VIDEO: ભાજપ સાંસદ મનોજ તિવારીનું સોંગ 'રામ કે થે.. રામ કે હે.. રામ કે રહેંગે..' રિલીઝ

Updated: Jan 13th, 2024


Google NewsGoogle News
VIDEO: ભાજપ સાંસદ મનોજ તિવારીનું સોંગ 'રામ કે થે.. રામ કે હે.. રામ કે રહેંગે..' રિલીઝ 1 - image


નવી દિલ્હી,તા. 13 જાન્યુઆરી 2024, શનિવાર 

લાંબા સમય પછી મનોજ તિવારી એક ગીત લઈને આવી રહ્યા છે, જેની તેના ફેન્સ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. મનોજ તિવારી, શીતલ પાંડે અને અમિત ધૂલ દ્વારા રામ ભજન ‘રામ કે થે, રામ કે હૈં, રામ કે રહેંગે’ એ ઢુલ એન્ટરટેઈનમેન્ટનું પ્રેઝન્ટેશન છે, જે ધૂલ એન્ટરટેઈનમેન્ટની ઑફિશિયલ યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે. ભગવાન શ્રી રામ પર બનેલું આ અત્યાર સુધીનું સૌથી અનોખું ગીત છે, આ ગીત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. 

'રામ કે થે, રામ કે હૈં રામ કે રહેંગે'

'રામ કે થે, રામ કે હૈં રામ કે રહેંગે' ગીતમાં મનોજ તિવારી, શીતલ પાંડે અને અમિત ઢૂલે પોતાનો અવાજ આપ્યો છે. આ ગીતને લઇને મનોજ તિવારીએ કહ્યું કે, ગીત અંગે મનોજ તિવારીએ કહ્યું કે, એ વાત સાચી છે કે આપણે બધા રામના હતા, રામના છીએ અને રામના જ રહીશું. અમને તેનો ગર્વ છે. અમને એ વાતનો પણ ગર્વ છે કે અમે સનાતન ધર્મ અને રામચરિતમાનસની પરંપરામાંથી આવ્યા છીએ. આ આપણો સમૃદ્ધ ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો છે, જે દેશના સૌથી લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરીને કર્યું છે. ભગવાન રામનો મહિમા અલૌકિક છે અને સમગ્ર દેશ તેમના આગમનથી ખુશ છે. અમારુ આ ગીત તમામ રામ ભક્તો માટે છે. આશા છે કે તમામ ચાહકોને તે ગમશે.”

ક્લિક કરીને જુઓ વીડિયો

આ ગીતના ગીતકાર અમિત ઢુલ છે અને સંગીત આરકે ક્રૂ દ્વારા રચાયેલ છે. પી આર ઓ રંજન સિંહા છે. આ ગીતનો વિડીયો "જીત ઘનઘસ" દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યો છે.


Google NewsGoogle News