ઉત્તર પ્રદેશમાં પછડાટ પછી ભાજપે કોઈ બોધપાઠ ન લીધો, આ 4 ફેકટર્સની હજુ કોઈને ચિંતા જ નથી!
Bjp's Defeat In Loksabha Election: કેન્દ્રમાં એનડીએના વડપણ હેઠળની સરકાર રચાઈ ચુકી છે. મોદીએ મંત્રીમંડળના વિવિધ મંત્રાલયો અને વિભાગોની વહેંચણી કરી દીધી છે. પરંતુ જે રીતે મંત્રાલય અને વિભાગોની વહેંચણી કરવામાં આવી છે તે જોતા લાગે છે કે પક્ષ ભવિષ્યની ચૂંટણી માટે ગંભીર નથી. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં મળેલી હાર માંથી કોઈ બોધપાઠ લીધો નથી. યુપીમાં હારવાનું સૌથી મોટું કારણ ભાજપને દલિત મત મળ્યા ન હતા. માટે ન તો તેને દલિત મતો બચાવવાની ચિંતા દેખાઈ રહી છે. સવર્ણ જાતિના મતો માટે ભાજપ કંઈ કરી હોય તેવું દેખાઈ રહ્યું નથી. પાર્ટી માટે આ સૌથી ચિંતાનું કારણ હોવું જોઈએ. પરંતુ ભાજપમાં આ મુદા પર કોઈ ગંભીરતા જોવા મળી રહી નથી. જે આગળના દિવસોમાં પક્ષ માટે ઘાતક સાબિત થઇ શકે છે.
1.ઉત્તરપ્રદેશમાં એસપી સિંહ બઘેલ અને કમલેશ પાસવાનના ભરોસે દલિત
ઉત્તરપ્રદેશની લોકસભા ચૂંટણીમાં દલિત મત કઈ રીતે અન્ય પક્ષો (ભાજપ સિવાય)ને મળ્યા છે તે સીએસડીએસના ડેટાથી ખબર પડે છે. તે અનુસાર 92ટકા મુસ્લિમ અને 82ટકા યાદવોના મત ઇન્ડિયા ગઠબંધનને મળ્યા છે. અને જાટવના 25 ટકા અને બિન-જાટવ દલિતોના 56 ટકા મત ઇન્ડિયા ગઠબંધનને મળ્યા છે. જો 2019ની ચૂંટણીમાં ભાજપને મળેલ દલિત મતોની તુલના કરીએ તો ઉત્તરપ્રદેશની 17 બેઠકો માંથી 15 બેઠકો ભાજપને મળી હતી. પરતું આ વખતે ફક્ત 8 બેઠકો જ મળી છે. જયારે સમાજવાદી પક્ષને તેમાંથી 7 બેઠકો અને આઝાદ સમાજ પક્ષ અને કોંગ્રેસે એક-એક બેઠકો છીનવી છે. તેથી દલિત મત સમાજવાદી પક્ષ અને કોંગ્રેસને શિફ્ટ થયા છે.
2019મી કેન્દ્ર સરકારમાં યુપીના ત્રણ દલિત ચહેરા હતા, જે આ વખતે બે જ છે. જેમાંથી એસપી સિંહ બઘેલ પર આરોપ છે કે તેઓ એસસી કેટેગરીમાં નામ સામેલ કરીને અનામત બેઠક પર ચૂંટણી લડે છે. બીજું નામ ગોરખપુર જિલ્લાની બાંસગાંવ સંસદીય બેઠક પરથી ચૂંટણી લડતા કમલેશ પાસવાનનું છે. તેઓ માફિયામાંથી રાજકારણી બનેલા ઓમપ્રકાશ પાસવાનના પુત્ર છે. 90ના દસકામાં ઓમપ્રકાશ પર બોમ્બ ફેંકીને હત્યા કરાઈ હતી. માયાવતી સાથે થયેલા ગેસ્ટહાઉસ કાંડના આરોપીઓ પાસવાનનું નામ સામેલ હતું. દલિતોના સંઘર્ષમાં તેમનું નામ ક્યાંય જોવા મળ્યું નથી. કેન્દ્રમાં દલિત ક્વોટાના આ બે મંત્રીઓ ભાજપને દલિતોના મત મેળવવા માટે કોઈ રીતે સહાયરૂપ થવાના નથી.
