‘મદરેસામાં બાળકીઓને અશ્લીલ વીડિયો દેખાડી...’ ગૃહમાં વિપક્ષી નેતાઓ પર વરસ્યા ભાજપ નેતા
Uttarakhand Monsoon Session 2024: ગેરસૈનમાં ચાલી રહેલા ઉત્તરાખંડ વિધાનસભા સત્ર દરમિયાન વિરોધ પક્ષના ધારાસભ્યો ધામી સરકાર સામે કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો ઉઠાવી રહ્યા હતા. આ દરમિયાન ભાજપના ધારાસભ્ય શિવ અરોડાએ વિરોધ પક્ષ નેતાઓ પર પલટવાર કરતાં કહ્યું હતું કે, 'ઉધમ સિંહ શહેર જિલ્લાના વિપક્ષના નેતા અને ઉપનેતા આવે છે. બન્ને નેતાએ જિલ્લાના ગુનાઓનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ સમુદાય વિશેષ વોટબૅંકની રાજનીતિ મુશ્કેલીમાં ન મૂકાય એ માટે ઘટનાનો ઉલ્લેખ કરવાનું ટાળતા જોવા મળ્યા હતા.'
ભાજપના નેતાએ શું કહ્યું?
ભાજપના નેતાએ કહ્યું હતું કે, 'તુષ્ટિકરણની રાજનીતિ કરનારા કોંગ્રેસના નેતાઓને ઉધમ સિંહ નગર જિલ્લાના રૂદ્રપુર કોતવાલી વિસ્તારના મલસી ગામની મસ્જિદમાં ચલાવવામાં આવી રહેલી મદરેસામાં શીખવનાર મૌલાના પોતાના રૂમમાં છોકરીઓને અશ્લીલ વીડિયો બતાવીને તેમનું યૌન શોષણ કરતો હતો. આ સાથે છોકરીઓએ પોતાના પરિવારમાં આ વાતની જાણ કરી તો જાદુથી મારી નાખવાની ધમકી આપતો હોવાથી છોકરીઓ ડરી જતી હતી. આ પછી સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં મૌલાના સામે ફરિયાદ નોંધીને જેલ ભેગો કર્યો હતો. જેમાં આ કેસમાં અત્યારસુધી ચાર પીડિતા સામે આવી છે.'
આ પણ વાંચો : ટ્યુશન ક્લાસથી પરત ફરતી સગીરા પર ત્રણ રાક્ષસોનું દુષ્કર્મ, લોકો ભડક્યા, CMએ કહ્યું ‘વિશેષ સમુદાય સક્રિય, નહીં છોડીએ’
તેને બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં.
ગૃહમાં બોલતી વખતે ભાજપના ધારાસભ્ય શિવ અરોડાએ કહ્યું કે, 'રાજ્યમાં ગેરકાયદેસર રીતે ચાલતા મદરેસાઓમાં દરરોજ આવા કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. પરંતુ કોંગ્રેસના જનપ્રતિનિધિ આ મામલે મૌન ધારણ કર્યું છે. આ પ્રકારની ઘટનાથી દેવભૂમિ ઉત્તરાખંડની છબી ખરાબ કરવાનું કાર્ય થઈ રહ્યું છે. રાજ્યમાં વસ્તીના અસંતુલન અને ગેરકાયદેસર મકબરાઓને કબજે કરીને આયોજનબદ્ધ ષડયંત્ર ચાલી રહ્યું છે, જે ચિંતાનો વિષય છે. તેને બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં.'
સરકારને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે
તેમણે કહ્યું કે, 'ઉત્તરાખંડમાં કાયદા વ્યવસ્થાની ચિંતા કરવાવાળા વિપક્ષના નેતા પૂછવા માંગુ છું કે, શું ઉધમ સિંહ નગરમાં મદરેસામાં ઘટતી ઘટનાઓ ગુનાની હરોળમાં આવે છે કે નહીં? રાજ્યની ધામી સરકાર આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. તેવામાં હવે વિપક્ષમાં કોઈ પ્રકારનો મુદ્દો બચ્યો નથી. માત્ર ખોટી વાહવાહી મેળવવા માટે સરકારને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.'