Get The App

ભાજપે એકનાથ શિંદે વિના જ શપથવિધિની યોજના બનાવી હતી: સંજય રાઉતનો દાવો

Updated: Dec 6th, 2024


Google NewsGoogle News
ભાજપે એકનાથ શિંદે વિના જ શપથવિધિની યોજના બનાવી હતી: સંજય રાઉતનો દાવો 1 - image


BJP was supposed to hold the oath ceremony without Eknath Shinde: શિવસેના  (UBT)ના નેતા સંજય રાઉતે શુક્રવારે દાવો કર્યો હતો કે, એકનાથ શિંદેને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેવી પડી. કારણ કે ભાજપના ટોચના નેતાઓએ નવી સરકારના શપથ ગ્રહણ સમારોહને યોજના બનાવી હતી, કે જો તેઓ 'અડગ' રહેશે તો શપથ ગ્રહણ સમારોહ તેમના વગર જ આગળ વધારવામાં આવશે. રાઉતે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, મહાગઠબંધનને ભારે બહુમતી મળી હોવા છતાં રાજ્ય સરકાર પાસે હજુ પણ સંપૂર્ણ કેબિનેટ નથી. એ હકીકત દર્શાવે છે કે, ગઠબંધનમાં બધું બરાબર નથી. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં વિશાળ જનાદેશ હોવા છતાં ભાજપને સરકાર બનાવવામાં 15 દિવસનો સમય લાગ્યો છે.

આ પણ વાંચો : ખેડૂત આંદોલન વચ્ચે સંસદમાં કૃષિ મંત્રીની મોટી જાહેરાત, MSP પર ખરીદવામાં આવશે પાક

રાઉતે દાવો કર્યો કે, એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા પડ્યા હતા. ભાજપે એકનાથ શિંદે વિના શપથ ગ્રહણ સમારોહ યોજવાનું નક્કી કર્યું હતું. જો તેમણે ભાજપ પર દબાણ લાવવા માટે અક્કડ વલણ રાખ્યું હોત તો પક્ષના ટોચના નેતાઓએ (રાજ્ય નેતૃત્વને) તેમના વિના શપથ ગ્રહણ સમારોહ યોજવાની જાણકારી આપી દીધી હતી. 

પહેલા શિંદે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેવા તૈયાર ન હતા:  રાઉત

ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે સાંજે મુંબઈના આઝાદ મેદાનમાં આયોજિત ભવ્ય સમારોહમાં ત્રીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રીઓ અને એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ હાજરી આપી હતી. શિંદે શરૂઆતમાં ડેપ્યુટી સીએમ તરીકે સેવા આપવા માટે અનિચ્છા ધરાવતા હતા, પરંતુ ભાજપ અને તેમના પક્ષના ધારાસભ્યોના આગ્રહ પછી તેઓ આ પદમાં  જોડાયા હતા. તેઓ નવી સરકારનો હિસ્સો બનશે કે નહીં તે અંગે તેમણે મૌન જાળવ્યું હતું. શપથ ગ્રહણ સમારોહના થોડા કલાકો પહેલાં શિવસેનાના ધારાસભ્યએ પુષ્ટિ કરી હતી કે શિંદે  ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે.

આ પણ વાંચો : ખેડૂતોની 'ચલો દિલ્હી' કૂચ બાદ શંભુ બોર્ડર પર સ્થિતિ વણસી, ટીયરગેસનો મારો ચલાવાયો, ઈન્ટરનેટ બંધ

'શપથ ગ્રહણ વખતે ચહેરા પર નહોતી ખુશી'

રાઉતે આરોપ લગાવ્યો કે, ભાજપ કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરીને રાજ્યમાં "બદલાની રાજનીતિ" કરી રહી છે. શિંદે પર પરોક્ષ પ્રહાર કરતા રાઉતે કહ્યું કે, શપથ ગ્રહણ સમારોહ દરમિયાન કેટલાક ચહેરા પર ખુશી દેખાતી ન હતી. તેમણે કહ્યું કે, જ્યારે ઉદ્ધવ ઠાકરેએ 2019માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારે પણ આ ચહેરાઓ ઉદાસ હતા.


Google NewsGoogle News