પત્ની સાથે નાઈટ વૉક પર નીકળ્યા ભાજપના ધારાસભ્ય, રસ્તામાં ઉભેલા યુવકોએ કર્યું ફાયરિંગ, પોલીસ થઈ દોડતી
Lakhimpur Kheri BJP MLA Saurabh Singh Firing Case: લખીમપુર ખીરી જિલ્લામાં પત્ની સાથે નાઈટ વૉક પર નીકળેલા ભાજપના ધારાસભ્ય સૌરભ સિંહ સાથે વિવાદ બાદ યુવકોએ હવામાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગની સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસ આસપાસના CCTV ફૂટેજ શોધી રહી છે અને યુવકોને ઓળખ માટેના પ્રયાસો હાથ ધરાયા છે. જે સમયે ઘટના ઘટી તે સમયે ધારાસભ્યનો ગનર થોડે દૂર હતો.
ધારાસભ્યએ પોલીસ ફરિયાદ નોંધાવી
આ ઘટના બુધવારે મોડી રાત્રે શહેરના શિવ કોલોનીમાં બની હતી. લખીમપુરના કસ્તાના ધારાસભ્ય સૌરભ સિંહ સોનુ રાત્રે જમ્યા બાદ પત્ની સાથે ઘરની બહાર નાઈટ વૉક કરી રહ્યા હતા. ઘરની નજીક જ સો મીટર દૂર શંકાસ્પદ હાલતમાં ઉભેલા યુવકોએ ધારાસભ્ય સાથે વિવાદ કર્યો હતો. ધારાસભ્યએ જણાવ્યું કે, જ્યારે મેં તેમને ફટકાર લગાવી ત્યારે તેઓએ હવામાં ફાયરિંગ કર્યું અને ભાગી ગયા. ફાયરિંગની સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ધારાસભ્યએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ CCTVની તપાસ કરી રહી છે. પોલીસ એ યુવાનોને શોધી રહી છે.
યુવકોએ હવામાં ફાયરિંગ કર્યું
ઘટના બાદ ધારાસભ્ય સૌરભે કહ્યું કે, અમે રોજ નાઈટ વૉક પર નીકળીએ છીએ. ક્ષેત્રમાંથી ભ્રમણ કરીને આવ્યા બાદ જમીએ છીએ અને ત્યારબાદ નાઈટ વૉક પર નીકળીએ છીએ. આમ જમ્યા બાદ અમે વૉક પર નીકળ્યા હતા. ઘરથી લગભગ સો મીટર દૂર બે યુવકો દારુ પી રહ્યા હતા. જ્યારે ધારાસભ્યએ તેમને અટકાવ્યા તો તેઓ દલીલ કરવા લાગ્યા. આ પછી જ્યારે ધારાસભ્યએ તેમને ફટકાર લગાવી તો યુવકોએ હવામાં ફાયરિંગ કર્યું. ધારાસભ્યએ કહ્યું કે મારો ગનર થોડે દૂર હતો. ફાયરિંગ કર્યા બાદ બંને યુવકો બાઈક પર ફરાર થઇ ગયા હતા. ધારાસભ્યએ પોલીસને આ મામલે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. ધારાસભ્યએ પોલીસમાં ફરિયાદ પણ કરી છે. માહિતી મળ્યા બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે.