30% ધારાસભ્યોના પત્તાં કપાશે, ભાજપ આ રાજ્યમાં પણ હરિયાણાનો 'હિટ ફોર્મ્યૂલા' અપનાવશે
Maharashtra Election 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં શાનદાર સફળતાથી ઉત્સાહિત ભાજપ હવે ઝારખંડ અને મહારાષ્ટ્રની તૈયારીઓમાં લાગી ગઈ છે. પાર્ટીને વિશ્વાસ છે કે, મહારાષ્ટ્રમાં તે એકવાર ફરી ગઠબંધન સરકાર બનાવી લેશે. જોકે, ઝારખંડમાં તે વિપક્ષ પાસેથી સત્તા છીનવવામાં સફળ રહેશે. મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધન સત્તામાં છે, તેથી પાર્ટી ત્યાં પોતાના હાજર ધારાસભ્યોમાંથી લગભગ 30 ટકાની ટિકિટ કાપી શકે છે. જોકે, ઝારખંડમાં આ સંખ્યા 25 ટકાની આસપાસ રહેવાની સંભાવના છે.
અડધી બેઠકો પર નામ નક્કી
ભાજપ નેતૃત્વએ હાલમાં ઝારખંડના ઉમેદવારોને લઈને ચર્ચાનો પહેલો રાઉન્ડ શરૂ કરી દીધો છે, જેમાં તમામ બેઠકો પર ત્રણ નામના પેનલને નાની કરવામાં આવી છે. લગભગ અડધી બેઠકો પર એક નામ નક્કી કરવામાં આવી ગયાં છે, જોકે બાકીની બેઠકો પર ત્રણ નામ રાખવામાં આવ્યા છે. કેન્દ્રીય સમિતિમાં જતાં પહેલાં પાર્ટી એકવાર ફરી તમામ નામ પર વિચાર કરશે. મહારાષ્ટ્રમાં ભાજપ પોતાના સહયોગી પાર્ટીઓ સાથે બેઠકોની વહેંચણીને અંતિમ રૂપ આપવાના પ્રયાસમાં જોડાયેલી છે.
આ પણ વાંચોઃ બસપા એનડીએ કે ઇન્ડિયા સાથે ગઠબંધન નહીં કરે : માયાવતી
ભાજપના દિગ્ગજ નેતા અને ગૃહમંત્રી અમિત શાહ તમામ પાર્ટીઓના નેતાઓ સાથે વાટાઘાટોનો એક રાઉન્ડ કરી ચુક્યા છે અને જલ્દી જ તે બેઠકોની વહેંચણી પર સહયોગી પાર્ટીઓના નેતાઓ સાથે સંમતિ બનાવી લેશે. હાલ રાજ્યના પાર્ટી નેતા અંદરોઅંદર વાતચીત કરી એક-એક બેઠકનું ગણિત એકબીજા સામે મુકી રહ્યાં છે અને કઈ બેઠક કોને મળવી જોઈએ તેનો દાવો તથ્ય સાથે મૂકી રહ્યાં છે. તેમાં ચૂંટણી પ્રભારી ભૂપેન્દ્ર યાદવ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યાં છે.
મહારાષ્ટ્રમાં 170 બેઠકો પર ચૂંટણી લડી શકે છે ભાજપ
મહારાષ્ટ્રમાં ભાજપ સૌથી વધારે લગભગ 170 બેઠકો પર ચૂંટણી લડી શકે છે, જોકે બીજા નંબર પર શિવસેના (શિંદે) અને ત્રીજા નંબર પર રાકાંપા (અજીત પવાર)ને બેઠક આપવામાં આવશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લગભગ 10 થી 20 બેઠકોને લઈને વિવાદ છે. બાકીની બેઠકો પર સંમતિ બની ચુકી ચે. જે બેઠક જેની પાસે અત્યારે છે, તે બેઠક તેમની પાસે જ રહેવા દેવાની સંભાવના છે. જોકે, હારેલી બેઠકોને લઈે ત્રણેય પાર્ટીઓના અલગ-અલગ દાવા છે. હાલ અમુક ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવશે, જોકે ગત ચૂંટણીમાં લડેલા ઘણાં નેતાઓની જગ્યાએ પાર્ટી નવા ચહેરાને મોકો આપશે.
આ પણ વાંચોઃ ચૂંટણી બાદ જમ્મુ-કાશ્મીર સામે મોટું સંકટ, 150 આતંકી ઘૂસણખોરીની ફિરાકમાં, BSFની ચેતવણી
હરિયાણાની જીતથી મનોબળ વધ્યું
હરિયાણામાં ભાજપ ગઠબંધનની સત્તામાં હોવા છતાં સત્તા વિરોધી માહોલ પણ અમુક જગ્યાએ રહી શકે છે, જોકે હરિયાણાની જીતે પાર્ટીને નવું મનોબળ આપ્યું છે અને તે વિપક્ષના ગઠબંધન પર વધારે હુમલાવર રહેશે. પાર્ટીની સૌથી મોટી ચિંતા મરાઠા સમુદાયને લઈને છે. જ્યાં મરાઠા અનામત આંદોલન જોર પકડી રહ્યું છે ત્યાં તેને ઘણી બેઠકો પર નુકસાન થઈ શકે છે. લોકસભા ચૂંટણીમાં શરદ પવારના નેતૃત્વવાળી રાકાંપાને મળેલી સફળતામાં આ આંદોલનનું મોટું યોગદાન રહ્યું હતું. હવે વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપ માટે આંદોલન માથાનો દુખાવો બની શકે છે. એવામાં ભાજપ બીજા ક્ષેત્રો માટે વધારે તૈયારી કરી રહી છે જેમાં વિદર્ભ, પશ્ચિમ મહારાષ્ટ્ર, કોંકણ અને ખાનદેશ ક્ષેત્રનો સમાવેશ થાય છે.