેઠકો માટે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે અને તેમને ટિકિટ આપવામાં આવી નથી. સીધીમાં ભાજપે રાજેશ મિશ્રાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

હજુ સુધી ભવિષ્ય અંગે કંઈ નક્કી કર્યું નથી : અજય પ્રતાપ સિંહ 

અજય પ્રતાપ સિંહે પોતાનું રાજીનામું સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું છે કે 'હું ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યો છું.' તેમના રાજીનામા બાદ હવે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેઓ સીધીથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે. જો કે, તેણે કહ્યું કે તેણે હજુ સુધી ભવિષ્ય અંગે કંઈ નક્કી કર્યું નથી. નોંધનીય છે કે અજય પ્રતાપ સિંહ સહિત ચાર રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ 2 એપ્રિલ 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. આ બેઠકો માટે ચૂંટણી યોજાઈ છે.


Google NewsGoogle News