યુપીમાં કોઈ મોટો નિર્ણય લેશે ભાજપ? ભારે હલચલ વચ્ચે PM મોદીએ દિગ્ગજ નેતા સાથે કરી બેઠક
BJP Meeting for Lok Sabha Election Result 2024 : ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી-2024માં નબળા પ્રદર્શન અંગે હજુ પણ સમીક્ષાનો દોર ચાલી રહ્યો છે, ત્યારે ઉત્તર પ્રદેશ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે એક કલાક બેઠક કરી છે. આ બેઠકમાં રાજ્યમાં ભાજપના કંગાળ પ્રદર્શન મુદ્દે ચર્ચાઓ થઈ છે.
બેઠકમાં ચૌધરીને કરાયા પ્રશ્નો
સૂત્રોના જણાવ્યા મુજબ બેઠકમાં ચૌધરીને પૂછવામાં આવ્યું છે કે, તમને જાણ હતી કે, ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં ભાજપને ઓછા મત મળવાના છે, પરંતુ આટલી ઓછી બેઠકો જીતીશું, તેવો કોઈ અંદાજો ન હતો. સમાજવાદી પાર્ટીને 40ની આસપાસ બેઠકો મળવાની હતી, એવી કલ્પના પણ કરી ન હતી. આ આપણા માટે મોટો ઝટકો છે.
આ પણ વાંચો : યુપીમાં 24 કલાકમાં થશે મોટા ફેરબદલ! લખનૌથી દિલ્હી સુધી તાબડતોબ બેઠકોનો દોર
ભાજપના ટોચના નેતાઓનું ફીડબેક અભિયાન
મીડિયા અહેવાલો મુજબ, ભાજપના ટોચના નેતાઓ જુદાં જુદાં રાજ્યોના નેતાઓને મળીને લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન સમીક્ષાઓ કરી રહ્યા છે અને આ નેતાઓ પાસેથી ચૂંટણીમાં નબળા પ્રદર્શન અંગે ફીડબેક મેળવી રહ્યા છે. આ પહેલા મંગળવારે (16 જુલાઈ) ભાજપના ટોચના કેન્દ્રીય નેતાએ ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ મૌર્ય (Keshav Prasad Maurya) અને ભાજપ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી (Bhupendra Chaudhary) સાથે મુલાકાત કરી ફીડબેક મેળવ્યું હતું.
ચૂંટણીમાં નબળા પ્રદર્શન અંગે તંત્ર જવાબદાર
સૂત્રોના જણાવ્યા મુજબ મૌર્ય અને ચૌધરી સાથે જુદી જુદી બેઠકો યોજાઈ હતી, જેમાં રાજ્યમાં ભાજપના નબળા પ્રદર્શન પાછળ કાર્યકર્તાઓની અવગણના અને તંત્ર દ્વારા પાર્ટી વિરુદ્ધ કરાયેલા કામને જવાબદાર ઠેરવાયા છે. કુલ મળીને ભાજપે સમીક્ષા રિપોર્ટમાં હાર પાછળ તંત્રને જવાબદાર ઠેરવ્યું છે.
આ પણ વાંચો : હવે નહીં ચાલે બુલડોઝર, શિક્ષકોને ડિજિટલ હાજરીમાં પણ અપાઈ રાહતઃ યોગી સરકાર બેકફૂટ પર
આ મહિનાને અંતે યોજાશે મોટી બેઠક
બીજીતરફ એવા અહેવાલો સામે આવ્યા છે. લોકસભા પરિણામોની સમીક્ષા કરવા માટે આ મહિનાના અંતે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીની મોટી બેઠક યોજાશે. સૂત્રોના જણાવ્યા મુજબ આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ થશે.