લોકસભા ચૂંટણી પહેલા ભાજપને ઝટકો, હિસારના સાંસદનું રાજીનામું, ખડગેની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા
બ્રિજેન્દ્ર સિંહે આ મામલે ટ્વિટ કરતાં જણાવ્યું કે હું પાર્ટીનો આભારી છું
Hisar MP Brijendra Singh Resign | હરિયાણાના હિસારથી ભાજપ માટે એક આંચકાજનક અહેવાલ આવ્યા છે. ભાજપના સાંસદ બ્રિજેન્દ્ર સિંહ પાઠકે ભાજપના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે આ મામલે ખુદ એક્સ પર ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી હતી. હવે તેઓ કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાઈ ગયા છે. તેમણે મલ્લિકાઅર્જુન ખડગેની હાજરીમાં કોંગ્રેસનો પંજો થામ્યો હતો.
બ્રિજેન્દ્ર સિંહે કરી ટ્વિટ
બ્રિજેન્દ્ર સિંહે આ મામલે ટ્વિટ કરતાં જણાવ્યું કે હું પાર્ટીનો આભારી છું. હું હવે રાજકીય કારણોસર રાજીનામું આપી રહ્યો છું. પાર્ટીના અધ્યક્ષ જે.પી.નડ્ડા, વડાપ્રધાન મોદી અને અમિત શાહને તેમના સમર્થન બદલ આભાર વ્યક્ત કરું છું. લોકસભા ચૂંટણી ટાણે તેમનું રાજીનામું અને ભાજપનું સભ્યપદ પણ છોડી દેવું પાર્ટી માટે ઝટકો મનાઈ રહ્યો છે.
આ વખતે પત્તુ કપાવાનો હતો ચાન્સ!
માહિતી અનુસાર આ વખતે બ્રિજેન્દ્ર સિંહને એવો આભાસ થઈ ગયો હતો કે ભાજપ તેમનું પત્તુ કાપી શકે છે અને તેમની લોકસભાની ટિકિટ કાપી શકે છે. જેના લીધે તેમણે આ નિર્ણય લીધો હોવાનું મનાય છે. તેઓ હાલ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેના નિવાસે પણ પહોંચી ગયા છે અને તેઓ વિધિવત રીતે પંજાને થામી લે તેવી શક્યતા છે.