Get The App

ભાજપે 12 બેઠકો પર એવો ખેલ પાડ્યો કે ચૂંટણી બાદના સમીકરણો પર અત્યારથી થવા લાગી ચર્ચા

Updated: Oct 30th, 2024


Google NewsGoogle News
BJP


Maharashtra Election: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં રાજકીય પક્ષોમાં સતત મૂંઝવણો અને અડચણો જોવા મળી રહી છે. ક્યારેક આ રાજ્યમાં ચાર જ પક્ષનો દબદબો હતો. જેમાં બે પક્ષોમાં ફાટો પડ્યા બાદ તે નવા છ પક્ષોમાં વહેંચાઈ ગયો છે. જેનાથી મહારાષ્ટ્રમાં એકહથ્થુ શાસન કરવુ જટિલ બન્યું છે. કારણકે, છમાંથી કોઈપણ એક પક્ષને પૂર્ણ બહુમતી મળવાની શક્યતા ઓછી છે.

મહારાષ્ટ્રમાં ગઠબંધનની સરકાર

આ સ્થિતિમાં મહારાષ્ટ્રમાં ગઠબંધનની સરકાર જ બનશે અને ચૂંટણી બાદ સ્થિતિ રસપ્રદ બની શકે છે. ખાસ કરીને મુખ્યમંત્રીના ચહેરાને લઈને જે સંઘર્ષ થશે તેમાં બેઠકોની સંખ્યા મહત્વની રહેશે. આ સંદર્ભે ભાજપ પહેલાંથી જ સતર્ક છે અને તેણે એક વ્યૂહ રચના પણ ઘડી લીધી છે. જેની ચર્ચાઓ અત્યારથી થઈ રહી છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં ભાજપ-કોંગ્રેસ બંને ટેન્શનમાં, 150 બળવાખોર બન્યા માથાનો દુઃખાવો, હરિયાણા જેવા થશે હાલ?

ભાજપની વ્યૂહરચના

ભાજપે કુલ 148 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે, જ્યારે તેના 12 નેતાઓને એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી તરફથી ટિકિટ મળી છે. એનો અર્થ એ છે કે, ભાજપ કુલ 160 બેઠકો પર ચૂંટણી લડશે. જેનાથી ભાજપ ફરી પાછું શાસન કરવા સજ્જ બની શકે છે. આ મુદ્દે મહાયુતિમાં લાંબી ખેંચતાણ ચાલી હતી અને અંતે સમજૂતી થઈ કે, ભાજપના 8 નેતાઓને એકનાથ શિંદેની શિવસેનામાંથી અને ચારને અજિત પવારની NCP તરફથી ટિકિટ આપવામાં આવે. આ રીતે ભાજપ ભલે 148 સીટો પર કમળના જોરે લડશે પરંતુ તેના ક્વોટામાં કુલ 160 ઉમેદવારો આવ્યા છે.

મહાયુતિની જીત માટે બનાવી આ વ્યૂહ રચના

મહાયુતિ ગઠબંધન ફરી પાછું સત્તા પર આવે તેવા હેતુ સાથે ભાજપે આ વ્યૂહ રચના ઘડી હોવાનું વિશ્લેષકોએ જણાવ્યું છે. ભાજપના 12 ઉમેદવારો કે, જે અન્ય પક્ષમાંથી ચૂંટણી લડશે, તેઓ અંતે તો ભાજપને જ સમર્થન આપી રહ્યા છે, જેમાં અનેક દિગ્ગજ નેતાઓ સામેલ છે.

શાઈના એનસી એકનાથ શિંદે તરફથી મુંબા દેવી બેઠક પર, જ્યારે અંધેરી ઈસ્ટમાંથી મુરજી પટેલ, અને પરથી મેદાનમાં છે. આ સિવાય શિવસેનાએ અંધેરી ઈસ્ટથી મુરજી પટેલને મેદાનમાં ઉતાર્યા છે. સંજના જાથધવ, રાજેન્દ્ર રાઉત, નિલેશ રાણે, રાજેન્દ્ર ગાવિત, વિલાસ તારે, સંતોષ શેટ્ટી પણ શિવસેના તરફથી લડશે. આ સિવાય એનસીપી તરફથી ભાજપના સંજય કાકા પાટિલ, નિશિકાંત પાટિલ, રાજકુમાર બડોલે, અને પ્રતાપરાવ પાટીલને ટિકિટ અપાઈ છે.

ભાજપે 12 બેઠકો પર એવો ખેલ પાડ્યો કે ચૂંટણી બાદના સમીકરણો પર અત્યારથી થવા લાગી ચર્ચા 2 - image


Google NewsGoogle News