‘હું ઈન્દિરાને ભારતના અસલી ઘડવૈયા ગણું છું’, ‘મધર ઓફ ઈન્ડિયા’ વિવાદ મુદ્દે સુરેશ ગોપીની સ્પષ્ટ વાત

Updated: Jun 16th, 2024


Google NewsGoogle News
Suresh Gopi
Image : Twitter

Suresh Gopi Clarified his Mother of India Statement: લોકસભા 2024ની ચૂંટણીમાં કેરળની એકમાત્ર બેઠક પરથી જીતેલા ભાજપના ઉમેદવાર સુરેશ ગોપી હાલમાં તેમના નિવેદનોને લઈને ચર્ચામાં છે. તેમણે પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીને ‘મધર ઓફ ઈન્ડિયા’કહ્યા હતા. હવે આ મુદ્દે ભાજપ સાંસદે સ્પષ્ટતા કરી છે. 

મારા પરિવર્તન પાછળનું કારણ કોઈ રાજકીય ન હતું : સુરેશ ગોપી

કેરળના બીજેપી સાંસદ અને કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીએ તાજેતરમાં જ પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીને ‘મધર ઓફ ઈન્ડિયા’ કહેવાને કારણે ચર્ચામાં છે. ત્યારે તેમણે પોતાના નિવેદનને લઈને સ્પષ્ટતા કરતા કહ્યું છે કે 'મારો ભાજપમાં જોડાવાનો એક ભાવનાત્મક નિર્ણય હતો. ફક્ત એટલા માટે કે મારા પિતાનો પરિવાર કોંગ્રેસ પરિવાર હતો, મારી માતાના પરિવારે કેરળમાં જનસંઘના સંગઠનમાં કામ કર્યું, હું એસએફઆઈમાં હતો. પરંતુ મારા પરિવર્તન પાછળનું કારણ કોઈ રજકીય ન હતું. તે ફક્ત ભાવનાત્મક હતું. હું મારુ જીવન ભાવનાત્મક રીતે જ જીવીશ, તો જ હું એક સારો પિતા, સારો દિકરો અને સારો પતિ બની શકીશ.' 

ઈન્દિરા ગાંધી પરના નિવેદન પર સ્પષ્ટતા કરી

ઈન્દિરા ગાંધી પરના તેમના નિવેદન પર સુરેશ ગોપીએ કહ્યું કે 'હું ઈન્દિરા ગાંધીને આઝાદી પછી અને તેમના મૃત્યુ સુધી ભારતના અસલી ઘડવૈયા ગણું છું. ફક્ત ઈન્દિરા ગાંધી કોંગ્રેસી હોવાને કારણે હું તેમને ક્રેડિટ આપવામાં સંકોચ ન રાખી શકુ. હું એવા વ્યક્તિને ભૂલી શક્તો નથી જેણે દેશ માટે ઈમાનદારીથી કામ કર્યું હોય.'

આગાઉ કેન્દ્રીય મંત્રી અને ભાજપ સાંસદે પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીને 'મધર ઓફ ઈન્ડિયા' અને કોંગ્રેસ નેતા તેમજ કેરલના મુખ્યમંત્રી રહી ચૂકેલા દિવંગત કે. કરુણાકરણને સાહસી વહીવટકર્તા ગણાવ્યા હતા. એટલું જ નહીં, તેમણે  કે. કરુણાકરન અને માર્ક્સવાદી નેતા ઈ. કે. નયનાર, એ બંનેને પોતાના રાજકીય ગુરુ ગણાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સુરેશ ગોપીએ ભાજપ ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી હતી અને કેરળની થ્રિસુર લોકસભા બેઠક પરથી વિજય થયો હતો.

‘હું ઈન્દિરાને ભારતના અસલી ઘડવૈયા ગણું છું’, ‘મધર ઓફ ઈન્ડિયા’ વિવાદ મુદ્દે સુરેશ ગોપીની સ્પષ્ટ વાત 2 - image


Google NewsGoogle News