Get The App

મહારાષ્ટ્રમાં સસ્પેન્સ ખતમઃ ફડણવીસ બનશે CM, શિંદે-અજિત પવાર સાથે દિલ્હી જવા રવાના

Updated: Nov 25th, 2024


Google NewsGoogle News
Maharashtra


Maharashtra Chief Minister News : મહારાષ્ટ્ર વિધાનસભાની 288માંથી 132 બેઠક જીતીને ભાજપે બહુ મોટી સફળતા હાંસલ કરી લીધી છે. એવું કહેવાય છે કે, ભાજપે દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવા માટે તૈયારી કરી લીધી છે. ફડણવીસને મુખ્યમંત્રી બનાવવા સામે અજિત પવારને પણ વાંધો નથી. સૂત્રોના જણાવ્યાનુસાર, એકનાથ શિંદેએ પણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દેવાની તૈયારી કરી લીધી છે. 

ફડણવીસ, શિંદે અને અજિત પવાર દિલ્હી રવાના 

આ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર પણ દિલ્હી જવા રવાના થઈ ગયા છે. મરાઠા રાજકારણના આ ત્રણેય દિગ્ગજ નેતાઓ રાજધાનીમાં ભાજપ મોવડી મંડળ સાથે બેઠક કરશે. ભાજપને સૌથી વધુ બેઠકો મળ્યા પછી ફડણવીસનું નામ જ મુખ્યમંત્રી તરીકે ચર્ચાતું હતું. એકનાથ શિંદેએ પણ ચૂંટણી પરિણામો પછી નિવેદન કરીને સંકેત આપી દીધો હતો કે, ત્રણેય રાજકીય પક્ષો એક બેઠક યોજીને નક્કી કરશે કે, મહારાષ્ટ્રનું સુકાન કોના હાથમાં સોંપવામાં આવે. 

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં જીત બાદ મહાયુતિમાં ડખા? શિંદે જૂથે કરી હરિયાણા-બિહાર મોડલની માગ, ભાજપે આપ્યો જવાબ

શિંદેને મુખ્યમંત્રી બનાવવાની પણ અપીલ

બીજી તરફ, એવા અહેવાલો પણ છે કે શિવસેના (શિંદે જૂથ)એ ભાજપને એક પત્ર લખીને જણાવ્યું છે કે, એકનાથ શિંદેને જ ફરી એકવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવવા જોઈએ. આ પત્રમાં શિંદેને મુખ્યમંત્રી બનાવવા માટે વિસ્તૃત કારણો પણ આપવામાં આવ્યા છે. ભાજપને 132 બેઠક મળ્યા પછી પણ એકનાથ શિંદે મુખ્યમંત્રી બનવા માંગે છે. 

આ પણ વાંચો : 'પક્ષપાત અને ઉતાવળમાં કાર્યવાહી કરી..' સંભલમાં હિંસા મામલે રાહુલ ગાંધીના ભાજપ પર પ્રહાર

ફડણવીસને જ સુકાનનો ભાજપનો સંકેત 

આ દરમિયાન મહારાષ્ટ્રમાં ભાજપની જીત માટે મહત્ત્વની ભૂમિકા ભજવનારા નેતા વિનય સહસ્ત્રબુદ્ધેએ એક નિવેદનમાં કહ્યું છે કે, મહારાષ્ટ્રમાં જનાદેશનું સન્માન કરાશે. મહારાષ્ટ્રની પ્રજાનો જનાદેશ ભાજપની તરફેણમાં છે. એટલે દેવેન્દ્ર ફડણવીસને નેતૃત્વ સોંપાયું છે. અમે કોઈ જ પક્ષના દબાણમાં નથી. ભાજપ કોઈના દબાણમાં આવે એમ નથી. ભાજપનું મોવડી મંડળ શિવસેના અને એનસીપી (અજિત જૂથ) સાથે મળીને એક મહાયુતિ સરકારની જાહેરાત કરશે.


Google NewsGoogle News