2. જાટવ સમુદાયના મત મેળવવા માટે કોઈ તૈયારી જોવા મળી નથી
એનડીએને આ વખતની લોકસભા ચૂંટણીમાં જાટવ સિવાય દલિતોના 29 ટકા મત મળ્યા છે જ્યારે 2019માં 48 ટકા મળ્યા હતા. ભાજપને આ વોટબેંકનું ચૂંટણીમાં ઘણું નુકસાન થયું છે. જો કે એનડીએ દ્વારા જાટવની મતબેંકમાં સુધારો કર્યો છે. 2019ની ચૂંટણીમાં એનડીએને 17ટકા જ મત મળ્યા હતા, જે વધીને 2024માં 24ટકા થયા છે. એટલે કે એનડીએ પોતાના પ્રદર્શનમાં થોડો સુધારો કરેતો જાટવ દલિતોના મતબેંકમાં વધારો થઇ શકે છે. કોંગ્રેસ અને સમાજવાદી પક્ષ જે રીતે જાટવ મતોની મેળવવા કામ કરી રહી છે તેનાથી વિપરિત ભાજપ નિશ્ચિંત હોય તેવું લાગી રહ્યું છે તેના સંકેતો મળી રહ્યા છે કારણ કે નવા મંત્રીમંડળમાં જાટવ સમુદાયમાંથી કોઈને સ્થાન અપાયું નથી.
3. સવર્ણોના મતો પણ દુર થઇ શકે છે.
યુપીની લોકસભા ચૂંટણીમાં સ્વર્ણ મતોનું વિભાજન ભાજપ માટે હારનું કારણ બન્યું છે. રાજપૂતોના મત મળ્યા નહી. અને બ્રાહ્મણોના મત વિભાજિત થઇ ગયા. નવા મંત્રીમંડળમાં ઉત્તર પ્રદેશના જિતિન પ્રસાદને બ્રાહ્મણોના ચહેરા તરીકે સ્થાન આપવામાં આવ્યું છે, પરંતુ જિતિન પ્રસાદનું કદ એટલું થયું નથી કે તે યુપીના બ્રાહ્મણોનું પ્રતિનિધિત્વ કરી શકે. તેમને મંત્રીમંડળમાં રાજ્યમંત્રીનો જ હોદ્દો અપાયો છે. ઇતિહાસમાં ક્યારેક જ એવું બન્યું હશે કે, કેન્દ્રના મંત્રીમંડળમાં કોઈ બ્રાહ્મણ ચહેરાને કેબિનેટ મંત્રી તરીકે સામેલ ન કરાયા હોય.
4. ભાજપની દલિત અને પછાત સમુદાયના સમર્થક તરીકેની છબિ કેમ નથી
ભાજપના શીર્ષ નેતૃત્વમાં નરેન્દ્ર મોદી ઓબીસી સમુદાયમાંથી આવે છે, પરંતુ તેઓ મહા દલિત, દલિત, અતિ-પછાત, પછાત સમુદાયનું પ્રતિનિધિત્વ નથી કરી રહ્યા. જ્યારે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દલિત સમુદાયનો મોટો ચહેરો છે. મોદીના શપથવિધિ સમારોહમાં આગળની હરોળમાં બ્રાહ્મણ-ઠાકુર અને વાણિયા સમુદાયના લોકો જ દેખાતા હતા. પક્ષે ભલે 10 અનુસૂચિત જાતિના લોકોને મંત્રી બનાવ્યા હોય પરંતુ તેમાંથી કોઈ મોટા દલિત ચહેરા નેતા નથી. તેથી કઈ શકાય કે ભાજપની પ્રાથમિકતામાં દલિતોનો હિસ્સેદારી નથી. શિવરાજ સિંહ ચૌહાણ અને જીતનરામ માંઝી આગળની હરોળમાં હતા, પરંતુ શિવરાજ અતિ-પછાત વર્ગમાંથી આવતા નથી અને જીતનરામ માંઝી ભાજપના નેતા નથી.