Get The App

'2012 સુધી સંભલની જામા મસ્જિદ હરિહર મંદિર જ હતું...', ભાજપના ધારાસભ્યનો ચોંકાવનારો દાવો

Updated: Nov 30th, 2024


Google NewsGoogle News
'2012 સુધી સંભલની જામા મસ્જિદ હરિહર મંદિર જ હતું...', ભાજપના ધારાસભ્યનો ચોંકાવનારો દાવો 1 - image


Sambhal Mosque Dispute: સંભલની શાહી જામા મસ્જિદના સર્વેને લઈને હોબાળો થઈ રહ્યો છે. ગત રવિવારે તો મામલો એટલો બગડી ગયો હતો કે, હિંસામાં ચાર યુવકોના મોત પણ થયા. આ વિવાદની વચ્ચે હવે ભાજપના ધારાસભ્ય શલભ મણિ ત્રિપાઠીએ આ શાહી જામા મસ્જિદને લઈને નવો દાવો કરી દીધો છે. શલભ મણિ ત્રિપાઠીએ દાવો કર્યો છે કે, 2012 પહેલાં અહીં જામા મસ્જિદ નહીં હરિ મંદિર હતું. તેમાં પૂજા પાઠ પણ થતાં હતાં. હિન્દુ પરિવારના લગ્ન સંસ્કાર પણ અહીં કરવા આવતા હતાં. સંભલના પૂર્વ સાંસદ શફીકુર્રહમાન બર્કના દબાણમાં અહીં પૂજા-અર્ચના બંધ કરી દેવામાં આવી હતી.

તસવીરો શેર કરી કર્યો દાવો

શલભ મણિએ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર ચાર તસવીરો શેર કરતાં લખ્યું કે, 2012 એટલે સપા સરકાર પહેલાં સુધી હરિ મંદિર પર પૂજા અર્ચના થતી હતી. અહીં લગ્ન સંસ્કારની વિધિ થતી જેની તસવીરો પણ હાજર છે. સપા સરકારમાં સાંસદ શફીકુર્રહમાન બર્કના દબાણમાં પૂજા-અર્ચના રોકી દેવામાં આવી હતી. હરિ મંદિરને સંપૂર્ણ રીતે જામા મસ્જિદમાં ફેરવી દેવામાં આવી હતી.

આ પણ વાંચોઃ પવારને કન્ટ્રોલ કરવાનો પડકાર, શિંદેની માગથી વંશવાદના આરોપની શક્યતા, ભાજપ હવે શું કરશે?

જામા મસ્જિદની તસવીર હોવાનો દાવો

ધારાસભ્યએ પોતાની પોસ્ટમાં ચાર તસવીરો શેર કરી. તેમાંથી બે તસવીરોમાં કોઈ હિન્દુ પરિવાર લગ્ન કરી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ જામા મસ્જિદની પૂજા દરમિયાનની તસવીર છે. આ સિવાય પણ બે તસવીરો પોસ્ટ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ સંભલ મસ્જિદ વિવાદમાં નીચલી કોર્ટને કોઈ એક્શન નહીં લેવા સુપ્રીમનો આદેશ

સોશિયલ મીડિયા પર ફરી શરુ થઈ ચર્ચા

ભાજપ નેતાના દાવા બાદ સોશિયલ મીડિયા પર ફરી એકવાર શાહી મસ્જિદ અને હરિ મંદિરને લઈને નવી ચર્ચા શરુ થઈ ગઈ છે. શુક્રવારે જ સુપ્રીમકોર્ટે આ મંદિરને લઈને દાખલ અરજીની સુનાવણી અને સિવિલ કોર્ટમાં આગળ કોઈ કાર્યવાહી કરવા પર રોક લગાવી દેવામાં આવી છે. આ સાથે જ યુપી સરકારને અહીં શાંતિ વ્યવસ્થા જાળવી રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. 



Google NewsGoogle News