Get The App

'કેજરીવાલે આતિશીને હરાવવાના પ્રયાસ કર્યા', ભાજપ સાંસદે કર્યો ચોંકાવનારો દાવો

Updated: Feb 9th, 2025


Google News
Google News
'કેજરીવાલે આતિશીને હરાવવાના પ્રયાસ કર્યા', ભાજપ સાંસદે કર્યો ચોંકાવનારો દાવો 1 - image


Delhi Politics: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હિમાચલ પ્રદેશ ભાજપ સાંસદ અનુરાગ ઠાકરે આમ આદમી પાર્ટી સંયોજક અરવિંદ કેજરીવાલ પર દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી માર્લેનાને હરાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, 'કેજરીવાલ આતિશી માર્લેનાને હરાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ ખુદ હારી ગયા. આમ આદમી પાર્ટીનો આંતરિક વિખવાદ સપાટી પર આવી ગયો છે.'

'કેજરીવાલે પાર્ટીના સંસ્થાપક સભ્યોને ખતમ કર્યા'

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ આતિશી માર્લેનાના ડાન્સવાળા વીડિયો ક્લિપ અંગે પૂછવા પર અનુરાગ ઠાકુરે કહ્યું કે, 'અરવિંદ કેજરીવાલની રાજનીતિ જુઓ, અન્ના હજારેના ખભા પર ચઢીને તેઓ રાજનીતિમાં આવ્યા, તેમણે તેમને જ ખતમ કરી દીધા. કેજરીવાલે પોતાની પાર્ટી બનાવી લીધી, પછી તેમણે પોતાની પાર્ટીના સંસ્થાપક સભ્યોને ખતમ કરી દીધા.'

તેમણે કહ્યું કે, 'અરવિંદ કેજરીવાલની ટીમ સંપૂર્ણ તાકાતથી મંત્રીઓને ખતમ કરવામાં લાગી હતી. બીજાને ખતમ કરતા કરતા કેજરીવાલ ખુદ ખતમ થઈ ગયા. આતિશીનું નામ ચૂંટણી બેનર, પોસ્ટર અને સંપૂર્ણ ચૂંટણી પ્રચારથી હટાવી દેવાયું. તેમને તેમના વિધાનસભા વિસ્તારમાં હરાવવાના પ્રયાસ કરવામાં આવ્યા અને જ્યારે એવું ન થયું તો ડાન્સ થયો.'

આ પણ વાંચો: હાર બાદ કેજરીવાલનું ભાજપ વિરુદ્ધ નવું અભિયાન, 22 ધારાસભ્યોને આપ્યો મોટો આદેશ

'કેજરીવાલ જ લીકર કૌભાંડના કિંગપિન'

ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યું કે, 'આતિશી અન્ય દિલ્હીવાસીઓની જેમ પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રીની હાર પર પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા હતા. લીકર કૌભાંડનું ઠીકરું તેઓ સિસોદિયા પર ફોડવા માગતા હતા, પરંતુ અમે ત્યારે પણ કહ્યું હતું કે કેજરીવાલ જ તેના કિંગપિન છે. કોર્ટે તેમને દંડિત કર્યા અને હાલ તેઓ જામીન પર છે.'

ભાજપ સાંસદે કહ્યું કે, 'જે અંદરોઅંદર જ પોતાના લોકોને ખતમ કરવાના પ્રયાસ કરી રહ્યા હતા, તેઓ સજ્જન ખુદ જ ખતમ થઈ ગયા. હવે બળવો કેટલી થાય છે તેના માટે થોડા દિવસ હજુ રાહ જુઓ. કારણ કે જે ડાન્સ તમે જોયો છે, તે માત્ર એક વિધાનસભા બેઠક જીતવાનો નથી. હવે જોઈએ કે આગળ શું થાય છે.'

'કેજરીવાલ ફરી ક્યારેય સત્તામાં નહીં આવે'

વધુમાં તેમણે કહ્યું કે, 'દિલ્હીમાં ભાજપની જીત પાછળ એક મોટું કારણ મોદીની ગેરેન્ટી હતી અને તેના પૂર્ણ થવાની સંપૂર્ણ ગેરેન્ટી છે. જનતાને જૂઠની ગેરેન્ટી આપનારાને બહાર કરી દેવાયા છે અને આ વાતની પાક્કી ગેરેન્ટી આપી છે કે તેઓ (કેજરીવાલ) ફરી ક્યારે સત્તામાં નહીં આવે.'

દિલ્હીમાં કોણ હશે મુખ્યમંત્રી?

દિલ્હીમાં મુખ્યમંત્રી કોણ હશે આ સવાલ પર અનુરાગ ઠાકુરે કહ્યું કે, 'ભાજપ ધારાસભ્ય અને ભાજપ સંસદીય બોર્ડ જેને ઈચ્છશે, ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી હશે, પરંતુ તેઓ વ્યક્તિ જ હશે, જે દિલ્હીને વિકાસની નવી ઉંચાઈએ લઈ જશે.'

આ પણ વાંચો: દિલ્હીમાં AAPથી હિસાબ બરાબર, હવે બંગાળનો વારો: રાહુલ ગાંધીએ કોંગ્રેસને આપ્યો ટાર્ગેટ

Tags :
Delhianurag-thakur

Google News
Google News