Get The App

...હું કલાકાર નહીં ભાજપ કાર્યકર છું, શબ્દો પાછા લઉં છું' વિવાદ થતાં કંગના રણૌતનો યુ-ટર્ન

Updated: Sep 25th, 2024


Google NewsGoogle News
...હું કલાકાર નહીં ભાજપ કાર્યકર છું, શબ્દો પાછા લઉં છું' વિવાદ થતાં કંગના રણૌતનો યુ-ટર્ન 1 - image


Kangana Ranaut's U-turn due to controversy : ભારતીય જનતા પાર્ટી (BJP)ના લોકસભા સાંસદ અને બોલિવૂડ કલાકાર કંગના રનૌતે પોતાના નિવેદન પર યુ-ટર્ન લેતા એક વીડિયો જાહેર કર્યો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં કંગના કહી રહી છે કે,  "હું કૃષિ કાયદા અંગે મારી પાર્ટી સાથે ઉભી છું અને મારા શબ્દો પાછા લઉં છું. થોડા દિવસો અગાઉ મીડિયાએ મને કૃષિ કાયદા પર પ્રશ્નો પૂછ્યા અને જેમાં મેં કેટલાક સૂચનો આપ્યા કે, ખેડૂતોએ પીએમને કૃષિ કાયદો પાછો લાવવાની વિનંતી કરવી જોઈએ. મારા નિવેદનથી ઘણા લોકો નિરાશ થયા છે."



તેમણે વધુમાં જણાવ્યું કે, "જ્યારે કૃષિ કાયદાઓ રજૂ કરવામાં આવ્યા ત્યારે અમારામાંથી ઘણા લોકોએ તેને સમર્થન આપ્યું હતું,એ પછી અમે ખૂબ જ સંવેદનશીલતા સાથે કૃષિ કાયદો પાછો ખેંચી લેવામાં આવ્યો હતો અને આ તમામ કાર્યકર્તાઓની ફરજ બને છે કે, અમે તેમના શબ્દોની ગરિમાં જાળવીએ."

'મને માફ કરજો...'

કંગના રનૌતે કહ્યું, "મારે એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે, હું હવે માત્ર એક કલાકાર નથી પણ ભાજપની કાર્યકર છું. મારુ ઓપિનિયન મારુ પોતાનું ન હોવું જોઈએ, તે પાર્ટીનું સ્ટેન્ડ હોવું જોઈએ.મારા શબ્દો કે વિચારથી મેં કોઈને નિરાશ કર્યા હોય તો મને માફ કરજો... હું મારા શબ્દો પરત લઉં છું."

કંગનાએ કૃષિ કાયદા પર શું કહ્યું?

હિમાચલ પ્રદેશમાં તેમના મતવિસ્તાર મંડીમાં પત્રકારો સાથે વાત કરતા કંગના રનૌતે કહ્યું, 'હું જાણું છું કે, આ નિવેદન વિવાદાસ્પદ હોઈ શકે છે, પરંતુ ત્રણ કૃષિ કાયદા પરત લાવવા જોઈએ. ખેડૂતોએ જાતે જ આ માંગ કરવી જોઈએ.

કંગનાએ દલીલ કરતાં કહ્યું હતું કે, ત્રણેય કાયદા ખેડૂતો માટે ફાયદાકારક હતા, પરંતુ કેટલાક રાજ્યોમાં ખેડૂતોના વિરોધને કારણે સરકારે પરત ખેંચી લીધો. તેમણે કહ્યું, 'ખેડૂતો દેશના વિકાસનો આધારસ્તંભ છે. હું તેમને અપીલ કરવા માંગુ છું કે, તેઓ પોતાના ભલા માટે કાયદા પાછા લાવવાની માંગ કરે."



Google NewsGoogle News